મારા લવ મેરેજ થયા, પણ મારો પતિ જાણતો નથી કે તેનો ભાઈ મારો જૂનો પ્રેમી છે...

મારા લવ મેરેજ થયા છે, પરંતુ એ કોઈ સંયોગથી ઓછું નથી કે મારા પતિનો ભાઈ મારો જૂનો પ્રેમી છે. હું આ સત્યને ઘણા વર્ષોથી દિલમાં દબાવીને બેઠી છું. જ્યારે મારો પતિ એકીટસે મારી તરફ જુવે છે તો હું ડરી જાઉ છું કે ક્યાંક તેને મારા જૂના સંબંધો બાબતે ખબર તો નથી પડી ગઈ ને. જ્યાં હું પાસ્ટને પાછળ છોડીને આગળ વધી ગઈ હતી, હવે મને તેનો સામનો રોજ કરવો પડે છે. આજે જ્યારે ડિનર ટેબલ પર આખો પરિવાર સાથે ભોજન કરવા જઈ રહ્યો છે. રૂમમાં ખુશીનો માહોલ છે, હું પોતાની અંદર એક અલગ જ ઉદાસી અનુભવી રહી છું. જે રહસ્ય મેં આટલા સમયથી પતિથી છુપાવી રાખ્યું છે હવે તે મને ખૂંચે છે.

મારા પતિને જરાય આઇડિયા નથી કે તેનો ભાઈ અને મારી વચ્ચે ભાભી અને દિયર સિવાય કોઈ બીજો સંબંધ હશે. જ્યારે મેં બે-ત્રણ વખત તેને પોતે તેની બાબતે કહેવાનું વિચાર્યું તો આ સત્યને જાણ્યા બાદ તેના પર આવનારા દુઃખ અને દર્દનના વિચારથી હું ડરી ગઈ. હું પતિને ખૂબ પ્રેમ કરું છું, તેને આ પ્રકારે જોઈ શકવાની હિંમત નથી. આ બધુ મારા પતિથી મળવાના ખૂબ પહેલા શરૂ થયું હતું. મારા કૉલેજ દરમિયાન. તેનો ભાઈ પણ એ જ કૉલેજમાં ભણતો હતો. અમે એક-બીજાને પસંદ કરતા હતા. દિવસનો મોટાભાગનો સમય સાથે વિતાવતા હતા. જ્યારે વાતો કરતા હતા તો સમયની ખબર પડતી નહોતી, પરંતુ જેમ કે મોટાભાગે થાય છે, પરિસ્થિતિઓના કારણે અમને અલગ થવું પડ્યું.

ત્યારબાદ અમે મિત્ર બનીને રહેવાનું નક્કી કર્યું હતું. તે મારા માટે એકદમ ખોટા સમયે યોગ્ય વ્યક્તિને મળવા જેવુ હતું. સંબંધો સમાપ્ત થવાના થોડા વર્ષો બાદ હું એક યોગ્ય ક્લાસમાં પોતાના પતિને મળેલી. યોગ અને ફિટનેસ પ્રત્યે અમારા પ્રેમના કારણે અમે ખૂબ જલદી નજીક આવી ગયા. ત્યારબાદ એક-બીજા સાથે પ્રેમ થઈ ગયો અને અમે લગ્ન કરવાનો નિર્ણય લીધો. હું તેના પરિવાર બાબતે જાણતી હતી, પરંતુ જ્યારે તેણે પોતાના નાના ભાઇનું નામ જણાવ્યું તો હું થોડી એલર્ટ થઈ ગઈ હતી કેમ કે આ નામ મારા પૂર્વ પ્રેમીનું પણ હતું.

પછી મેં વિચાર્યું કે, દુનિયામાં એક નામના ઘણા બધા લોકો હોય છે, પરંતુ જ્યારે તેણે પોતાનો ફેમિલી ફોટો દેખાડ્યો, તો મારી શંકા હકીકતમાં બદલાઈ ગઈ. તેનો ભાઈ એ જ છોકરો હતો, જેને મેં કૉલેજના દિવસોમાં ડેટ કરી હતી, પરંતુ મેં પોતાના આગામી સોનેરી ભવિષ્ય માટે આ હકીકત છુપાવવાનો નિર્ણય લીધો. મેં અને મારા પતિના ભાઈએ પોતાના સંબંધની હકીકતને કોઈ પણ સવાલ વિના અપનાવી લીધી. અમે ચૂપચાપ અમારી વચ્ચે એક વ્યક્તિ માટે પોતાના પાસ્ટને છુપાવી રાખવાનો નિર્ણય લીધો કેમ કે તે એકમાત્ર એક એવો વ્યક્તિ છે, જેને હું વાસ્તવમાં પ્રેમ કરું છું.

એવામાં અમે બંને બસ હેલ્લો.. હાય.. જ કરીએ છીએ. એ વાતનું ધ્યાન રાખતા કે કોઈને કંઈક અજીબ ન લાગે, પરંતુ જ્યારે હું બંને ભાઈઓ વચ્ચે પ્રેમ અને વિશ્વાસને જોઉ છું તો મેં પોતાના જુઠ્ઠાણાના કારણે શરમ અનુભવું છું. મોટા ભાગે હું પોતાના નિર્ણય પર સવાલ ઊઠવું છું. પોતાને હજાર વખત પૂછું છું કે શું મારો પતિ મારી ભાવનાઓ સમજી શકશે? શું તે મારા આ જુઠ્ઠાણાંને માફ કરી શકશે, જે હું આટલા વર્ષોથી બોલી રહી છું? તેને ગુમાવવાના ડરથી મારા શ્વાસ રૂંધાવા લાગે છે. એટલે સાવધાનીથી હકીકતને છુપાવતા મેં પોતાનો મુખોટો પહેરી રાખ્યો છે. કોઈ દિવસ, જ્યારે મારામાં સાહસ આવશે તો હું પોતાના પતિને આ હકીકત કહી દઇશ અને તે દિવસ હશે, જ્યારે હું પોતાને અસત્યથી આઝાદ કરી દઇશ.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.