- Lifestyle
- પ્રેમિકાને વીડિયો કોલ કર્યો અને તેની સામે જ યુવક ફાંસી પર લટકી ગયો
પ્રેમિકાને વીડિયો કોલ કર્યો અને તેની સામે જ યુવક ફાંસી પર લટકી ગયો
પ્રેમિકા સાથે અણબનાવ થતા એક યુવક ફાંસી પર લટકી ગયો હતો, પરંતુ એ પહેલા તેણે પોતાની પ્રેમિકાને વીડિયો કોલ કર્યો અને ચાલુ વીડિયો કોલમાં જ ફાંસી લગાવી દીધી હતી.
પશ્ચિમ બંગાળના મેદિનીપુરથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. જ્યાં વિવાદ બાદ એક વ્યક્તિએ તેની ગર્લફ્રેન્ડને વીડિયો કોલ કર્યો હતો. પછી તેની સામે આત્મહત્યા કરી લીધી હતી.મળતી માહિતી મુજબ, 18 વર્ષના મૃતક પપ્પુ દાસ મેદિનીપુરનો રહેવાસી હતો. તેને કેશપુરની એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. પરંતુ બંને વચ્ચે કેટલાક દિવસોથી કોઈ વાતને લઈને વિવાદ ચાલી રહ્યો હતો.
વિવાદ એટલો વધ્યો કે પપ્પૂએ શનિવારે પોતાની પ્રેમિકાને વીડિયો કોલ કર્યો અને તેની સામે જ ગળામાં ફાંસી લગાવીને પોતાનો જીવ ગુમાવ્યો. યુવકના પરિવારજનોએ યુવતી પર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો છે. પરિવારજનોનું કહેવું છે કે યુવતીને કારણે જ પપ્પૂએ આત્મહત્યા કરી છે.

જાણવા મળેલી વિગત મુજબ પપ્પૂ પશ્ચિમ બંગાળના વૃંદાવનપૂર વાંસતલાનો રહેવાસી હતો અને પ્રેમિકા સાથે વિવાદને કારણે તે ઘણા દિવસથી પરેશાન રહેતો હતો. બંને વચ્ચે કોઇક બાતને લઇને અણબનાવ ચાલી રહ્યો હતો. આ બાબતે નિરાશ થયેલા પપ્પુએ પહેલાં પોતાની પ્રેમિકાને વીડિયો કોલ કર્યો અને ફાંસી લગાવીને મોતને વ્હાલું કરી દીધું હતું.
પપ્પૂના પરિવારજનોએ આ વાતની જાણ પોલીસને કરી હતી.પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને ઘટનાની તપાસ શરૂ કરી છે. મૃતક પપ્પૂની માસીએ પોલીસને કહ્યું હતું કે તેમનો ભાણેજ પપ્પૂ સેલ્સ મેનેજર તરીકે નોકરી કરતો હતો. તેને કેશપુરમાં રહેતી એક યુવતી સાથે પ્રેમ થયો હતો, પરંતું બંને વચ્ચે કેટલાંક દિવસથી અણબનાવને કારણે પપ્પૂ દુખી રહેતો હતો. પ્રેમિકાને કારણે જ પપ્પૂએ આપઘાત કર્યો છે. પપ્પૂના પરિવારજનોએ યુવતી સામે કડક પગલાં લેવાની માંગ કરી છે.

આવી જ એક ઘટના પશ્રિમ બંગાળમાં ગયા સપ્તાહમાં બની હતી. સુજલ સાહા નામના યુવકને એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. પ્રેમિકાના ફેસબુક પર અન્ય એક યુવક સાથેની તસ્વીર પ્રેમિકાએ શેર કરી હતી. સુજલને એવું લાગ્યું કે તેની ગર્લ ફ્રેન્ડ તેની સાથે વિશ્વાસ ઘાત કરી રહી છે. સુજલે પોતાની ગર્લ ફ્રેન્ડને વીડિયો કોલ કર્યો હતો અને તેણીની સામે જ પંખા પર લટકીને જીવ ગુમાવ્યો હતો.

