સાંસદનું કામ લોકોના ઘરે-ઘરે જવાનું નથી: હેમા માલિની

ભારતીય જનતા પાર્ટીએ બે વખતથી સાંસદ રહેલી બોલિવુડ અભિનેત્રી હેમા માલિનીને ફરી ત્રીજી વખત રિપીટ કર્યા છે. હેમા માલિનીએ એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, સાંસદનું કામ લોકોના ઘરે-ઘરે જવાનું નથી હોતું. પત્રકારે સવાલ પુછ્યો હતો કે મથુરાના અનેક લોકોનો સવાલ છે કે તેમના સાંસદનું પ્રજા સાથે કોઇ જોડાણ નથી.

બોલિવુડ અત્રિનેત્રી મથુરા લોકસભા બેઠક પરથી બે વખત જીત્યા છે અને ભાજપે તેમને ફરી એક વખત ટિકિટ આપી છે. હેમાએ ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, સાંસદોએ લોકોના ઘરે જઈને બેસવું જોઈએ નહીં. એ મારું કામ નથી. શું વડાપ્રધાન દરેક વ્યક્તિના ઘરે જઈ શકે છે? સાંસદો જાહેર સભાઓમાં જાય છે. આ સિવાય અમારા ધારાસભ્યો હંમેશા તેમની સાથે છે. જ્યારે લોકોને જરૂરિયાત હોય ત્યારે તેમની વચ્ચે રહેવું મારી જવાબદારી છે, પરંતુ જ્યારે તેઓ જરૂરિયાતમાં ન હોય તો મારે શા માટે હાજર હોવું જોઈએ?

હેમા માલિનીએ આગળ કહ્યું કે,મારું કામ ઓફિસમાં છે. હું લોક કલ્યાણની યોજનાઓને અમલમાં મૂકવાનું કામ કરું છું. તે વધુ મહત્વનું છે. જો હું લોકોની વચ્ચે બેસીશ, તો તેઓ મારી સાથે ફોટા જ ખેંચ્યા કરશે.

હેમા માલિનીએ કહ્યું કે તે હાલમાં 84 કોસ પરિક્રમા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. સાંસદે કહ્યું, મેં મોટાં કામો હાથમાં લીધાં છે. ડ્રેનેજ અને સફાઈની જવાબદારી ધારાસભ્યો અને અન્ય સ્થાનિક પ્રતિનિધિઓની છે. અમારી પાસે દરેક જગ્યાએ ધારાસભ્યો છે.

અભિનેત્રીમાંથી સાંસદ બનેલા અને ભારતીય જનતા પાર્ટીના મથુરાના લોકસભા ચૂંટણીના ઉમેદવાર હેમા માલિનીને આશા છે કે આગામી પાંચ વર્ષમાં કૃષ્ણ જન્મભૂમિ વિવાદનો અંત આવશે. તેમણે કહ્યું કે,અમે ચોક્કસપણે ટૂંક સમયમાં કંઈક ભવ્ય જોઇશું અને તે મારા માટે સૌભાગ્યની વાત હશે.

બે વખતના સાંસદને પોતાની જીતનો વિશ્વાસ છે. હેમા માલિનીએ કહ્યું કે,મારા ચાહકો અને સમર્થકોએ મને ત્રીજી વખત ચૂંટણી લડવાનું કહ્યું હતું. મેં છેલ્લા 10 વર્ષમાં જે પ્રોજેક્ટ શરૂ કર્યા છે તે આગામી ટર્મમાં પૂરા થઈ શકે છે, તેથી જ મેં ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. તેમણે કહ્યું કે મતવિસ્તારમાં તેમના કામને કારણે ભાજપે તેમને બીજી તક આપી.

મથુરામાં બીજા તબક્કામાં 26 એપ્રિલે મતદાન થવાનું છે. ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર મુકેશ ધનગર હેમા માલિનીને પડકારી રહ્યા છે.

About The Author

Top News

સ્મૃતિ મંધાનાએ પલાશ સાથે લગ્ન કેન્સલ કરી નાખ્યા, પોસ્ટ કરીને કહી દિલની વાત

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઉપ-કપ્તાન (vice-captain) સ્મૃતિ મંધાનાએ (Smriti Mandhana) રવિવારે એક જાહેર નિવેદન બહાર પાડીને સંગીતકાર પલાશ...
Sports 
સ્મૃતિ મંધાનાએ પલાશ સાથે લગ્ન કેન્સલ કરી નાખ્યા, પોસ્ટ કરીને કહી દિલની વાત

કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સગાઈ કરી લીધી છે. કિંજલ...
Entertainment 
કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર

‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ

એક તરફ દેશમાં 70 કલાક કામ કરવાને લઈને બહેસ ચાલી રહી છે. કેટલાક લોકો તેના પક્ષમાં છે, જ્યારે Gen-Z ...
National 
‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ

કંગના રણૌતે કેમ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારતની મુલાકાતે આવે તે પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યુ હતુ કે, સરકાર વિદેશી...
National 
કંગના રણૌતે કેમ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.