- Loksabha Election 2024
- અહેદમ પટેલના રાજકીય વારસાને કોંગ્રેસ ખતમ કરશે કે ભાજપ સાચવશે?
અહેદમ પટેલના રાજકીય વારસાને કોંગ્રેસ ખતમ કરશે કે ભાજપ સાચવશે?

ગુજરાતની ભરૂચ બેઠક પર કોંગ્રેસ અને AAPએ ગંઠબંધનની જાહેરાત કરી પછી એ વાતની ચર્ચા શરૂ થઇ કે શું કોગ્રેસ અહેમદ પટેલના રાજકીય વારસાને ખતમ કરી નાંખવા માંગે છે? બીજી તરફ ભાજપ અહેમદ પટેલના વારસાને સાચવી લેશે?
ગઠબંધનની જાહેરાત પછી મુમતાઝ પટેલે ટ્વીટ કરીને લખ્યું કે, અહેમદ પટેલના 45 વર્ષના વારસાને આપણે સાચવવો પડશે. અહેમદ પટેલ કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા અને સંકટ મોચક ગણાતા હતા, પરંતુ રાહુલ ગાંધી સાથે તેમને મોટા મતભેદ હતા. અહેમદ પટેલના દીકરા ફૈઝલ અને મુમતાઝને ટિકીટ ન આપીને કોંગ્રેસ અહેમદ પટેલનો વારસો ખતમ કરવા માંગે છે એવી ચર્ચા છે.
બીજી તરફ ભાજપના નેતા જયવીર શેરગીલે ટ્વીટ કરીને લખ્યું કે શાહજાદાનો આ બદલો છે. મતલબ તેમણે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે તો ભાજપના આઇટી સેલના પ્રમુખ અમિત માલવીયાએ લખ્યું કે, રાહુલ ગાંધી અહેમદ પટેલનો વારસો ખતમ કરી દેવા માંગે છે. આના પરથી એવી ચર્ચા શરૂ થઇ કે ભાજપ મુમતાઝ અને ફૈઝલને ભાજપમાં સમાવેશ કરીને અહેમદ પટેલનો વારસો સાચલી લેશે.