મમતા બેનર્જીની પાર્ટી TMCને ઝટકો, આ પાર્ટીમાં સામેલ થયા 2 ધારાસભ્ય

મેઘાલય વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓમાં લાગેલી મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC)ને મોટો ઝટકો લાગ્યો છે. ગુરુવારે તૃણમૂલ કોંગ્રેસના બે ધારાસભ્ય મુખ્યમંત્રી કોનરાડ સંગમાની પાર્ટી NPPમાં સામેલ થઇ ગયા. ઉત્તરી ગારો હિલ્સમાં મેંદીપાથરથી ધારાસભ્ય માર્થન સંગમા અને પશ્ચિમી ગારો હિલ્સના ટીકરીકિલ્લાના ધારાસભ્ય જીમી ડી. સંગમાએ વિધાનસભા અને તૃણમૂલ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને NPP સાથે જોડાઇ ગયા છે. બંને નેતાઓએ ગત વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસની ટિકિટ પર જીત્યા હતા.

માર્થન સંગમા અને જિમી ડી. સંગમા કોંગ્રેસના 12 ધારાસભ્યમાંથી છે જે ગયા વર્ષે તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ થયા હતા. તેમના કોંગ્રેસ છોડવાથી તૃણમૂલ કોંગ્રેસ રાજ્યમાં મુખ્ય વિપક્ષી પાર્ટી બની ગઇ હતી. મૌસીનરામના તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય એમ.એમ. શંગાપિલયાંગ ડિસેમ્બરમાં ભારતીય જનતા પાર્ટી (BJP)માં સામેલ થઇ ગયા હતા. વધુ 2 ધારાસભ્ય છોડ્યા બાદ 60 સભ્યોની સદનમાં પાર્ટીની તાકત ઘટીને 9 થઇ ગઇ છે. તૃણમૂલ કોંગ્રેસ છોડી ચૂકેલા મર્થન સંગમા અને જીમી ડી. સંગમાના NPPમાં સામેલ થવા પર મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ કહ્યું કે, અમે મેઘાલય માટે કામ કરી રહ્યા છીએ. તેને આગળ પણ ચાલુ રાખીશું.

હાલમાં જ હેલમેટ ડોહલિંગ (માયલીમ), સૈમલિન માલનગિયાંગ (સોહિયોન્ગ) અને હેસાન સોકમી (ઉમસિંગ)એ પણ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ડોહલિંગ અને સોકમી પીપલ્સ ડેમોક્રેટિક ફ્રન્ટમાં હતા તો મલનગિયાંગ હિલ સ્ટેટ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. મેઘાલયમાં ચૂંટણી અગાઉ સતત રાજીનામાં પડી રહ્યા છે. ફૂલબાડીથી NPPના ધારાસભ્ય એસ.જી. એસ્માતુર મોમિનિન, પૂર્વ ધારાસભ્ય રોબિન્સ સિનગકોન પણ રાજીનામું આપીને તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ થઇ ગયા હતા.

એક રિપોર્ટ મુજબ અત્યાર સુધી 13 ધારાસભ્ય સદન અને પોતાની સંબંધિત પાર્ટીઓમાંથી રાજીનામું આપી ચૂક્યા છે અને 2 મહિના કરતા પણ ઓછા સમયમાં (ગયા વર્ષ ડિસેમ્બરથી) અલગ-અલગ સંગઠનોમાં સામેલ થઇ ગયા છે. મેઘાલયમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે નેશનલ પીપલ્સ પાર્ટી (NPP)એ ગુરુવારે 58 ઉમેદવારોના નામની જાહેરાત એક ચૂંટણી બેઠકમાં કરી હતી. શીલાંગમાં આયોજિત આ ચૂંટણી બેઠકનો વિષય ‘સ્ટ્ર્રોંગર ટુગેધર’ હતો. કોનરાડ સંગમાએ 10,000 કરતા વધુ લોકોથી ભરેલી બેઠકમાં કહ્યું કે, છેલ્લા 5 વર્ષોમાં અલગ-અલગ નેતા NPPમાં સામેલ થયા છે, જ પાર્ટીની વધતી તાકત પ્રદર્શિત કરે છે.

About The Author

Related Posts

Top News

300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

રણવીર સિંહની નવી જાસૂસી થ્રિલર ફિલ્મ 'ધુરંધર' ભારતમાં ધૂમ મચાવી રહી છે, પરંતુ તેની આંતરરાષ્ટ્રીય રિલીઝને ખાસ...
Entertainment 
300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર અને મર્યાદિત જાહેર સમર્થન છતાં, કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે તે 'મત...
કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

ભારત સરકારના બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડસ (BIS)એ તાજેતરમાં દેશભરના રાજ્યોમાં સીસ્મીક ઝોનિંગમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. ગુજરાતના અમદાવાદને ઉચ્ચ...
Business 
અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.