3.59 કરોડ ગ્રાહકોએ 1 વર્ષમાં એક પણ સિલિન્ડર ભરાવ્યું નથી

LPGની વધતી જતી મોંઘવારી વચ્ચે, માહિતીના અધિકારમાં બહાર આવ્યું છે કે ત્રણ જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓના કુલ 3.59 કરોડ ઘરેલું ગેસ કનેક્શન ધારકોએ ગયા નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન એક પણ સિલિન્ડર ભરાવ્યું ન હતું. જ્યારે, 1.20 કરોડ ગ્રાહકોએ આખા વર્ષમાં માત્ર એક જ સિલિન્ડર ભરાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે, આ ગ્રાહકો ગરીબ પરિવારની મહિલાઓ માટે ચલાવવામાં આવતી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY)ની સાથે સંકળાયેલા નથી. PMUY હેઠળ, ગ્રાહકોને સરકારી સબસિડીવાળા ઘરેલું ગેસ સિલિન્ડર આપવામાં આવે છે. નીમચ સ્થિત RTI કાર્યકર્તા ચંદ્રશેખર ગૌરે જણાવ્યું કે તેમને માહિતી અધિકાર કાયદા હેઠળ ઘરેલું ગેસ ગ્રાહકો સાથે સંબંધિત માહિતી મળી છે.

માહિતી અનુસાર, 2021-22 દરમિયાન ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનમાં ઘરેલું ગેસનું એક પણ સિલિન્ડર ન ભરનારા નોન-PMUY ગ્રાહકોની સંખ્યા 2.80 કરોડ હતી, જ્યારે આ સમયગાળા દરમિયાન કંપનીના 62.10 લાખ નોન-PMUY ગ્રાહકોમાંથી માત્ર એક ગ્રાહકે જ સિલિન્ડર ભરાવ્યું હતું. RTI હેઠળ ગૌર દ્વારા પ્રાપ્ત વિગતો દર્શાવે છે કે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશનના નોન PMUY ગ્રાહકોની શ્રેણીમાં 49.44 લાખ લોકોએ ઘરેલું ગેસનું એક પણ સિલિન્ડર ભરાવ્યું નથી, જ્યારે 33.58 લાખ લોકોએ 2021-22માં માત્ર એક સિલિન્ડર ભરાવ્યું હતું. તેવી જ રીતે, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશનમાં, 2021-22 દરમિયાન ઘરેલું ગેસના 30.10 લાખ નોન PMUY ગ્રાહકોએ એક પણ સિલિન્ડર ભરાવ્યું ન હતું, જ્યારે આ શ્રેણીના 24.62 લાખ ગ્રાહકો એવા હતા જેમણે વર્ષમાં માત્ર એક સિલિન્ડર ભરાવ્યું હતું.

અર્થશાસ્ત્રી જયંતિલાલ ભંડારીએ જણાવ્યું હતું કે, LPGની વધતી મોંઘવારીથી સામાન્ય લોકો પરેશાન છે. તેથી એવું બની શકે કે, ઘણા ગરીબ લોકો, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો, લાકડા, ગોબર અને કોલસા જેવા સસ્તા પરંપરાગત ઇંધણ તરફ વળ્યા હશે. તેમણે એમ પણ કહ્યું કે, શહેરી વિસ્તારોમાં પાઈપલાઈન દ્વારા ઘરોમાં પૂરો પાડવામાં આવતો LPGનો પુરવઠો સિલિન્ડરો પર લોકોની નિર્ભરતામાં ઘટાડોનું કારણ હોઈ શકે. ઈન્દોરના એક ગેસના વેપારીએ જણાવ્યું કે ચાર જણનો પરિવાર સામાન્ય રીતે વર્ષમાં આઠથી 12 સિલિન્ડર ઘરેલુ ગેસ ભરાવે છે. જો કે, આ આંકડો દેશભરના પરિવારોને લાગુ પડતો નથી, કારણ કે સિલિન્ડરનો વાર્ષિક વપરાશ પરિવારની આર્થિક સ્થિતિ અને સ્થાનિક હવામાનની પરિસ્થિતિઓના આધારે અલગ-અલગ હોઈ શકે છે.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.