રેવ પાર્ટીમાં કોબ્રાનું ઝેર, વિદેશી યુવતીઓની સપ્લાઈ, FIR પછી એલ્વિશ યાદવ ફરાર

બિગ બોસ OTT 2ના વિજેતા એલ્વિશ યાદવ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. ગૌરવ ગુપ્તા નામના એક વ્યક્તિએ એલ્વિશ યાદવ સહિત 6 લોકો સામે કેસ દાખલ કરાવ્યો છે. આરોપ છે કે, એલ્વિશ યાદવ પોતાના મિત્રો સાથે નોઇડામાં રેવ પાર્ટી કરાવતો હતો અને આ પાર્ટીમાં પ્રતિબંધિત સાપોનાં ઝેરનો ઉપયોગ કરવામાં આવતો હતો. એવો પણ આરોપ છે કે પાર્ટીમાં વિદેશી યુવતીઓને બોલાવવામાં આવતી હતી.

આ કેસમાં નોઇડા પોલીસે 5 લોકોની ધરપકડ કરી છે. તો પોલીસ આ કેસમાં એલ્વિશને લઇ હજુ પણ તપાસ કરી રહી છે. રિપોર્ટ અનુસાર, મેનકા ગાંધીની સંસ્થા પીપલ ફોર એનિમલના ગૌરવ ગુપ્તાએ આ કેસ દાખલ કર્યો છે. આરોપ છે કે યૂટ્યૂબર એલ્વિશ નોઇડાના ફાર્મ હાઉસમાં બીજા સાથીઓ સાથે સાંપોની સાથેના વીડિયો પણ શૂટ કરતો હતો.

પોલીસ અનુસાર, નોઇડા પોલીસે પ્રતિબંધિત સાપોના ઝેરની સપ્લાઈ કરનારા ગેંગને લઇ રેડ મારી હતી અને આ મામલામાં 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. એલ્વિશ યાદવ પર ઘણાં ગંભીર આરોપ લાગ્યા છે. જેમાં રેવ પાર્ટીમાં સાપનું ઝેર અને વિદેશી યુવતીઓની સપ્લાઈ કરવાનો આરોપ સામેલ છે.

પોલીસે જ્યારે ધરપકડ કરેલા 5 આરોપીઓ સાથે પૂછપરછ કરી તો તેમણે યૂટ્યૂબર એલ્વિશ યાદવને ગેંગ સાથે જોડાયા હોવાની વાત કહી. એટલું જ નહીં આ ગેંગના કબ્જામાંથી 9 સાંપ અને સાંપોનું ઝેર મળી આવ્યું છે. જેમાં 5 કોબ્રા અને બાકીના અલગ પ્રજાતિના સાપો છે. પોલીસનું કહેવું છે કે, અમે કેસ દાખલ કરી લીધો છે. જેમાં એલ્વિશ યાદવનું નામ છે. જોકે તેની ધરપકડ કરવામાં આવી નથી. આ ઉપરાંત પોલીસે પકડવામાં આવેલા સાંપોને વન વિભાગને સોંપી દીધા છે.

FIRની સામે આવેલી કોપી અનુસાર, એલ્વિશ યાદવનું નામ પણ આરોપીઓમાં નોંધાયેલું છે. આ FIR  પીપલ ફોર એનીમલમાં એનિમલ વેરફેર ઓફિસરના પદ પર કાર્યરત ગૌરવ ગુપ્તાએ દાખલ કરાવી છે. ગૌરવ ગુપ્તાને નોઇડામાં આ પ્રકારની ગતિવિધિઓની સૂચના મળી રહી હતી. એવી પણ ખબર પડી હતી કે યૂટ્યૂબ એલ્વિશ યાદવ નોઇડા-NCRના ફાર્મ હાઉસોમાં અમુક લોકો સાથે મળીને સ્નેક વેનમ(ઝેર) અને જીવતા સાપોની સાથે વીડિયો શૂટ કરાવતો હતો. સાથે જ ગેર કાયાદાકીય રીતે રેવ પાર્ટીઓનું આયોજન કરાવતો હતો.

ખેર, હાલમાં નોઇડા પોલીસે એલ્વિશ યાદવ સહિત 6 નામજદ અને અમુક અજ્ઞાત સામે કેસ દાખલ કરી દીધો છે.

About The Author

Related Posts

Top News

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો
Copyright (c) Khabarchhe All Rights Reserved.