- National
- 29 રજવાડા પર પણ તમારો અધિકાર, જમ્મુ-કાશ્મીરના યુવાનોને એમ શા માટે બોલ્યા અમિત શાહ
29 રજવાડા પર પણ તમારો અધિકાર, જમ્મુ-કાશ્મીરના યુવાનોને એમ શા માટે બોલ્યા અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં જમ્મુ અને કાશ્મીરના યુવાનો સાથે વાતચીત કરી હતી. અમિત શાહે 'વતન કો જાનો' કાર્યક્રમ હેઠળ યુવાનોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે તમે ડૉક્ટર, એન્જિનિયર, IAS અધિકારી બની શકો છો અથવા કોઈ વ્યવસાય કરી શકો છો. તેના માટે દેશભરમાં કામ કરવું પડશે. પછી તમારે આખા દેશને જાણવો પડશે.
આ સંદર્ભે, ભારત સરકારે 'વતન કો જાનો' કાર્યક્રમ બનાવ્યો. તેમણે કહ્યું કે, ઘણા લાંબા સમય સુધી કાશ્મીરમાં અરાજકતા ચાલતી રહી. મોદીજીએ કલમ 370 નાબૂદ કરીને સમગ્ર દેશને એક કરી દીધો. કાશ્મીર હવે દેશના બાકીના રાજ્યો જેવું થઇ ગયું છે. કાશ્મીરના બાળકોનો આ દેશ પર એટલો જ અધિકાર છે જેટલો દિલ્હીના બાળકોનો છે. તમને આ જ વાત જાણવા અને સમજવા માટે અહીં લાવવામાં આવ્યા છે.
તેમણે કહ્યું કે પહેલા તેઓ શીખવતા હતા કે કાશ્મીર આપણું છે અને કાશ્મીર પર આપણો અધિકાર છે. એ તો છે જ, તમે ત્યાં જન્મ્યા છો, ત્યાં રહો છો, ત્યાંના રહેવાસી છો, તેથી તમારો અધિકાર છે જ. પરંતુ કાશ્મીરની સાથે-સાથે, 29 રજવાડાઓ પર પણ તમારો અધિકાર છે. એટલા માટે આ કાર્યક્રમ કાશ્મીરના બાળકો માટે બનાવવામાં આવ્યો છે.
ભારતને દુનિયામાં બનાવીશું નંબર વન
યુવાનો સાથે વાતચીત કરતા અમિત શાહે કહ્યું કે છેલ્લા 10 વર્ષથી અમે આ દેશને દુનિયામાં નંબર વન બનાવવા માટે સખત મહેનત કરી રહ્યા છીએ. જો તમે કોઈ બાળકને પૂછો કે તેઓ ક્યાં ભણવા માગે છે, તો તે કહેશે કે તે અમેરિકા, કેનેડા કે ઓસ્ટ્રેલિયા જવા માગે છે.
10 વર્ષ બાદ, દેશ એવો થઇ જશે કે વિશ્વના તમામ દેશોના બાળકો ભારતમાં અભ્યાસ કરવા આવશે. જ્યારે આ દેશ આગળ વધશે તો, તમારી પણ પ્રગતિ થવા સ્વાભાવિક છે. આ દેશ જેટલો સમૃદ્ધ હશે, એટલો જ તેનો વિકાસ થશે, તમને તેનો લાભ થશે. આજે જે, કાશ્મીરમાં જ્યાં પહેલા નળમાં પીવાનું પાણી નહોતું, ત્યાં 80 ટકા ઘરોમાં પીવાનું પાણી પહોંચાડી દેવામાં આવ્યું છે.