- National
- અભિનેત્રીને 40 દિવસ ખોટી રીતે કસ્ટડીમાં રાખી... IPS અધિકારીની ધરપકડ
અભિનેત્રીને 40 દિવસ ખોટી રીતે કસ્ટડીમાં રાખી... IPS અધિકારીની ધરપકડ

આંધ્રપ્રદેશના વરિષ્ઠ IPS અધિકારી P. સીતારામ અંજનેયુલુની પોલીસે ધરપકડ કરી છે. આ IPS અધિકારી પર અભિનેત્રી કાદંબરી જેઠવાનીને ખોટી રીતે હેરાન કરવાનો અને તેમની ધરપકડ કરાવવાનો આરોપ છે. આ બધું ગયા વર્ષે થયું હતું. જ્યારે Y. S. જગન મોહન રેડ્ડી CM હતા, ત્યારે અંજનેયુલુ ગુપ્તચર વિભાગના વડા હતા. આ કેસમાં, તેમને સપ્ટેમ્બર 2024માં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આંધ્ર પ્રદેશ CIDએ અંજનેયુલુની હૈદરાબાદથી ધરપકડ કરી અને તેમને વિજયવાડા લાવ્યા.

એવો આરોપ છે કે, અંજનેયુલુએ પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો. તેણે અભિનેત્રી અને તેના માતા-પિતાને મુંબઈથી ગેરકાયદેસર રીતે ધરપકડ કરાવી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ બધું YSRCP નેતા કુક્કલ વિદ્યાસાગરના કહેવાથી થયું છે. આ કેસમાં ઘણા વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સંડોવાયેલા છે, તેથી આ મામલો ખૂબ ચર્ચામાં છે. આ ઉપરાંત, તે રાજકીય રીતે ખૂબ જ સંવેદનશીલ છે. CIDનું કહેવું છે કે અભિનેત્રી સામે કયા આરોપો લગાવવા જોઈએ, તેની ધરપકડ કેવી રીતે કરવી જોઈએ અને કોને ફસાવવા જોઈએ તે નક્કી કરવામાં અંજનેયુલુએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. અભિનેત્રી કહે છે કે, તેને ખોટી રીતે જેલમાં ધકેલી દેવામાં આવી હતી. તેમણે એમ પણ કહ્યું કે, કેટલાક વરિષ્ઠ અધિકારીઓએ વિદ્યા સાગર સાથે મળીને આ બધું કર્યું.

આ મામલો ફેબ્રુઆરી 2024નો છે. વિદ્યાસાગરે અભિનેત્રી પર જગ્ગાયાહપેટમાં ખોટા દસ્તાવેજો બનાવીને મિલકત વેચવાનો આરોપ લગાવ્યો હતો. પરંતુ તપાસ દરમિયાન CIDને જાણવા મળ્યું કે આ ફરિયાદ એક મોટા ષડયંત્રનો ભાગ હતી. ખરેખર, આ બધું જમીન વિવાદને કારણે થયું હતું. અભિનેત્રીએ વિદ્યા સાગર પર તેને ફસાવવા માટે નકલી જમીનના દસ્તાવેજો બનાવવાનો આરોપ લગાવ્યો છે. અભિનેત્રી કહે છે કે, તેને અને તેના પરિવારને ખોટી રીતે જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે, કેટલાક વરિષ્ઠ અધિકારીઓએ વિદ્યા સાગર સાથે મળીને આ બધું કર્યું. CID હવે આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

કાદમ્બરી જેઠવાનીની ઉંમર 28 વર્ષની છે. તે એક અભિનેત્રી અને મોડેલ છે. કાદંબરીનો જન્મ ગુજરાતના અમદાવાદમાં થયો હતો. તે એક હિન્દુ સિંધી પરિવારની છે. તેમના પિતા નરેન્દ્ર કુમાર મર્ચન્ટ નેવીમાં અધિકારી હતા અને માતા આશા ભારતીય રિઝર્વ બેંકમાં મેનેજર છે. કાદમ્બરીએ અમદાવાદથી MBBSની ડિગ્રી મેળવી છે.
Top News
સુરતમાં એમ્બ્યુલન્સને સાઇડ ન આપનારા મોયુનુદ્દીનને દીકરાનું કારણ આપી દીધું
બોર્ડની પરીક્ષામાં માત્ર 35 ટકા માર્ક્સ પણ પરિવારે આખા ગામમાં ઉજવણી કરી
વિશ્વનો સૌથી ઉંચો પાડો; ઉંમર 5 વર્ષ, દિવસમાં જોઈએ 35 Kg ખાવાનું, નામ છે કિંગ કોંગ
Opinion
