BJPના કેબિનેટ મંત્રીએ રસ્તા વચ્ચે યુવકને માર માર્યો,વીડિયો જોઈને લોકો થયા ગુસ્સે

ઉત્તરાખંડના નાણામંત્રી પ્રેમચંદ અગ્રવાલ અને સ્થાનિક યુવક વચ્ચેની ભીષણ લડાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જ્યારે ઋષિકેશમાં નાણામંત્રીના ઘર પાસેની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, ત્યારે લોકોએ અનેક સવાલો પૂછવા માંડ્યા. વાયરલ વીડિયોમાં દેખાતા યુવકનું નામ સુરેન્દ્ર સિંહ નેગી જણાવવામાં આવી રહ્યું છે. જેને મંત્રી દ્વારા ધક્કામુક્કી કરવામાં આવી રહી છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, નાણામંત્રી પ્રેમચંદ અગ્રવાલ પોતાના ગનર સાથે યુવકોને માર મારી રહ્યા છે. યુવક બચવાના પ્રયાસમાં આમ-તેમ ભાગતો રહ્યો, પરંતુ મંત્રી અને તેના ગનર યુવકને સતત મારતા રહ્યા હતા. આ લડાઈને જોવા માટે કેટલાક લોકો રસ્તા પર રોકાઈ ગયા હતા અને જેના કારણે રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.

પીડિત સુરેન્દ્ર નેગીએ ફેસબુક પોસ્ટ દ્વારા મંત્રી પર અનેક આરોપો લગાવ્યા છે. તેણે કહ્યું, 'અમે ટ્રાફિક જામમાં અટવાઈ ગયા હતા અને હું તેમની કાર પાસેથી પસાર થઇ ગયો, તેમાં કોણ બેઠું છે તે મને ખબર ન હતી. તેમણે મને અપશબ્દો કહ્યા હતા અને જ્યારે મેં તેનો વિરોધ કર્યો ત્યારે તેઓ અને તેના માણસો તેમની કારમાંથી નીચે ઉતર્યા અને મને માર મારવા લાગ્યા.' આ સાથે તેણે પેન બતાવી કહ્યું કે, તે મંત્રીની છે અને પુરાવા તરીકે બતાવવા માટે પૂરતું છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. કેટલાક લોકોએ આ વીડિયો શેર કરતા ઉત્તરાખંડના મંત્રી પર નિશાન સાધ્યું હતું. આ આરોપો પર સ્પષ્ટતા આપતાં તેમણે કહ્યું કે, સુરેન્દ્ર સિંહ નેગી નામના વ્યક્તિએ તેમને અપશબ્દો કહ્યા ઉપરાંત તેમના પર હુમલો કર્યો અને તેમનો કુર્તો અને તેમના સુરક્ષાકર્મીઓનો યુનિફોર્મ ફાડી નાંખ્યો. જેના કારણે તેને માર મારવામાં આવ્યો હતો. આ સાથે તેમણે કહ્યું કે, આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

અત્યાર સુધી આ મામલે યુવાનનો પક્ષ સામે આવ્યો નથી. યુવકની તરફેણમાં આવતા વિસ્તારના લોકોએ પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો હતો અને પોલીસ પર આ મામલે પક્ષપાતનો આરોપ લગાવ્યો હતો. જણાવ્યું હતું કે, પોલીસે હુમલો કરનાર મંત્રી સામે કાર્યવાહી કરવાને બદલે પીડિત યુવકને પકડી લીધો હતો. આ દરમિયાન લોકોએ BJP સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

આરોપ છે કે, કેબિનેટ મંત્રી અવાર-નવાર ઘણા લોકો સાથે ગેરવર્તન કરે છે. આ પહેલો કિસ્સો નથી. દર વખતે પોલીસ મંત્રીની આવી હરકતોને સમર્થન આપે છે. આ સમાચાર લખાય છે, ત્યાં સુધી પોલીસ કક્ષાએથી આ મામલે કોઈ પ્રતિક્રિયા મળી નથી.

ઋષિકેશમાં બનેલી આ ઘટનાને લઈને કોંગ્રેસ નેતા સૂર્યકાંત ધસમણાએ BJP પર નિશાન સાધ્યું અને તેમની હકાલપટ્ટીની માંગ કરી. કોંગ્રેસ નેતાએ આ મુદ્દે કહ્યું, 'રાજ્યની કાયદો અને વ્યવસ્થાની જવાબદારી જેના ખભા પર છે, જો તેઓ જ સામાન્ય જનતા સાથે આવી રીતે લડી રહ્યા છે, તો રાજ્યમાં કાયદાનું શાસન ક્યાં રહેશે. જો CM મંત્રી અગ્રવાલને કેબિનેટમાંથી બરતરફ નહીં કરે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે.'

About The Author

Related Posts

Top News

સલમાન ખાને 'કાલા હિરન' ફિલ્મના મેકર્સ વિરુદ્ધ શા માટે કોર્ટના દ્વાર ખટખટાવ્યા?

બોલિવૂડ અભિનેતા સલમાન ખાને તેની આગામી સૂચિત ફિલ્મ ‘કાલા હિરન: ધ બેટલ ફોર લેગસી’ ના નિર્માતાઓ વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અરજી...
Entertainment 
સલમાન ખાને 'કાલા હિરન' ફિલ્મના મેકર્સ વિરુદ્ધ શા માટે કોર્ટના દ્વાર ખટખટાવ્યા?

એક ખબર આવી અને શેરબજારમાં આજે રોકાણકારો 10 લાખ કરોડ કમાયા

સપ્તાહના આખરી ટ્રેડિંગ દિવસે શેરબજારમાં અદભુત તેજી જોવા મળી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતી થઈ હોવાના અહેવાલો વહેતા...
Business 
એક ખબર આવી અને શેરબજારમાં આજે રોકાણકારો 10 લાખ કરોડ કમાયા

TMC સાથે જે થઈ રહ્યું છે તે મહારાષ્ટ્રના DyCM શિંદે માટે કેમ સારું નથી?

પશ્ચિમ બંગાળના રાજકારણની અસર હવે મહારાષ્ટ્ર સુધી પહોંચી શકે છે. તૃણમૂલ કોંગ્રેસમાં થયેલા આ ભંગાણના કારણે મહારાષ્ટ્રના DyCM એકનાથ શિંદેની...
National 
TMC સાથે જે થઈ રહ્યું છે તે મહારાષ્ટ્રના DyCM શિંદે માટે કેમ સારું નથી?

બિહારના હોનહાર એન્જિનિયરો ખેતરની બરાબર વચ્ચે જ પુલ બનાવી દીધો

બિહારમાં પુલ બનાવવાથી લઈને તેમના તૂટી પડવા સુધીની અનેક ગેરરીતિઓ જોવા મળી છે. તેનું તાજેતરનું ઉદાહરણ છે પૂર્વ ચંપારણ જિલ્લામાં...
National 
બિહારના હોનહાર એન્જિનિયરો ખેતરની બરાબર વચ્ચે જ પુલ બનાવી દીધો
Copyright (c) Khabarchhe All Rights Reserved.