UP MLC ચૂંટણીમાં 5 સીટો પર યોજાયેલી ચૂંટણી, જાણો શું આવ્યું પરિણામ

ઉત્તર પ્રદેશમાં વિધાન પરિષદની 5 સીટો પર ચૂંટણીના પરિણામ આવી ગયા. 4 સીટો પર BJPએ જીત નોંધાવી છે. તેમજ એક સીટ અપક્ષના ખાતામાં ગઈ છે. જે સીટોના પરિણામો આવ્યા છે તેમાંથી ત્રણ સ્નાતક અને બે સીટો શિક્ષકોની છે. આ સીટો પર કુલ 44 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. વિધાન પરિષદ ચૂંટણીમાં સપાનું ખાતું પણ ના ખુલી શક્યું. બરેલી સીટ પર BJPએ રેકોર્ડ જીત મેળવી છે.

સ્નાતક કોટાની ગોરખપુર-ફૈઝાબાદ સીટ પર BJPના દેવેન્દ્ર પ્રતાપ સિંહે જીત મેળવી છે. બરેલી-મુરાદાબાદ સીટ પર હેટ્રિક લગાવતા ત્રીજીવાર BJPના જયપાલ સિંહ વ્યસ્તે જીત નોંધાવી છે. BJPએ આ સીટ સતત આઠમીવાર જીતી છે. કાનપુર-ઉન્નાવ સીટ પર BJPના અરૂણ પાઠકે જીત નોંધાવી છે. આ ત્રણેય MLC સીટો પહેલા પણ BJPની પાસે હતી અને પાર્ટીએ ફરી એકવાર પોતાનો દબદબો બનાવી રાખ્યો છે.

તેમજ, શિક્ષક કોટાની ઝાંસી-ઈલ્હાબાદ MLC સીટ પર BJP ઉમેદવાર બાબૂલાલ તિવારીને નિર્વાચિત જાહેર કરવામાં આવ્યા છે, જ્યાં શર્મા ગ્રુપનો પહેલા કબ્જો હતો. કાનપુર-ઉન્નાવ શિક્ષક કોટાની MLC સીટ પર અપક્ષ રાજ બહાદુર સિંહ ચંદેલની જીત નક્કી માનવામાં આવી રહી હતી. જોકે, હજુ આધિકારીક જાહેરાત બાકી છે.

વિધાન પરિષદ ચૂંટણીમાં મળેલી જીત પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અભિનંદન પાઠવ્યા. તેમણે કહ્યું કે, રાજ્ય વિધાન મંડળના ઉચ્ચ સદન માટે યોજાયેલી ચૂંટણીમાં BJP ઉમેદવારોને મળેલી આ જીત વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વવાળી ડબલ એન્જિન સરકાર પ્રત્યે અથાહ જન વિશ્વાસનો પ્રતીક છે. યૂપીના ડેપ્યૂટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું, શિક્ષક અને સ્નાતક MLC ચૂંટણી 2023માં BJP ઉમેદવારોને જીતના હાર્દિક અભિનંદન, બુદ્ધિજીવી વર્ગે 2024નો સંદેશ આપ્યો. મતદાતાઓ પ્રત્યે આભાર, કાર્યકર્તાઓને હાર્દિક અભિનંદન. તેમણે ટ્વિટ કરીને લખ્યું- હિંદુઓ અને રામચરિતમાનસ વિરોધી, અહંકારી અને ગુંડાગર્દી કરનારી સપાનો સફાયો, સમાપ્ત વાદી પાર્ટી બનશે સપા.

મહારાષ્ટ્રમાં પણ વિધાન પરિષદની 5 સીટો પર યોજાયેલી ચૂંટણીના પરિણામ આવી ગયા. તેમા મહારાષ્ટ્રમાં BJP- એકનાથ શિંદે જૂથની શિવસેનાને મોટો ઝટકો લાગ્યો છે. અહીં 5 સીટો પર યોજાયેલી ચૂંટણીમાં 3 પર વિપક્ષી મહાવિકાસ અઘાડીના ઉમેદવારોએ જીત મેળવી છે. તેમજ, માત્ર 1 સીટ BJPના ખાતામાં ગઈ, તો 1 સીટ અપક્ષના ખાતામાં ગઈ. મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની જે 5 સીટો પર ચૂંટણી યોજાઈ હતી, તેમાંથી ત્રણ શિક્ષક કોટાની (નાગપુર, કોંકણ અને ઔરંગાબાદ) સીટ પર ચૂંટણી યોજાઈ. જ્યારે સ્નાતક કોટાની બે સીટો (નાશિક, અમરાવતી) છે. તેના પર 30 જાન્યુઆરીએ મતદાન થયુ હતું.

About The Author

Related Posts

Top News

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

તેલંગાણાના નિર્મલ જિલ્લાના આ ચૂંટણીના સમાચાર સાબિત કરે છે કે, દરેક લોકોએ મત આપવો કેટલો મહત્વપૂર્ણ હોય છે. અહીં...
National 
પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.