'તેને કાં તો દફનાવી દો, કાં તો ગમે ત્યાં ફેંકી દો, તમારે જે કરવું હોય તે કરો...'; પ્રભાસ મંડલની માતાનો ગુસ્સો

પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લામાં બરુઈપુર બળાત્કાર અને હત્યા કેસના મુખ્ય આરોપી પ્રભાસ મંડલના પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયા પછી, પોલીસ તેના ઘરે પહોંચી. જ્યારે તેના પુત્રના મૃત્યુની જાણ થઈ, ત્યારે તેણે માત્ર હોસ્પિટલમાં જવાનો ઇનકાર કર્યો જ નહીં પરંતુ કહ્યું કે તે તેનો મૃતદેહ લેવા પણ નહીં જાય. તેણે પોલીસને કહ્યું, 'તેને લઈ જાઓ, દફનાવી દો, અથવા ગમે ત્યાં ફેંકી દો, તમારે જે કરવું હોય તે કરો.' તેણે કહ્યું કે તેના પુત્રએ જે કર્યું, તેનું તેને પરિણામ મળ્યું.

બરુઈપુરમાં સગીર છોકરી પર બળાત્કાર અને હત્યા કેસના આરોપી પ્રભાસ મંડલ બુધવારે વહેલી સવારે પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો. પોલીસનું કહેવું છે કે, આરોપી ક્રાઇમ સીન રિક્રિએશન દરમિયાન પોલીસકર્મીની બંદૂક છીનવીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પોલીસના વળતા જવાબમાં તેને ગોળી વાગી હતી અને હોસ્પિટલમાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ બાજુ, એન્કાઉન્ટર પછી, પ્રભાસ મંડલની માતા, સંધ્યા મંડલે, તેમના પુત્રના મૃત્યુ પર પ્રતિક્રિયા આપી હતી.

Prabhas-Mandal-Mother4
facebook.com

મીડિયા સૂત્રએ તેમનું નામ પુછતા તેમણે કહ્યું કે, સંધ્યા મંડલ. મીડિયા સૂત્રએ કહ્યું કે, જ્યારે પોલીસ ઘરે આવી ત્યારે શું થયું હતું? તેના પર તેની માતા એ કહ્યું કે, તેઓ આવ્યા અને મને પૂછ્યું, 'શું તમારા પુત્રનું નામ પ્રભાસ મંડલ છે?' મેં કહ્યું, 'હા.' પછી તેઓએ કહ્યું, 'તમારા પુત્રનું મૃત્યુ થયું છે. શું તમે તેને જોવા માંગો છો? તે હોસ્પિટલમાં છે, તમે તેને ત્યાં જઈને જોઈ શકો છો.'

માતાએ કહ્યું, પણ હું હવે તેને જોવા માંગતી નથી. તેની માતાએ આગળ કહ્યું, 'તેને જોઈને હું શું કરું? અને મારામાં ત્યાં જવાની તાકાત પણ નથી. મારું ગળું સુકાઈ ગયું છે... હું બરાબર બોલી પણ શકતી નથી. પોલીસે કહ્યું કે, તેના ID કાર્ડની જરૂર છે. મેં કહ્યું, 'જુઓ, મને ખબર નથી કે તેનું ID કાર્ડ ક્યાં છે.'

શું દીકરાના મોતનું તમને દુઃખ નથી? આવું પુછતા તેમણે કહ્યું કે, એક માતા તરીકે, તેને દુઃખ તો થાય છે. પણ હવે તે દુઃખનો કોઈ અર્થ નથી. તેણે જેવું કર્મ કર્યું છે, તેના કારણે તે મૃત્યુ પામ્યો, અને હું તે વાતથી સંતુષ્ટ છું.

મીડિયા સૂત્રએ તેમણે સવાલ કર્યો કે, અહીં કર્મ એટલે તે સગીર છોકરી પર થયેલી જબરજ્સ્તીની વાત કરો છો? તેના પર તેની માતા એ કહ્યું કે, તેણે ગમે તે કર્યું, તેના પરિણામે તેનું મૃત્યુ થયું, અને તે તેના માટે યોગ્ય થયું છે.

Prabhas-Mandal-Mother1
hindi.news18.com

શું તમે કે તમારા ઘરમાંથી કોઈ તેનો મૃતદેહ લેવા જશે કે કેમ?, તેના પર જવાબ આપ્યો કે, 'ના, કોઈ જશે નહીં, અને હું પણ નહીં જઈ શકું. હું તેનો મૃતદેહ લેવા જઈશ નહીં. હું તેને જોવા પણ માંગતી નથી. હું તેને બિલકુલ જોવા માંગતી નથી. તેને લઈ જાઓ, દફનાવી દો, ગમે ત્યાં ફેંકી દો, અથવા તમારે જે કરવું હોય તે કરો. અમારા તરફથી ત્યાં કોઈ જશે નહીં.'

આવું કહેતા મીડિયા સૂત્રએ કહ્યું કે, શું તમે તેના વર્તનથી દુઃખી હતા?, માતા એ કહું, 'જુઓ, હું તેના વિશે વધુ કહેવા માંગતી નથી. તે અમારી વાત સાંભળતો જ ન હતો. ખાસ કરીને તેની માતાની તો નહીં જ. તે નશો કરવાનો વ્યસની હતો. એટલા માટે, હવે મારે તેના વિશે કંઈ કહેવું નથી.'

પોલીસ તમને આવું કહેવા માટે ક્યારે આવી હતી, તેમણે કહ્યું કે, આજે સવારે, કદાચ 5:30 કે 6 વાગ્યે.

પશ્ચિમ બંગાળ પોલીસના જણાવ્યા અનુસાર, મંગળવાર અને બુધવારની મોડી રાત્રે લગભગ 12:45 વાગ્યે, બરુઈપુર પોલીસ સ્ટેશનના કેસ નં. 1350/26ના તપાસ અધિકારી, તેમની ટીમ સાથે, પ્રભાસ મંડલને સૂરજયાપુર હાટ લાવ્યા, જ્યાં ક્રાઇમ સીન રિક્રિયેટ કરવાનું હતું. પોલીસનો દાવો છે કે, ઘટનાસ્થળે પહોંચ્યા પછી, પ્રભાસ મંડલે અચાનક ફરજ પરના એક પોલીસ અધિકારી પાસેથી બંદૂક છીનવી લીધી. ત્યારપછી તેણે પોલીસ ટીમ પર એક રાઉન્ડ ગોળીબાર કર્યો અને ઘટનાસ્થળેથી ભાગવાનો પ્રયાસ કર્યો. પોલીસના જણાવ્યા અનુસાર, પોલીસે સ્વબચાવમાં વળતો ગોળીબાર કર્યો, જેમાં પ્રભાસ મંડલ ગંભીર રીતે ઘાયલ થયો. તેને તાત્કાલિક બરુઈપુર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.

Prabhas-Mandal-Mother6
aajtak.in

પ્રભાસ મંડલ 4 જુલાઈના રોજ એક સગીર છોકરી ગુમ થઈ ગઈ હતી તે કેસમાં મુખ્ય આરોપી હતો. બીજા દિવસે સૂરજયાપુર હાટ વિસ્તારમાં તેનો મૃતદેહ એક કોથળામાંથી મળી આવ્યો હતો. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે આક્રોશ ફેલાયો હતો. આ વિસ્તારમાં, ગુસ્સે ભરાયેલા ગ્રામજનોએ બરુઈપુર-જયનગર રોડ બ્લોક કરી દીધો હતો. અનેક સ્થળોએ ટાયરો સળગાવવામાં આવ્યા હતા અને પોલીસ વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. છોકરીનો મૃતદેહ મળ્યાના કલાકો પછી, ગુસ્સે ભરાયેલા ટોળાએ આ કેસમાં સંડોવણીની શંકામાં એક વ્યક્તિને માર મારીને હત્યા કરી દીધી હતી. ત્યાર પછી તેની ઓળખ ઇન્દ્રજીત મંડોલ તરીકે થઈ હતી.

પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં 3 લોકોની ધરપકડ કરી છે. વિગતવાર તપાસ કરવા માટે 6 સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે. SIT સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. પ્રભાસ મંડલના મૃત્યુ પછી, તપાસ હવે બાકીના આરોપીઓની ભૂમિકા અને કેસની આસપાસના અન્ય સંજોગો પર કેન્દ્રિત છે.

About The Author

Related Posts

Top News

તમિલનાડુમાં બીજા 10 ધારાસભ્યો રાજીનામું આપશે; CM વિજયની TVK બહુમતની નજીક

તમિલનાડુના રાજકારણમાં હાલમાં મોટી રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. CM C. જોસેફ વિજયના નેતૃત્વ હેઠળની શાસક તમિલનાડુ વેટ્રી કઝગમ (...
National 
તમિલનાડુમાં બીજા 10 ધારાસભ્યો રાજીનામું આપશે; CM વિજયની TVK બહુમતની નજીક

હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીમાં યુવા નેતાઓ આગલી હરોળમાં નેતૃત્વ કરી રહ્યા છે. સારી વાત છે...
Opinion 
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા

E20 પેટ્રોલ બંધ નહીં કરે સરકાર? કહ્યું- 1 લાખ કરોડ અને ખેડૂતો સાથે સંકળાયેલો છે આખો મામલો

E20 પેટ્રોલને લઇને રાષ્ટ્રવ્યાપી બહેસ વચ્ચે કેન્દ્ર સરકારે તેની ઇથેનોલ મિશ્રણ નીતિનો મજબૂત રીતે બચાવ કર્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી...
Business 
E20 પેટ્રોલ બંધ નહીં કરે સરકાર? કહ્યું- 1 લાખ કરોડ અને ખેડૂતો સાથે સંકળાયેલો છે આખો મામલો

‘…તો હું પગરખા પહેરવાનું છોડી દઈશ’ મંચ પર ભાજપના MLAના શપથથી CM પણ ક્ષોભનીયની સ્થિતિમાં મુકાયા

મધ્ય પ્રદેશમાં વિકાસ અને માર્ગ માળખાગત સુવિધાઓમાં સુધારાના દાવાઓ વચ્ચે શાસક ભાજપ નેતા સાથે સંકળાયેલી એક અનોખી ઘટનાએ વ્યાપક ચર્ચા...
Politics 
‘…તો હું પગરખા પહેરવાનું છોડી દઈશ’ મંચ પર ભાજપના MLAના શપથથી CM પણ ક્ષોભનીયની સ્થિતિમાં મુકાયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.