'ઈન્ડિયા' શબ્દ બદલીને ભારત કે હિન્દુસ્તાન કરવા પર જલદી લે નિર્ણય, દિલ્હી હાઈકોર્ટે કેન્દ્રને આપ્યા નિર્દેશ

કેન્દ્રને સંવિધાનમાં સંશોધન કરવા અને ઈન્ડિયા શબ્દને ભારત કે હિન્દુસ્તાન સાથે બદલવાની એક રજૂઆત પર વિચાર કરવા માટે સુપ્રીમ કોર્ટના આદેશનું ઝડપથી પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, કેન્દ્રના વકીલને સુપ્રીમ કોર્ટ દ્વારા પસાર કરાયેલા આદેશના તાત્કાલિક અનુપાલન માટે સંબંધિત મંત્રાલયોને યોગ્ય રૂપે અવગત કરાવવું જોઈએ. ન્યાયાધીશ સચિન દત્તાની ખંડપીઠે ઉપરોક્ત નિર્દેશ સાથે અરજીકર્તાને અરજી પાછી લેવાની મંજૂરી આપી હતી. અરજીકર્ત નમહાએ શરૂઆતમાં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી અને તેમાં પર સુપ્રીમ કોર્ટે વર્ષ 2020માં નિર્દેશ આપ્યો હતો કે અરજીને પ્રતિનિધિત્વના રૂપમાં લઈને યોગ્ય મંત્રાલયો દ્વારા વિચાર કરી શકાય છે.

Delhi-High-court
indianexpress.com

 

ત્યારબાદ અરજીકર્તા નમહાએ વરિષ્ઠ વકીલ સંજીવ સાગરના માધ્યમથી હાઈકોર્ટમાં અરજી કરીને અધિકારીઓને તેમની અરજી પર નિર્ણય લેવાનો નિર્દેશ આપવા વિનંતી કરી. તેના પર પીઠે મંત્રાલયને વહેલી તકે નિર્ણય લઈને અરજીકર્તાને જાણ કરવાનો નિર્દેશ આપ્યો. અરજીકર્તાએ શરૂઆતમાં સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો, જેણે 2020માં નિર્દેશ આપ્યો હતો કે અરજીને એક પ્રતિનિધિત્વ તરીકે ગણવામાં આવે, જે યોગ્ય મંત્રાલયો દ્વારા વિચાર કરી શકાય છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, અરજીકર્તા પાસે વર્તમાન અરજીના મધ્યમથી આ કોર્ટનો દરવાજો ખખડાવવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી કારણ કે અરજીકર્તાની અરજી પર લેવાયેલા કોઈપણ નિર્ણય બાબતે કેન્દ્ર તરફથી કોઈ અપડેટ નથી.

Delhi-High-court1
news18.com

 

અરજીમાં કહેવામાં આવ્યું છે કે અંગ્રેજી નામ ઈન્ડિયા દેશની સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતિનિધિત્વ કરતું નથી અને તેનું નામ બદલીને 'ભારત' કરવાથી નાગરિકોને ઔપનિવેશક બોજમાંથી મુક્તિ મેળવવામાં મદદ મળશે. એટલે અરજીમાં સંવિધાનના અનુચ્છેદ 1માં સુધારો કરવાની માગ કરવામાં આવી છે, જે સંઘના નામ અને ક્ષેત્ર સાથે સંબંધિત છે. તત્કાલીન ડ્રાફ્ટ બંધારણના અનુચ્છેદ 1 પર 1948ની સંવિધાન સભાની ચર્ચાનો સંદર્ભ આપીને, અરજીમાં કહેવામાં આવ્યું છે કે તે સમયે પણ દેશનું નામ 'ભારત' કે 'હિંદુસ્તાન' રાખવાના પક્ષમાં મજબૂત લહેર હતી. જો કે, હવે સમય આવી ગયો છે કે દેશને તેના મૂળ અને પ્રમાણિક નામ એટલે કે ભારતથી ઓળખવામાં આવે, ખાસ કરીને ત્યારે જ્યારે આપણા શહેરોનું નામ બદલીને ભારતીય લોકાચાર સાથે ઓળખ કરવામાં આવી રહી છે.

About The Author

Related Posts

Top News

ભાવનગર કો.ઓ બેંકમાં સગાઓને નોકરી આપી દીધી, યુવરાજ સિંહનો આરોપ

ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો. ઓ. બેંકમાં  80 ક્લાર્કની ભરતીમાં મોટું કૌભાંડ થયું હોવાનો ગુજરાતના વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આરોપ લગાવ્યો છે....
Education 
ભાવનગર કો.ઓ બેંકમાં સગાઓને નોકરી આપી દીધી, યુવરાજ સિંહનો આરોપ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે? એક ચોંકાવનારું નામ સામે આવ્યું

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું કોકડું છેલ્લાં 11 મહિનાથી ગુંચવાયેલું છે. આ વખતે ભાજપે ચૂંટણી કરીને રાષ્ટ્રીય અને પ્રદેશ પ્રમુખ બનાવવાનું નક્કી...
National 
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે? એક ચોંકાવનારું નામ સામે આવ્યું

સેબી ચેરમેને કહ્યું- શેરબજારમાં આ કારણોને લીધે જોખમ વધ્યું છે

સેબીના નવા ચેરમેન તુહિન કાંત પાંડેએ બિઝનેસ ટુડેના એક કાર્યક્રમમાં રોકાણકારોને એલર્ટ કર્યા છે. તેમણે કહ્યું કે, કેટલાંક ગ્લોબલ...
Business 
સેબી ચેરમેને કહ્યું- શેરબજારમાં આ કારણોને લીધે જોખમ વધ્યું છે

ધમાકેદાર બેટિંગ છતા રડ્યો 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી, IPL ડેબ્યૂમાં તોડ્યા 3 મોટા રેકોર્ડ

19 એપ્રિલની રાત IPL 2025 માટે ઐતિહાસિક હતી. 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી ટુર્નામેન્ટના ઇતિહાસમાં રમનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો....
Sports 
ધમાકેદાર બેટિંગ છતા રડ્યો 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી, IPL ડેબ્યૂમાં તોડ્યા 3 મોટા રેકોર્ડ
Copyright (c) Khabarchhe All Rights Reserved.