લગ્નના 24 કલાકમાં જ છૂટાછેડા! જાણો પૂણેના ડૉક્ટર દંપતી વચ્ચે એવું તે શું બન્યું કે આવો આકરો નિર્ણય લીધો

દુનિયામાં એક સામાન્ય માન્યતા ચાલતી આવી છે કે, પ્રેમ લગ્ન એકબીજાને સમજવાની સારી તક આપે છે. જોકે, પુણેમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જેમણે વર્ષો સુધી એકબીજાને પ્રેમ કર્યો, તો પણ એકબીજાને સમજી શક્યા નહીં, અહીં એક ઉચ્ચ શિક્ષિત દંપતીના કૃત્યોએ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે.

હિન્દુ ધર્મમાં લગ્નને સાત જન્મનું બંધન માનવામાં આવે છે. પરંતુ, પુણેમાં એક દંપતીના લગ્ન તો 24 કલાક પણ ટકી શક્યા નહીં. લગ્નના થોડા સમય પછી જ, દંપતીએ અલગ થવાનો નિર્ણય લઇ લીધો. લગ્નના સાત ફેરા ફર્યાના થોડા કલાકો પછી, તેઓએ કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી, અને હવે, 18 મહિના પછી, કોર્ટે તેમના છૂટાછેડાને મંજૂરી આપી દીધી છે.

Pune-Couple1
navbharattimes.indiatimes.com

લગ્ન થયા ત્યાં સુધી આ દંપતી વ્યવસાયે ડૉક્ટર હતા, પરંતુ તેમના લગ્ન પછી, પત્નીને તેના પતિ વિશે કંઈક એવું જાણવા મળ્યું જેનાથી તે સ્તબ્ધ થઈ ગઈ અને તેણે તરત જ સંબંધનો અંત લાવવાનો નિર્ણય લઇ લીધો.

મહિલાના વકીલે કોર્ટને જણાવ્યું કે, તે પ્રેમ લગ્ન હતા. લગ્ન પહેલાં, પતિએ પોતાને ડૉક્ટર તરીકે રજૂ કર્યો હતો. મહિલા પણ વ્યવસાયે ડૉક્ટર હતી. એટલા માટે તેઓએ એકબીજાને ડેટિંગ કરવાનું શરૂ કર્યું અને પછી લગ્ન કરી લીધા. જોકે, લગ્નની રાત્રે, તેના પતિએ ખુલાસો કર્યો કે તે ડૉક્ટર નથી, પરંતુ મર્ચન્ટ નેવીમાં કામ કરે છે.

મહિલાના જણાવ્યા મુજબ, 'મારા પતિએ મને કહ્યું હતું કે તે મર્ચન્ટ નેવીમાં કામ કરે છે અને તેની ફરજોને કારણે છ મહિના સુધી ઘરથી દૂર રહેવું પડતું હોય છે.' આ સત્ય જાણીને મહિલા ચોંકી ગઈ અને તરત જ તેના પતિથી અલગ થવાનો નિર્ણય લઇ લીધો.

Pune-Couple2
maharashtratimes.com

લગ્ન પછી દંપતી અલગ રહેવા લાગ્યા અને બીજા જ દિવસે છૂટાછેડા માટે અરજી કરી દીધી. જોકે, કાનૂની પ્રક્રિયા પૂર્ણ થવામાં 18 મહિના લાગ્યા, અને હવે કોર્ટે તેમના છૂટાછેડાને મંજૂરી આપી દીધી છે.

લગ્નના 24 કલાકની અંદર થયેલા આ દંપતીના છૂટાછેડાનું એક રસપ્રદ પાસું એ છે કે તેમને ફક્ત આઠ દિવસમાં છૂટાછેડા આપવામાં આવ્યા હતા. પુણે ફેમિલી કોર્ટના ન્યાયાધીશ B.D. કદમે આ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો.

છૂટાછેડા લીધેલ દંપતી સમાજના એક આદરણીય વર્ગમાંથી આવે છે. પતિ જહાજમાં ઉચ્ચ હોદ્દો ધરાવે છે, જ્યારે પત્ની વ્યવસાયે ડૉક્ટર છે. આ દંપતી ઘણા વર્ષો પહેલા મળ્યું હતું. તેમનું પ્રેમપ્રકરણ ચાલતું હતું, પ્રેમમાં પડ્યા હતા અને લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. તેઓના લગ્નમાં તેમના પરિવારો અને સંબંધીઓ સમારોહમાં હાજર રહ્યા હતા.

બીજા દિવસે સવારે, દંપતી વચ્ચે ઝઘડો થયો. ઝઘડો એટલો વધી ગયો કે છોકરી ઘર છોડીને ચાલી ગઈ. તેમણે અલગ રહેવાનું નક્કી કર્યું. મામલો કોર્ટમાં પહોંચ્યો. તેમણે વકીલની સલાહ લીધી અને છૂટાછેડા માટે અરજી કરી.

Pune-Couple3
ndtv.in

3 ડિસેમ્બરના રોજ, વકીલ રાની કાંબલે-સોનાવણેએ પરસ્પર સંમતિથી છૂટાછેડા માટે અરજી કરી. છૂટાછેડા માટે સામાન્ય રીતે છ મહિનાનો રાહ જોવાનો સમયગાળો જરૂરી છે, પરંતુ સુપ્રીમ કોર્ટના નિયમો અનુસાર, જો દંપતી 18 મહિનાથી વધુ સમયથી અલગ રહે છે તો આ સમયગાળો માફ કરી શકાય છે. કોર્ટે 10 ડિસેમ્બરના રોજ છૂટાછેડા મંજૂર કર્યા કારણ કે દંપતી દોઢ વર્ષથી અલગ રહેતા હતા અને પતિને તાત્કાલિક કામ માટે વિદેશ પ્રવાસ કરવાની જરૂર હતી.

આ અલગ રહેવા દરમિયાન, બંને પરિવારોએ તેમને સમજાવવાનો અને તેમના જીવનને ફરીથી એક કરવાનો પ્રયાસ કર્યો. જોકે, વૈચારિક મતભેદોને કારણે તેઓએ ફરીથી મળવાનો ઇનકાર કર્યો. આખરે, તેઓએ નક્કી કર્યું કે કાયદેસર રીતે સંબંધનો અંત લાવવાનો એકમાત્ર વિકલ્પ છે. છૂટાછેડાના વધતા જતા આ મામલાઓની સામે, એક નજીવા કારણોસર લગ્નજીવનની સુખી દુનિયા કાયમ માટે સમાપ્ત થઇ જાય છે તે હાલના સમયમાં ખુબ ચિંતાજનક બની રહ્યું છે.

About The Author

Related Posts

Top News

દેશમાં પહેલીવાર સુરત પોલીસે સાયબર સ્લેવરી પર વેબ સીરિઝ બનાવી

  સાયબર ક્રાઇમ સેલ સુરત સિટી દ્રારા સાયબર સ્લેવરી વેબસીરિઝ તૈયાર કરવામાં આવી છે અને સાયબર ફ્રોડના અવેરનેસ માટે એક14...
Gujarat 
દેશમાં પહેલીવાર સુરત પોલીસે સાયબર સ્લેવરી પર વેબ સીરિઝ બનાવી

દિલ્હીમાં એક દિવસનું હોટલનું ભાડું 32 લાખ સુધી કેમ પહોંચી ગયું?

દેશની રાજધાની દિલ્હીમાં લકઝુરિયસ હોટલોમાં રૂમના ભાવો ભડકે બળી રહ્યા છે. તેની પાછળનું કારણ એવું છે કે દિલ્હીના પ્રગતિ મેદાન...
National 
દિલ્હીમાં એક દિવસનું હોટલનું ભાડું 32 લાખ સુધી કેમ પહોંચી ગયું?

હવે માણસોની જેમ તમારી જમીનનું પણ બનશે ‘આધાર કાર્ડ’, એક નંબરથી પકડાઈ જશે અસલી માલિક!

ઘણી વાર જોવા મળે છે કે એક ઇંચ જમીન માટે પણ વર્ષો સુધી કોર્ટના ચક્કર લગાવવા પડે છે. ક્યારેક નકશાની...
National 
હવે માણસોની જેમ તમારી જમીનનું પણ બનશે ‘આધાર કાર્ડ’, એક નંબરથી પકડાઈ જશે અસલી માલિક!

15 વર્ષની ઉંમરે ઉઠાવી લઈ ગયા હતા ડાકુઓ, 65 વર્ષ બાદ ઘરે પરત ફરેલી મીઠાનીની કહાની

ઉત્તર પ્રદેશના હરદોઈથી એક ઈમોશનલ કહાની સામે આવી છે. 6 દાયકા અગાઉ ડાકુઓએ જે મહિલાનું અપહરણ કર્યું હતું તે આખરે ...
National 
15 વર્ષની ઉંમરે ઉઠાવી લઈ ગયા હતા ડાકુઓ, 65 વર્ષ બાદ ઘરે પરત ફરેલી મીઠાનીની કહાની
Copyright (c) Khabarchhe All Rights Reserved.