મને હળવાશથી ન લો, નહીં તો હું.. ', નાયબ મુખ્યમંત્રી શિંદેએ જણાવ્યું કે કોની તરફ હતો તેમનો ઈશારો

મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ એકનાથ શિંદે પોતાના એક નિવેદનને કારણે ચર્ચામાં છે. તેમણે કહ્યું હતું કે મને હળવાશથી ન લો, નહીં તો હું ગાડુ પલટી નાખીશ. હવે રાજકીય ગલિયારામાં અટકળો લગાવવામાં આવી રહી છે કે તેમણે આ ધમકીભર્યા શબ્દો કોને કહ્યા છે. શિવસેના (UBT) સાથે તેમની નારાજગી જૂની છે, પરંતુ આ દિવસોમાં તેઓ સત્તાધારી મહાયુતિ સરકારમાં પણ સહજ અનુભવી રહ્યા નથી. એટલે અનુમાન લગાવવું મુશ્કેલ બની રહ્યું છે કે તેમણે આ ધમકી ઉદ્ધવ ઠાકરેને આપી છે કે દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપને.

eknath-shinde2

મહારાષ્ટ્રના રાજકારણમાં ઓપરેશન ટાઈગરની ચર્ચા

દ્વારા ઉદ્ધવ ઠાકરેની પાર્ટીના લોકોને તોડવા માટે શિંદે તરફથી આ દિવસોમાં ઓપરેશન ટાઈગર શરૂ કરવામાં આવ્યું છે. આ ઓપરેશન હેઠળ, જે એક સમયે શિવસેનાનો ગઢ, કોંકણ સહિત રાજ્યના અન્ય ભાગોમાંથી ઘણા વરિષ્ઠ નેતાઓ, શિવસેના (UBT)થી અલગ થઈને શિંદે સાથે આવી રહ્યા છે. તેના પર ટિપ્પણી કરતા એક દિવસ અગાઉ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, આજકાલ મને એટલા ધક્કો મારવામાં આવી રહ્યા છે કે હું ધક્કા પુરુષ બની ગયો છું. પરંતુ જે દિવસે હું ધક્કો આપીશ, એ દિવસે સંભાળવાનો કોઈ અવસર નહીં મળે. આમ કહેતા ઉદ્ધવનો ઇશારો એકનાથ શિંદે તરફ જ હતો.

eknath-shinde

કોની તરફ હતો શિંદેનો ઈશારો?

શુક્રવારે નાગપુરમાં એક કાર્યક્રમ બાદ, જ્યારે એકનાથ શિંદેને તેમના નિવેદન બાબતે પૂછવામાં આવ્યું કે આ તેમણે કોના માટે આપ્યું છે, તો તેમણે કહ્યું કે, આ નિવેદન જેના માટે આપ્યું છે, તેઓ સમજી ચૂક્યા છે. તેમણે કહ્યું કે હું એક સામાન્ય કાર્યકર્તા છું. પરંતુ હું બાળાસાહેબ ઠાકરે અને આનંદ દિઘેનો કાર્યકર્તા છું. લોકોએ આ સમજી લેવું જોઈએ.

તેમણે કહ્યું કે, 2022માં જ્યારે હું સામાન્ય લોકોના મનની સરકાર લાવ્યો હતો, ત્યારે પોતાના પહેલા જ ભાષણમાં કહ્યું હતું કે દેવેન્દ્ર ફડણવીસ 200થી વધુ સીટો લઇને આવશે અને અમને 232 સીટો મળી છે. એટલે હું કહું છું કે મને હળવાશથી ન લો. જો કે, આમ કહેતા શિંદેએ સ્પષ્ટતા કરી નથી કે તેમણે કોની તરફ ઈશારો કરતા આ વક્તવ્ય આપ્યું છે. તેઓ ઘણા કારણોથી પોતાની સરકારથી અસંતુષ્ટ હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.

About The Author

Related Posts

Top News

ધમાકેદાર બેટિંગ છતા રડ્યો 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી, IPL ડેબ્યૂમાં તોડ્યા 3 મોટા રેકોર્ડ

19 એપ્રિલની રાત IPL 2025 માટે ઐતિહાસિક હતી. 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી ટુર્નામેન્ટના ઇતિહાસમાં રમનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો....
Sports 
ધમાકેદાર બેટિંગ છતા રડ્યો 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી, IPL ડેબ્યૂમાં તોડ્યા 3 મોટા રેકોર્ડ

‘રાજ ઠાકરે, મુંબઈ ગુજરાતીઓનું પણ છે- અમે પણ પેઢીદર પેઢી પસીનો વહાવ્યો છે

(ઉત્કર્ષ પટેલ) મુંબઈમાં માત્ર મરાઠી સમુદાય નહીં, પરંતુ ગુજરાતી અને પારસી સમુદાયોએ પણ ઊંડો અને મજબૂત પાયો નાંખ્યો છે....
Opinion 
‘રાજ ઠાકરે, મુંબઈ ગુજરાતીઓનું પણ છે- અમે પણ પેઢીદર પેઢી પસીનો વહાવ્યો છે

આ કંપની પર પહેલા SEBIની કાર્યવાહી, હવે સરકારની તપાસ શરૂ, શેર 3 મહિનામાં 85 ટકા તૂટ્યો

છેલ્લા કેટલાક દિવસોથી, નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રની કંપની જેનસોલ એન્જિનિયરિંગના શેર શેરબજારમાં સમાચારમાં છે. આખરે ચર્ચામાં હોય પણ કેમ નહીં...
Business 
આ કંપની પર પહેલા SEBIની કાર્યવાહી, હવે સરકારની તપાસ શરૂ, શેર 3 મહિનામાં 85 ટકા તૂટ્યો

8.75 કરોડના ખેલાડીએ 7 મેચમાં ફક્ત 87 રન કરતા બહાર બેસાડી દેવાયો

IPL 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે હવે ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર લિયામ લિવિંગસ્ટોનની હાજરી ચિંતાનો વિષય બની રહી છે. ...
Sports 
8.75 કરોડના ખેલાડીએ 7 મેચમાં ફક્ત 87 રન કરતા બહાર બેસાડી દેવાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.