મમ્મી-પપ્પા રડશો નહીં, મેં વિશાલને સાચો પ્રેમ કર્યો હતો, હું તેની પાસે...

ઉત્તર પ્રદેશના કાનપુરથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. શુક્લાગંજમાં બે દિવસ પહેલા પ્રેમીની આત્મહત્યાથી વ્યથિત પ્રેમિકાએ પણ રવિવારે હોટલના રૂમમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પોલીસને ઘટનાસ્થળેથી સ્યૂસાઈડ નોટ, દેશી દારૂની બોટલ અને બ્લેડ મળી આવી છે. 

સ્યૂસાઈડ નોટમાં લખ્યું છે કે, માતા-પિતા મને માફ કરી દો, હું તમારી સારી દીકરી ન બની શકી. મેં વિશાલને સાચો પ્રેમ કર્યો હતો, તેની સાથે લગ્ન પણ કર્યા છે અને હવે તેની પાસે જાઉં છું. મોહલ્લા અંબિકાપુરમના રહેવાસી રમેશ ચંદ્રાની પુત્રી માનસી (27) ઉન્નાવમાં ફાઇનાન્સ બેંકના લોન વિભાગમાં કામ કરતી હતી. 

રવિવારે તેનો મૃતદેહ પોનીરોડ પર ગુપ્તા માર્કેટ પાસે એક હોટલના રૂમમાં સીલિંગ ફેન સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. હોટલ મેનેજર કરુણા શંકર શુક્લાની સૂચના પર પોલીસ પહોંચી ત્યારે રૂમ અંદરથી બંધ હતો. પોલીસે રૂમનો દરવાજો તોડી લાશનો કબજો લીધો હતો. 

કોતવાલી પ્રભારી અવનીશ કુમાર સિંહે જણાવ્યું કે, હોટલમાં આપવામાં આવેલા IDના આધારે સંબંધીઓને માહિતી આપવામાં આવી હતી. પિતા રમેશ ચંદ્રાએ જણાવ્યું કે, માનસી દોઢ વર્ષ પહેલા NEETની પરીક્ષા દરમિયાન ગોવિંદનગરમાં રહેતા વિશાલ દુબેને મળી હતી. આ પછી બંને વચ્ચે નિકટતા વધી ગઈ હતી. 

તેણે કહ્યું કે, તે દીકરીના લગ્ન વિશાલ સાથે કરાવવા તૈયાર હતા, પરંતુ વિશાલના પરિવારના સભ્યો તૈયાર ન હતા. જેના કારણે વિશાલે 12 મેના રોજ ઘરમાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. માનસી રવિવારે એવું કહીને ઘરની બહાર નીકળી ગઈ હતી કે, તે વિશાલનો ચહેરો છેલ્લી વાર જોશે. આ પછી તેમને તેમના મૃત્યુની માહિતી મળી. 

બીજી તરફ પોલીસના જણાવ્યા અનુસાર, ડાબા હાથની નસમાં ઈજા થઈ હતી. આત્મહત્યા માટે બ્લેડ વડે નસ કાપવાનો પ્રયાસ કરાયો હોવાની આશંકા છે. જ્યારે, હોટેલ મેનેજર કહે છે કે છોકરી સવારે દસ વાગ્યે આવી હતી અને કોઈ મહેમાન આવવાનું છે, કહીને પાંચસો રૂપિયામાં રૂમ બુક કરાવ્યો હતો. કોતવાલી ઈન્ચાર્જે કહ્યું કે, માનસીના પરિવાર તરફથી કોઈ ફરિયાદ મળી નથી. 

મા-પાપા મને માફ કરો, હું તમારી સારી દીકરી ન બની શકી. તમે રડશો નહીં, હું તમને ખોટું બોલીને ઘરેથી નીકળી હતી, હું તેના વિના જીવી શકતી નથી, મને આખી દુનિયામાં તેના જેવો કોઈ મળશે નહીં. મારા પતિને તેની માતા ખાઈ ગઈ છે, મેં મારી પોતાની મરજીથી આત્મહત્યા કરી છે. હું કોઈના દબાણમાં નથી આવી, હું જઈ રહી છું મારા વિશાલ પાસે. 

About The Author

Top News

શું ધોની વગર ચેન્નાઈ સુપર કિંગ્સ કંઈ નથી? ક્યાં સુધી આવું ચાલશે?

મુઝ સે પહલે કિતને શાયર આયે ઔર આ કર ચલે ગયે, કુછ આંહે ભર કર લૌટ ગયે, કુછ...
Sports 
શું ધોની વગર ચેન્નાઈ સુપર કિંગ્સ કંઈ નથી? ક્યાં સુધી આવું ચાલશે?

મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન ફરી મુશ્કેલીમાં, આ વખતે મામલો 2000 કરોડનો

કથિત દારૂ કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસમાં લાંબા સમયથી જેલમાં રહેલા દિલ્હીના ભૂતપૂર્વ DyCM મનીષ સિસોદિયા અને ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન...
National 
મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન ફરી મુશ્કેલીમાં, આ વખતે મામલો 2000 કરોડનો

કુલદીપે રિંકુ સિંહને 2 વખત લાફા ઝીક્યા, મેચ બાદ થઈ ઘટના, જુઓ વીડિયો

દિલ્હી કેપિટલ્સ (DC) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે 29 એપ્રિલે અરુણ જેટલી સ્ટેડિયમમાં મેચ રમાઇ હતી. જ્યાં...
Sports 
કુલદીપે રિંકુ સિંહને 2 વખત લાફા ઝીક્યા, મેચ બાદ થઈ ઘટના, જુઓ વીડિયો

પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?

કાશ્મીરના પહેલગામની ઘટના પછી કોંગ્રેસના કેટલાંક નેતાઓ પોતાની જ પાર્ટીની ફજેતી કરી રહ્યા છે. કર્ણાટકના મુખ્યમંત્રી અને સિનિયર નેતા સિદ્ધાર્થ...
National 
પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.