2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

મુંબઈ એરપોર્ટ હાલના દિવસોમાંમાં તસ્કરી વેબ સીરિઝને કારણે ચર્ચામાં છે. આ વેબ સીરિઝમાં બતાવવામાં આવ્યું છે કે, લોકો અન્ય દેશોમાંથી સોનાની તસ્કરી કેવી રીતે કરે છે, જો કે, તેઓ પકડાય જાય છે. શુક્રવારે પણ કંઈક આવું જ બન્યું, જ્યારે મુંબઈમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ (DRI)એ આંતરરાષ્ટ્રીય કુરિયર દ્વારા સોનાની તસ્કરી કરવાનો પ્રયાસ નિષ્ફળ બનાવી દીધો. DRI મુંબઈ ઝોનની ટીમે 1.815 કિલોગ્રામ સોનું જપ્ત કર્યું, જેની અંદાજિત બજાર કિંમત લગભગ 2.89 કરોડ રૂપિયા છે. આ કેસના સંદર્ભમાં 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

smuggling
aninews.in

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, સોનાનો આ માલ સાઉદી અરેબિયાના રિયાધથી મુંબઈના ઇન્ટરનેશનલ કુરિયર ટર્મિનલ પર પહોંચ્યો હતો. ગુપ્ત માહિતીના આધારે DRIએ તપાસ માટે આ માલ અટકાવ્યો હતો. શરૂઆતી તપાસમાં કુરિયર પાર્સલ શંકાસ્પદ હોવાનું સામે આવ્યું. ત્યારબાદ અધિકારીઓએ પાર્સલની તપાસ કરતા સોનું જપ્ત કર્યું હતું.

DRI ટીમને તપાસ દરમિયાન પાર્સલમાં એક ગ્રાઇન્ડીંગ મશીન મળી આવ્યું હતું, જેના પર અધિકારીઓને શંકા હતી. જોકે, જ્યારે મશીન ખોલીને ગિયર તોડવામાં આવ્યા, ત્યારે અંદરથી 32 સોનાના ટુકડા મળી આવ્યા હતા. સોનું એવી રીતે છુપાવવામાં આવ્યું હતું કે કોઈને ખબર પણ ન પડે. ટીમે તાત્કાલિક સોનું જપ્ત કરી લીધું હતું.

smuggling1
x.com/ians_india

સાથે જ યુવક અને તેના સાથી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. બંને આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે, જેથી તસ્કરીના સમગ્ર નેટવર્ક અને તેમાં સામેલ અન્ય વ્યક્તિઓનો પર્દાફાશ થાય. આરોપીઓમાંથી એક કુરિયર કન્સાઇન્મેન્ટ મેળવવા માટે પહોંચ્યો હતો, જ્યારે બીજો કન્સાઇન્મેન્ટના ક્લિયરન્સ માટે KYC દસ્તાવેજોની વ્યવસ્થા કરવામાં સામેલ હતો. એજન્સી એ પણ તપાસ કરી રહી છે કે શું સોનું કે અન્ય કિંમતી ધાતુઓ પહેલા પણ આ પ્રકારે કુરિયર દ્વારા ભારતમાં મોકલવામાં આવી હતી કે નહીં. હાલમાં તપાસ ચાલી રહી છે.

About The Author

Related Posts

Top News

નથુરામ ગોડસે નાટકનો ડિરેક્ટર બોલ્યો- દરેક વસ્તુની બે બાજુ હોય, અમે ગોડસેનો દૃષ્ટિકોણ બતાવવા માંગીએ છીએ

7 ફેબ્રુઆરીએ રાજકોટમાં જાણીતા અને પ્રતિષ્ઠિત 'હેમુ ગઢવી હોલ'  ખાતે આજે રાત્રે 'હું નથુરામ ગોડસે' નામના...
Gujarat 
નથુરામ ગોડસે નાટકનો ડિરેક્ટર બોલ્યો- દરેક વસ્તુની બે બાજુ હોય, અમે ગોડસેનો દૃષ્ટિકોણ બતાવવા માંગીએ છીએ

દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના સાબરકાંઠામાં ડિટર્જન્ટ, યુરિયા અને અન્ય રસાયણોનો ઉપયોગ કરીને નકલી દૂધ અને છાશ બનાવતી એક ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો...
Gujarat 
દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

ભાવનગર જિલ્લાના વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણે આઠ વર્ષ પહેલાં પ્રાકૃતિક ખેતી અપનાવીને એક અલગ જ માર્ગ પસંદ કર્યો. રાસાયણિક...
Gujarat 
ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લામાંથી સામે આવેલો આ કિસ્સો થ્રીલર ફિલ્મ જેવો લાગે છે, પરંતુ વાસ્તવમાં તે એક એવું નાટક...
National 
નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.