આ રાજ્યમાં સરકારે તમાકુ પર મૂકી દીધો પ્રતિબંધ

ઓડિશા સરકારે રાજ્યવ્યાપી સ્તર પર તમાકુ અથવા નિકોટિન યુક્ત તમામ ખાદ્ય ઉત્પાદનોના ઉત્પાદન, પ્રક્રિયા, પેકેજિંગ, સંગ્રહ, પરિવહન, વિતરણ અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. આ પ્રતિબંધમાં ગુટખા, પાન-મસાલા, ઝરદા, તંબાકુ, સુગંધિત અથવા સ્વાદયુક્ત ચાવવા યોગ્ય ઉત્પાદનો, તેમજ કોઈ પણ એવો પદાર્થ જેમાં તમાકુ અથવા નિકોટિન સામેલ હોય, પછી તેઓ પેકેટબંધ હોય, છૂટક વેચવામાં આવતા હોય કે પછી કોઈ અન્ય ખાદ્ય વસ્તુઓ સાથે મિશ્રણ કરીને વેંચવામાં આવતા હોય.

Tobacco-and-Nicotine-Products1
cnbctv18.com

આ પ્રતિબંધ ઉત્પાદનના માર્કેટિંગ નામ અથવા બ્રાન્ડથી એકદમ સ્વતંત્ર છે. ઓડિશા સરકારે નાગરિકોને આ પ્રતિબંધનું સંપૂર્ણ પાલન કરવા અને સ્વસ્થ, તમાકુ મુક્ત ઓડિશામાં સક્રિયપણે યોગદાન આપવાની અપીલ કરી છે. નિયમોનું કડક પાલન સુનિશ્ચિત કરવા માટે ખાસ ટીમની રચના કરવામાં આવી છે. આ પગલું ન માત્ર મૌખિક કેન્સર જેવી બીમારીઓને રોકવામાં મદદ કરશે, પરંતુ ભાવિ પેઢીઓના સ્વાસ્થ્યનું રક્ષણ પણ કરશે.

આ નિર્ણય ભારતની સુપ્રીમ કોર્ટના નિર્દેશોના અનુપાલનમાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે અગાઉ ગુટખા અને તમાકુ-નિકોટીનયુક્ત પાન મસાલાના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધનો કડક અમલ કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે જોયું કે ઘણા વિક્રેતાઓ પાન-મસાલા અને તમાકુને અલગ-અલગ પેકેટમાં વેચીને પ્રતિબંધનો ભંગ કરી રહ્યા છે, જેના કારણે ગ્રાહકો સરળતાથી તેને મળાવીને ગુટખા બનાવી લેતા હતા. રાજ્ય સરકારે આ વધતી જતી સમસ્યાને જોતા, અગાઉના 2013ના પ્રતિબંધને મજબૂત બનાવ્યો અને હવે તેનો સંપૂર્ણ અમલ લાગૂ કરી દીધો છે. આ પ્રતિબંધ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ રેગ્યુલેશન્સ, 2011ની કલમ 2.3.4 હેઠળ લાગૂ કરવામાં આવ્યો છે.

Tobacco-and-Nicotine-Products3
odishabytes.com

ઓડિશાના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જાહેર કરાયેલ એક સૂચનામાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ધુમાડા રહિત તંબાકુ (સ્મોકલેસ ટોબેકો)ના વ્યાપક ઉપયોગ, જેમ કે પાન-મસાલા, સોપારી, સોપારી, ચૂનો અને સુગંધિત મસાલા સાથે મિશ્રિત, સાર્વજનિક સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ છે. તે ખાસ કરીને બાળકો, કિશોરો અને યુવાનો માટે ઘાતક સાબિત થાય છે. નોંધનીય છે કે આ પ્રતિબંધ ગ્લોબલ એડલ્ટ ટોબેકો સર્વેના બીજા રાઉન્ડ બાદ લગાવવામાં આવ્યો છે, જેમાં જાણવા મળ્યું છે કે ઓડિશાની 42% પુખ્ત વસ્તી ધુમાડા રહિત તમાકુનો ઉપયોગ કરે છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતા લગભગ બમણો છે.

About The Author

Related Posts

Top News

વડોદરામાં હિન્દુ ડૉક્ટર યુવતી સાથેના લગ્નનું નકલી સર્ટિફિકેટ રજૂ કર્યું, માતા બોલી- દીકરી પાછી લાવી આપો

વડોદરા જિલ્લામાંથી લવ-જેહાદનો મામલો સામે આવ્યો છે. કરજણ તાલુકાના કિયા ગામના ફૈઝલ મજીદ દિવાન નામના યુવક સામે જંબુસરની હિન્દુ ડૉક્ટર...
Gujarat 
વડોદરામાં હિન્દુ ડૉક્ટર યુવતી સાથેના લગ્નનું નકલી સર્ટિફિકેટ રજૂ કર્યું, માતા બોલી-  દીકરી પાછી લાવી આપો

મિત્રને ભાઈ માની ઘરે લાવતો, પત્નીને જ ફસાવી લીધી, હવે પત્ની પ્રેમી કે પતિ કોઈને છોડવા તૈયાર નથી, ત્રણેયને સાથે રહેવું છે પણ...

બધાએ આ કહેવત સાંભળી હશે- ‘જો મિયાં બીબી રાજી, તો ક્યાં કરે કાઝી?’ જોકે, ઉત્તર...
National 
મિત્રને ભાઈ માની ઘરે લાવતો, પત્નીને જ ફસાવી લીધી, હવે પત્ની પ્રેમી કે પતિ કોઈને છોડવા તૈયાર નથી, ત્રણેયને સાથે રહેવું છે પણ...

CM વિજયે પણ મફત આપવાનું શરૂ કર્યું, વર્ષમાં 3 મફત સિલિન્ડર, મફત બસ મુસાફરી અને...

તમિલનાડુ સરકાર તરફથી સતત મફત લાભો આપતી કલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરવામાં આવી રહી છે. મફત યોજનાઓની આ યાદીમાં ઘણી નવી...
Politics 
CM વિજયે પણ મફત આપવાનું શરૂ કર્યું, વર્ષમાં 3 મફત સિલિન્ડર, મફત બસ મુસાફરી અને...

મહિલાએ પતિથી છુપાવીને 8 વર્ષમાં 12 લાખ રૂપિયા ભેગા કર્યા; પણ ઉંદરો નોટો કાતરી ગયા!

ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો...
National 
મહિલાએ પતિથી છુપાવીને 8 વર્ષમાં 12 લાખ રૂપિયા ભેગા કર્યા; પણ ઉંદરો નોટો કાતરી ગયા!

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.