- National
- ખેડૂતો વહેલી સવારથી લાઈન લગાવે છે છતાં ખાતર મળતું નથી, કોંગ્રેસના નેતાએ લો*હીથી CMને પત્ર લખ્યો!
ખેડૂતો વહેલી સવારથી લાઈન લગાવે છે છતાં ખાતર મળતું નથી, કોંગ્રેસના નેતાએ લો*હીથી CMને પત્ર લખ્યો!
મધ્યપ્રદેશના સતના જિલ્લામાં ખાતરની અછતનો મુદ્દો ગરમાયો છે. આખો દિવસ લાઇનમાં ઉભા રહેવા છતાં લોકોને સરળતાથી ખાતર મળી શકતું નથી. જેના કારણે ખેડૂતો નારાજ છે. આ અંગે કોંગ્રેસના ખેડૂત નેતાએ લોહીથી CMને પત્ર લખ્યો છે.
મધ્યપ્રદેશના સતના જિલ્લામાં ખાતરની અછત અને કાળાબજારે ખેડૂતોને દુઃખી કર્યા છે. આ ગંભીર સમસ્યાને ઉજાગર કરતા કોંગ્રેસ કિસાન મોરચાના નેતા આશુતોષ દ્વિવેદીએ ખેડૂતોની પીડા વ્યક્ત કરી છે. તેમણે CM ડૉ. મોહન યાદવને લોહીથી પત્ર લખ્યો છે. જેમાં ખાતર અંગે કાળાબજાર અને નફાખોરી સહિતની તમામ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ખેડૂત કોંગ્રેસના નેતા આશુતોષ દ્વિવેદીએ એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં તેઓ સિરીંજમાંથી પોતાનું લોહી કાઢીને મોરના પીંછાથી લખતા જોવા મળે છે. ખેડૂત નેતાએ કહ્યું કે, હું મારા લોહીથી પત્ર લખી રહ્યો છું અને CMને સતના જિલ્લામાં ખાતરની અછત પર ધ્યાન આપવાની અપીલ કરી રહ્યો છું. આ ફક્ત એક પત્ર નથી, પરંતુ ખેડૂતોનું દર્દ અને તેમનો ગુસ્સો છે.
દ્વિવેદીએ પત્રમાં લખ્યું છે કે, સતના જિલ્લામાં ખાતરની 'ખુબ જ અછત' છે. ખેડૂતો સવારથી સાંજ સુધી ખાતર કેન્દ્રોની બહાર લાંબી લાઈન લગાવીને ઉભા રહે છે, પરંતુ તેમને ખાલી હાથે પાછા ફરવું પડે છે. તેમણે આરોપ લગાવ્યો કે, સફેદ કોલર નેતાઓ અને તેમના સમર્થકો વહીવટ અને કર્મચારીઓની મદદથી વાહનોમાં ખાતરનો મોટો જથ્થો લઈ જઈ રહ્યા છે. જ્યારે ગરીબ અને જરૂરિયાતમંદ ખેડૂતોને આમ તેમ ભટકવાની ફરજ પડી રહી છે.
આ ઉપરાંત, કોંગ્રેસના ખેડૂત નેતા આશુતોષે સરકાર અને વહીવટ પર ખાતર વિતરણના ગેરવહીવટનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, એક તરફ મહિલાઓ અને બાળકો કલાકો સુધી લાઇનમાં ઉભા રહે છે, જ્યારે બીજી તરફ ઓળખીતા અને લાગતાવળગતા લોકોને સરળતાથી ખાતર મળી રહ્યું છે.
https://www.instagram.com/reel/DOX4oBFkelE/
આવી સ્થિતિમાં, CMને આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરવા અને કાળા બજારિયાઓ સામે કડક કાર્યવાહી કરવા વિનંતી છે. તેમણે કહ્યું કે, જો પરિસ્થિતિ ટૂંક સમયમાં નહીં સુધરશે તો ખેડૂતો રસ્તા પર ઉતરવા મજબૂર થશે.

