પહેલા લગ્ન કરી વહુ બનતી, પછી બધું લઈને ભાગી જતી..., કોણ છે આ શિવન્યા

ઉત્તર પ્રદેશના રામપુર પોલીસે એક લૂંટેરી દુલ્હનની ધરપકડ કરી છે, જેની વાર્તા કોઈ ફિલ્મી કહાની જેવી લાગે છે. એક નિર્દોષ હાસ્ય, સીધી સરળ વાતચીત અને 'ઘરેલુ પુત્રવધૂ' જેવા લક્ષણ... આ તેના હથિયારો હતા. તેનું નામ શિવન્યા હતું. પરંતુ હકીકતમાં, આ યુવતી લગ્નના નામે છેતરપિંડી કરતી હતી. તેની ગેંગે લોકોની લાગણી સાથે રમત રમીને તેમની પાસેથી પૈસાની છેતરપિંડી કરી હતી.

આ આખો મામલો રામપુર જિલ્લાના પટવાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બન્યો હતો. એક યુવકે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યું હતું કે તેના લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી અને એક યુવતીના પરિવાર સાથે વાટાઘાટો પૂર્ણ થઈ ચુકી હતી. લગ્ન પહેલા, એક સમારોહ યોજાયો હતો તેમાં યુવતી અને તેના પરિવારે હાજરી આપી, રીતિ રિવાજ મુજબ વિધિઓ કરી અને હસી ખુશીથી ફોટો પણ પડાવ્યા... અને આ દરમિયાન, ખર્ચના નામે યુવકના પરિવાર પાસેથી રૂ. 1,77,000 લેવામાં આવ્યા હતા. બધું સામાન્ય રીતે ચાલી રહ્યું હતું, પરંતુ લગ્નની તારીખ નક્કી થયા પછી, દુલ્હન અને તેના પરિવારના ફોન બંધ થઈ ગયા.

જ્યારે પરિવારે તપાસ કરી, ત્યારે તેમને ખબર પડી કે યુવતીનું સરનામું અને ઓળખ બધું જ નકલી હતું. આ કેસ સીધી રીતે લૂંટેરી દુલ્હનની ગેંગ સાથે જોડાયેલો હોવાનું જણાયું. પોલીસે તાત્કાલિક FIR નોંધી અને ત્રણ આરોપીઓ સામે કેસ દાખલ કર્યો.

Patwai-Police-Station

પોલીસ અને આરોપીઓ વચ્ચે ઘણા મહિનાઓ સુધી ઉંદર-બિલાડીની રમત રમાઈ. વારંવાર સ્થાન બદલવામાં માહિર આ ગેંગ સંભલ, મુરાદાબાદ અને રામપુર વચ્ચે ફરતી રહી. અંતે, પોલીસને સફળતા મળી, અને શિવન્યાને તેના સાથી નીતિન ઉર્ફે અનિકેત સાથે ધરપકડ કરવામાં આવી.

ધરપકડ કરાયેલી યુવતી અને તેનો સાથી સંભલ જિલ્લાના રહેવાસી હોવાનું કહેવાય છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, આ જોડીએ માત્ર રામપુરમાં જ નહીં, પરંતુ મુરાદાબાદ સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ આવી જ છેતરપિંડી કરી હતી.

અધિક પોલીસ અધિક્ષક અનુરાગ સિંહે જણાવ્યું હતું કે, આ કેસ સંપૂર્ણપણે છેતરપિંડીનો હતો. આરોપી યુવક અને યુવતી લગ્નના બહાને લોકોને ફસાવતા હતા, તેમની પાસેથી પૈસા પડાવતા હતા અને પછી લગ્ન પહેલા જ ભાગી જતા હતા. ASPના જણાવ્યા મુજબ, તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે, આ ગેંગે અન્ય ઘણી જગ્યાએ પણ આવી જ રીતે લોકોને પોતાના શિકાર બનાવ્યા હતા.

આ ગેંગે ઘણું સમજી વિચારીને આવી છેતરપિંડીનું આયોજન કર્યું હતું. પહેલા તેઓ લગ્ન કરવા યોગ્ય યુવાનના પરિવારનો સંપર્ક કરતા, તેને છોકરીના ફોટા અને નકલી કૌટુંબિક કાગળો બતાવતા પછી, સંબંધ નક્કી કર્યા પછી, તેઓ 'લગ્નની તૈયારીઓ' અને 'રીતિ રિવાજ'ના બહાને પૈસા પડાવતા. જેવી લગ્નની તારીખ નજીક આવતી, ફોન બંધ થઈ જતા, ઘર ખાલી થઈ જતું અને છેતરપિંડી કરનારાઓ ગાયબ થઈ જતા.

Rampur-Bride-Shivanya-2

શિવન્યાની ધરપકડથી આ ગેંગનો પર્દાફાશ તો થયો જ છે, પરંતુ એ પણ સ્પષ્ટ થયું કે, આ પ્રકારની ઓનલાઈન અને ઓફલાઈન 'લગ્ન કરી છેતરપિંડી કરનારી' ગેંગ સક્રિય છે, જે વિશ્વાસને હથિયાર બનાવીને, લોકોની લાગણી અને કમાણી બંનેની સાથે રમત રમી રહ્યા હતા.

રામપુર પોલીસે હાલમાં બંને આરોપીઓ સામે કાર્યવાહી શરૂ કરી છે. તેમના અન્ય સાથીદારોની શોધ ચાલુ છે. તપાસ અધિકારીના જણાવ્યા મુજબ, આ ગેંગના બેંક એકાઉન્ટ્સ, મોબાઈલ ડેટા અને સોશિયલ મીડિયા પ્રોફાઇલની પણ તપાસ કરવામાં આવી રહી છે, જેથી અત્યાર સુધીમાં કેટલા લોકો સાથે છેતરપિંડી થઈ છે તે નક્કી કરી શકાય.

About The Author

Related Posts

Top News

PM મોદી, શાહ અને સંઘવીની ત્રિપુટીનું ગુજરાતમાં અતિક્રમણ વિરોધી અભિયાન

(ઉત્કર્ષ પટેલ) ગુજરાત સરકારે 2025માં અતિક્રમણ વિરોધી અભિયાનને મહત્ત્વ આપ્યું જેમાં સોમનાથ, દ્વારકા અને અમદાવાદ જેવા વિસ્તારોમાં ગેરકાયદેસર મસ્જીદો...
Opinion 
PM મોદી, શાહ અને સંઘવીની ત્રિપુટીનું ગુજરાતમાં અતિક્રમણ વિરોધી અભિયાન

9.90 લાખનો કોન્ટ્રાક્ટ લઈ 50 હજારની પ્રતિમા મૂકી દીધી, કલેક્ટર-ધારાસભ્ય ઉદ્ઘાટન પણ કરીને જતા રહ્યા

મધ્ય પ્રદેશના ખરગોનમાં આદિવાસી નેતા અને સ્વાતંત્ર્ય સેનાની તાંત્યા મામા ભીલની પ્રતિમા સ્થાપિત કરવામાં ભ્રષ્ટાચારનો એક મામલો સામે આવ્યો છે....
National 
9.90 લાખનો કોન્ટ્રાક્ટ લઈ 50 હજારની પ્રતિમા મૂકી દીધી, કલેક્ટર-ધારાસભ્ય ઉદ્ઘાટન પણ કરીને જતા રહ્યા

શ્રી સમસ્ત લેઉવા પટેલ કાપડિયા પરિવારનું 31મો સ્નેહમિલન સમારોહ

શ્રી સમસ્ત લેઉવા પટેલ કાપડિયા  પરિવાર દ્વારા આયોજિત 31મો સ્નેહમિલન સમારોહ ભવ્ય આયોજન અને ઉત્સાહપૂર્ણ માહોલ વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થયો....
Gujarat 
શ્રી સમસ્ત લેઉવા પટેલ કાપડિયા પરિવારનું 31મો સ્નેહમિલન સમારોહ

પહેલા લગ્ન કરી વહુ બનતી, પછી બધું લઈને ભાગી જતી..., કોણ છે આ શિવન્યા

ઉત્તર પ્રદેશના રામપુર પોલીસે એક લૂંટેરી દુલ્હનની ધરપકડ કરી છે, જેની વાર્તા કોઈ ફિલ્મી કહાની જેવી લાગે છે. એક...
National 
પહેલા લગ્ન કરી વહુ બનતી, પછી બધું લઈને ભાગી જતી..., કોણ છે આ શિવન્યા

Opinion

PM મોદી, શાહ અને સંઘવીની ત્રિપુટીનું ગુજરાતમાં અતિક્રમણ વિરોધી અભિયાન PM મોદી, શાહ અને સંઘવીની ત્રિપુટીનું ગુજરાતમાં અતિક્રમણ વિરોધી અભિયાન
(ઉત્કર્ષ પટેલ) ગુજરાત સરકારે 2025માં અતિક્રમણ વિરોધી અભિયાનને મહત્ત્વ આપ્યું જેમાં સોમનાથ, દ્વારકા અને અમદાવાદ જેવા વિસ્તારોમાં ગેરકાયદેસર મસ્જીદો, દરગાહો...
PM મોદી અને યોગીએ ક્યારેય તેમની રાજકીય શક્તિનો લાભ તેમના પરિવારને આપ્યો નથી
ગુજરાતની રાજનીતિમાં યુવા તીકડીનું નવું સમીકરણ: વરુણ પટેલ, ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા
શું ગુજરાતમાં સરકારી અધિકારીઓ ચૂંટાયેલા રાજકારણીઓને નથી ગાંઠતા?
આજે ગર્વ સાથે આપણે સોમનાથ પર થયેલા પ્રથમ આક્રમણના એક હજાર વર્ષ પૂર્ણ થવાના અવસર પર 'સોમનાથ સ્વાભિમાન પર્વ' મનાવી રહ્યા છીએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.