આ CM માટે અમિત શાહે કહ્યું- ભાજપના દરવાજા હંમેશાં તેમના માટે બંધ

ગૃહમંત્રી અમિત શાહે બિહારના પશ્ચિમ ચંપારણમાં જનસભાને સંબોધી હતી. આ દરમિયાન નીતીશ કુમાર અને તેમની રાજ્ય સરકાર પર જોરદાર નિશાન સાધતા તેમણે કહ્યું કે નીતીશ માટે ભાજપના દરવાજા બંધ થઈ ગયા છે. તેમણે કહ્યું કે બિહારમાં કાયદો અને વ્યવસ્થા નિષ્ફળ ગઈ છે. અમિત શાહે કહ્યું કે નીતીશ કુમાર દર ત્રણ વર્ષે PM બનવાનું સપનું જુએ છે. નીતીશ વિકાસવાદીમાંથી તકવાદી બન્યા.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નકલી દારૂના મુદ્દે પણ બિહારના સીએમ નીતીશ કુમાર પર નિશાન સાધ્યું. પોતાના સંબોધનમાં કહ્યું કે નીતીશ કુમાર દર ત્રણ વર્ષે વડાપ્રધાન બનવાનું સપનું જુએ છે. તેમણે કહ્યું કે દારૂ પર પ્રતિબંધ લગાવવો ઠીક છે, પરંતુ બિહારમાં નકલી દારૂ પીવાથી લોકોના મોત થઈ રહ્યા છે અને નીતીશ કુમાર આંખો બંધ કરીને બેઠા છે. તેઓ નકલી દારૂના વેચાણને રોકવામાં નિષ્ફળ રહ્યા છે.

પશ્ચિમ ચંપારણમાં એક જાહેર રેલીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે નીતીશ બાબુ વડાપ્રધાન બનવા માટે વિકાસવાદીમાંથી તકવાદી બન્યા, કોંગ્રેસ અને આરજેડીમાં ગયા. નીતીશ બાબુની વડાપ્રધાન બનવાની મહત્વાકાંક્ષાએ બિહારનું વિભાજન કર્યું છે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે ગુનાખોરી ફરી વધી રહી છે. હત્યા, અપહરણ, લૂંટના કિસ્સાઓ રોજેરોજ આવી રહ્યા છે, બોલતા પત્રકારોની હત્યા શરૂ થઈ ગઈ છે. પીએફઆઈ જેવી સંસ્થાઓ બિહારમાં પોતાનો પગપેસારો કરી રહી હતી, નીતિશ બાબુ ચૂપ હતા. PFI પર પ્રતિબંધ મૂકીને આખા દેશને સુરક્ષિત કરવાનું કામ મોદીજીએ કર્યું છે.

અમિત શાહે કહ્યું કે નેપાળની સરહદો પર ડેમોગ્રાફી બદલવામાં આવી રહી છે. જેઓ તેને બદલવાનું કામ કરે છે તેમને રોકવાની હિંમત નીતીશબાબુમાં નથી. અમિત શાહે ભારપૂર્વક કહ્યું કે મોદીજીને PM બનાવો, અમે અંગદના પગની જેમ ડેમોગ્રાફી બદલવાનું કામ રોકીશું. અમિત શાહે કહ્યું કે નીતીશે તેજસ્વીને સીએમ બનાવવાનું વચન આપ્યું હતું, હું નીતીશજીને કહીશ કે લોકશાહીમાં પારદર્શિતા હોવી જોઈએ.

About The Author

Related Posts

Top News

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

તેલંગાણાના નિર્મલ જિલ્લાના આ ચૂંટણીના સમાચાર સાબિત કરે છે કે, દરેક લોકોએ મત આપવો કેટલો મહત્વપૂર્ણ હોય છે. અહીં...
National 
પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.