ફ્રાન્સના યુટ્યુબરે ભારતીય ટ્રેનમાં દેખાડ્યા ઉંદરો અને વંદા; બોલ્યો- મેન્ટલી પરેશાન થઈ ગયો છું, હવે...

આપણાં બધાને ટ્રેનની મુસાફરી ખૂબ ગમે છે અને તેની સાથે ઘણી યાદો જોડાયેલી હોય છે, પરંતુ આજે અમે તમને એક ફ્રાન્સીસી ટૂરિસ્ટ બાબતે વાત કરવા જઈ રહ્યા છીએ, જેણે પોતાની યુટ્યુબ ચેનલ પર ભારતીય ટ્રેનમાં 46 કલાક સુધી મુસાફરી કરવાનો અનુભવ શેર કર્યો છે. જેને જાણીને તમને ખૂબ જ હેરાની થશે. ફ્રાન્સીસી ટૂરિસ્ટનું નામ વિક્ટર બ્લાહો છે અને તે એક યુટ્યુબ ચેનલ ચલાવે છે.

તેણે કહ્યું કે ભારતભરમાં 46 કલાકની કષ્ટદાયક રેલ યાત્રાનો અનુભવ બિલકુલ સારો નહોતો. આ યાત્રાએ તેના શરીરને તોડીને રાખી દીધું છે અને મને ઘરે પાછા ફરવા મજબૂર કરી દીધો છે. એક ફ્રાન્સીસી પર્યટક ભારતભરમાં 46 કલાકની કષ્ટદાયક રેલ મુસાફરીની નીડર સમીક્ષા માટે તે વાયરલ થઈ ગયો છે. તે કહે છે આ અનુભવે તેને તોડી નાખ્યો અને ઘરે પાછા ફરવા માટે બેચેન કરી દીધો.

French-tourist2
indiatoday.in

વિક્ટર બ્લાહોએ પોતાની યુટ્યુબ ચેનલ પર મુંબઈથી વારાણસી, પછી આગ્રા અને અંતે દિલ્હી સુધીની ભારતમાં તેની લાંબી અને પડકારજનક મુસાફરીનો અનુભવ શેર કર્યો છે. તેણે કહ્યું કે, મેં લગભગ 46 કલાક ટ્રેનમાં મુસાફરી કરી, જેમાં ભારતીય રેલવેની વિવિધ કેટેગરી જેમ કે સ્લીપર અને થર્ડ AC સામેલ છે, આ બધી સીટોનો ઉપયોગ કર્યો, પરંતુ આખી મુસાફરી દરમિયાન મને ક્યાંય પણ આરામ ન મળ્યો. મુસાફરી દરમિયાન મને ખૂબ થાક, બેચેની અને ચારેય બાજુ ખૂબ અવાજ સંભળાયો, જેનાથી હું ખૂબ જ પરેશાન થઈ ગયો.

French-tourist1
indiatoday.in

બ્લાહોએ હવે વાયરલ થઈ ચૂકેલા વીડિયોમાં ભીડભાડવાળા કોચ, ગંદા ડબ્બા અને ઊંઘ હરામ થઈ ગઈ હોય તેવી ઘટનાઓ રેકોર્ડ કરી છે,  એક હિસ્સામાં તેણે ટ્રેનના ફર્શ પર એક ઉંદર દેખાડ્યું, ત્યારબાદ એક વંદાને પણ બતાવ્યો. તેણે પોતાના વીડિયોમાં કહ્યું કે, તે ખૂબ ગંદુ છે, ખૂબ જ દુર્ગંધ આવી રહી છે. સ્વચ્છતાની કમી જ એકમાત્ર સમસ્યા નહોતી. તેને મુસાફરી દરમિયાન બિનજરૂરી અવાજ, સાંકડી જગ્યાઓ અને વારંવાર થતી રુકાવટોથી પણ ઝઝૂમવું પડ્યું.

એક વખત, એક સાથી મુસાફરે ભાર આપીને કહ્યું કે, તે પોતાની ગર્લફ્રેન્ડ સાથે વીડિયો કોલ પર વાત કરે, અને પછીથી તેણે ખુલાસો કર્યો કે તેની મુંબઈ અને દિલ્હી બંને જગ્યાએ ગર્લફ્રેન્ડ છે. તે વ્યક્તિ સતત વાત કરતો રહ્યો અને બ્લાહોને વીડિયો કોલ કરતો રહ્યો, જેણે તેને માનસિક રીતે થાકવી દીધો. એક વીડિયોમાં તેણે કહ્યું કે, ‘ભારતમાં 3 અઠવાડિયા થઈ ગયા છે. હવે હું ઘરે જવા માગુ છું અને મને શાંતિ જોઈએ છે, સાથે જ એક સ્વચ્છ બેડ પણ.

Related Posts

Top News

શેરબજાર તૂટવાની તૈયારીમાં, સોનું બેધારી તલવાર... સોના પર RBIએ કહ્યું- પરિસ્થિતિ ક્રૂડ ઓઇલ જેવી થશે

સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે. સોનું પ્રતિ 10 ગ્રામ 119000 રૂપિયાને પાર કરી ગયું છે. સોનાએ જે આગળ વધવાની ઝડપ...
Business 
શેરબજાર તૂટવાની તૈયારીમાં, સોનું બેધારી તલવાર... સોના પર RBIએ કહ્યું- પરિસ્થિતિ ક્રૂડ ઓઇલ જેવી થશે

‘બ્રિટને ભારતને ગુલામ નહોતું બનાવ્યું!’ દલીલમાં કુદ્યા એલન મસ્ક? યુઝર્સે પકડાવી દીધી અંગ્રેજોની લૂંટની લિસ્ટ

X પર એક પોસ્ટ આવી. પોસ્ટ કરનારે એક અજીબ તર્ક આપતા કહ્યું કે અંગ્રેજોએ ભારત પર શાસન કર્યું નહોતું અને...
Offbeat 
‘બ્રિટને ભારતને ગુલામ નહોતું બનાવ્યું!’ દલીલમાં કુદ્યા એલન મસ્ક? યુઝર્સે પકડાવી દીધી અંગ્રેજોની લૂંટની લિસ્ટ

કંપનીએ પાકિસ્તાનમાં પોતાનો ધંધો બંધ કર્યો, લોકો શેમ્પૂ, સાબુ અને રેઝર માટે વલખા મારે છે!

વિશ્વના 57 ઇસ્લામિક દેશોનું નેતૃત્વ કરવાનું સ્વપ્ન જોતી પાકિસ્તાનમાં બજારની સ્થિતિ એવી છે કે, બહુરાષ્ટ્રીય કંપનીઓ હવે તે દેશમાં...
World 
કંપનીએ પાકિસ્તાનમાં પોતાનો ધંધો બંધ કર્યો, લોકો શેમ્પૂ, સાબુ અને રેઝર માટે વલખા મારે છે!

હવે હાઈવે પર મળશે હાઈટેક સુવિધાઓ, QR કોડવાળા સાઇન બોર્ડ્સથી તરત મળશે જરૂરી જાણકારી

દેશમાં હાઈવે અને એક્સપ્રેસવેનું જાળ ઝડપથી વિસ્તરી રહ્યું છે. નવા માર્ગોનું નિર્માણ તો થઈ રહ્યું જ છે, સાથે સાથે જૂના...
National 
 હવે હાઈવે પર મળશે હાઈટેક સુવિધાઓ, QR કોડવાળા સાઇન બોર્ડ્સથી તરત મળશે જરૂરી જાણકારી
Copyright (c) Khabarchhe All Rights Reserved.