પોલીસ ઓફિસર ગર્લફ્રેન્ડ સાથે સરકારી ઘરમાં હતો, પત્નીએ આવીને દરવાજે તાળું મારી દીધું! પછી તે છત પરથી કૂદ્યો

પાણી, જંગલો અને ખનિજોથી સમૃદ્ધ રાજ્ય ઝારખંડ, આ દિવસોમાં તેના ખનિજોની ગુણવત્તા કરતાં તેના અધિકારીઓ પોતાના વિચિત્ર કાર્યો માટે વધારે સમાચારમાં છવાયેલા છે. એક બાજુ રાજ્યના અધિકારીઓ ભ્રષ્ટાચાર અને ચલણી નોટોના પહાડ રાખવા માટે સમાચારમાં છવાયેલા છે, ત્યારે ઝારખંડના ગઢવા જિલ્લાના મઝીઆંવ પ્રદેશના CO પ્રમોદ કુમારના કાર્યોને કારણે રાજ્ય ફરી એકવાર ચર્ચામાં આવી ગયું છે.

ઝારખંડના ગઢવા જિલ્લાના મઝીઆંવ પ્રદેશના CO પ્રમોદ કુમાર પ્રેમમાં એટલા મગ્ન હતા કે તેમણે સામાજિક મર્યાદાને એકબાજુ પર મૂકી દીધી હતી. તેમણે તેમની પત્ની શ્યામા રાનીની ગેરહાજરીમાં તેમની ગર્લફ્રેન્ડને તેમના સત્તાવાર નિવાસસ્થાને બોલાવી હતી અને બંને મજા કરવાની સાથે પ્રેમમાં ડૂબી ગયા. CO, જે તેની ગર્લફ્રેન્ડની સાથે પ્રેમ કરવામાં ગળાડૂબ થઇ ગયો હતો, તેને એ વાતનો ખ્યાલ નહોતો રહ્યો કે બંધ રૂમમાં તેની સાથેનો તેનો આ પ્રેમ સંબંધ તેને એટલો મોંઘો પડશે કે તેણે પોતાનું સન્માન બચાવવા માટે પોલીસને બોલાવવી પડશે.

Police-CO.jpg-2

જ્યારે તેમની પત્ની શ્યામા રાનીને ખબર પડી કે તેમના પતિ પ્રમોદ કુમાર તેની ગર્લફ્રેન્ડ સાથે પ્રેમલીલા કરી રહ્યો છે, ત્યારે તેઓ કોઈ પણ પ્રકારની ગડબડી કર્યા વગર સીધા અધિકારીના સત્તાવાર નિવાસસ્થાને ગયા અને તેમને રંગે હાથે પકડી લીધા. અંદર ડોકિયું કરતાની સાથે જ તેઓ અંદરનું દ્રશ્ય જોઈને દંગ રહી ગયા, CO તેની ગર્લફ્રેન્ડ સાથે જ હતા. શ્યામા રાની ખુબ ગુસ્સે થઈ ગઈ અને તરત જ રૂમને તાળું મારી દીધું, તેના પતિ અને તેની ગર્લફ્રેન્ડને તેમના જ સરકારી નિવાસસ્થાનમાં કેદ કરી દીધા.

આ ઘટના પછી પતિ-પત્ની વચ્ચે હાઈ-વોલ્ટેજ ડ્રામા શરૂ થયો. કલાકો સુધી આ હોબાળો ચાલ્યા પછી, મઝીઆંવ પોલીસ સ્ટેશનની પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી. પતિ-પત્નીના વિવાદ અને COની આવી વિચિત્ર હરકતને કારણે ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ વધુ મુશ્કેલી અનુભવી રહી હતી. આ દરમિયાન, જ્યારે દરવાજો ખુલ્યો નહીં, ત્યારે અધિકારી છત પરથી કૂદી પડ્યો. ઘટના દરમિયાન તેમને સામાન્ય ઈજાઓ પણ થઈ. મઝીઆંવ પોલીસ સ્ટેશનની પોલીસે CO પ્રમોદ કુમારની ગર્લફ્રેન્ડને COના નિવાસસ્થાનેથી અટકાયતમાં લીધી. તેમણે તેને મહિલા પોલીસ સ્ટેશનને સોંપી દીધી અને આ હાઇ-પ્રોફાઇલ કેસની તપાસ શરૂ કરી દીધી છે.

1-531796601-784x441

આ સમગ્ર મામલા અંગે, CO પ્રમોદ કુમારની પત્ની શ્યામા રાનીએ જણાવ્યું હતું કે, 'મને પહેલાથી જ શંકા હતી કે તેમના પતિના કોઈ અન્ય સાથે ગેરકાયદેસર સંબંધો છે. આ દરમિયાન, મને માહિતી મળી કે મારી ગેરહાજરીમાં, મારા પતિ એક બહારની મહિલાને તેમના સરકારી નિવાસસ્થાને બોલાવી છે. બંને રૂમમાં હતા. ગાડી મળ્યા પછી હું સરકારી નિવાસસ્થાને પહોંચતાની સાથે જ મેં તેમને રંગે હાથે પકડી લીધા. હવે કાયદાનો સહારો લઈને આગળની કાર્યવાહી કરવામાં આવશે.'

ગઢવા જિલ્લામાં આ હાઇ-વોલ્ટેજ ડ્રામાની ચર્ચા રાજ્યભરમાં થઈ રહી છે, અને આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જો કે આ મામલો એક વહીવટી અધિકારી અને પતિ-પત્ની વચ્ચેના વિવાદનો હોવાથી, વહીવટીતંત્રે આ બાબતે મૌન ધારણ કર્યું છે.

About The Author

Top News

લગ્ન અગાઉ 25 લાખની જોબ છોડીને ડિલિવરી બોય બન્યો યુવક, પરિવારજનો પરેશાન, જાણો કારણ

એક સારી એવી નોકરી છોડીને નવા પ્લાન પર કામ કરવું પડકારજનક કામ છે. એવામાં પરિવારથી લઈને સમાજ સુધી કોઈ પણ...
Offbeat 
લગ્ન અગાઉ 25 લાખની જોબ છોડીને ડિલિવરી બોય બન્યો યુવક, પરિવારજનો પરેશાન, જાણો કારણ

અહીં સરકાર માત્ર 1 રૂપિયામાં આપી રહી છે જમીન, બસ તમારે આ શરતો પૂરી કરવી પડશે

ઘણીવાર જોવા મળે છે કે સારો બિઝનેસ આઇડિયા હોવા છતા જમીનના આસમાને પહોંચતા ભાવ ઉદ્યોગસાહસિકોના સપનાને ચકનાચૂર કરી નાખે છે....
Business 
અહીં સરકાર માત્ર 1 રૂપિયામાં આપી રહી છે જમીન, બસ તમારે આ શરતો પૂરી કરવી પડશે

મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?

જિગ્નેશ મેવાણીએ ડો. હરિ દેસાઇને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ હતું કે, ગુજરાતમાં દારૂ- નશીલા પદાર્થના અભિયાનનું કોઇ પ્લાનીંગ નહોતુ અચાનક...
Gujarat 
 મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 07-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.