- National
- પતિ, સાસુ-સસરા બધા કરિયાવર કેસમાં જેલ ગયા, મૃત વહુ 2 વર્ષે જીવતી નીકળી; પ્રેમી સાથે...
પતિ, સાસુ-સસરા બધા કરિયાવર કેસમાં જેલ ગયા, મૃત વહુ 2 વર્ષે જીવતી નીકળી; પ્રેમી સાથે...
ઉત્તર પ્રદેશના ગાઝીપુર જિલ્લામાં કરિયાવર હ*ત્યાનો એક કેસ, જે પોલીસ અને કોર્ટમાં પહોંચ્યો હતો, તેમાં હવે નવો વળાંક આવી ગયો છે. જે મહિલાને મૃત માનવામાં આવી હતી તે જીવતી નીકળી. રુચિ નામની આ મહિલા ગ્વાલિયરમાં તેના પ્રેમી સાથે પત્ની તરીકે રહેતી હતી. બીજી તરફ તેના સાસરિયાના 6 લોકો પર કરિયાવર, હ*ત્યા અને પુરાવાનો નાશ કરવાના ગંભીર આરોપ લાગી ચૂક્યા હતા. હવે પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આખો કેસ બનાવટી હતો.
શું છે આખો મામલો?
ઇન્ડિયા ટૂડેના અહેવાલ મુજબ, આ કેસ ગાઝીપુરના બરહાપાર ભોજુરાઈ ગામનો છે. રાજવંતી દેવીએ 2023માં પોતાની પુત્રી રુચિના લગ્ન રાજેન્દ્ર યાદવ સાથે કર્યા હતા. 3 ઓક્ટોબરના રોજ તેણે ફરિયાદ નોંધાવી હતી કે તેની પુત્રીના સાસરિયાના લોકોએ હત્યા કરી દીધી અને મૃતદેહ ઠેકાણે લગાવી દીધો છે. તેની ફરિયાદના આધારે પોલીસે તેના પતિ રાજેન્દ્ર યાદવ, તેની સાસુ કમલી દેવી અને પરિવારના અન્ય 4 સભ્યો સામે કરિયાવર હત્યા અને પુરાવાનો નાશ કરવાનો કેસ નોંધ્યો.
આ કેસને ગંભીરતાથી લેતા સાદાતના CO રામકૃષ્ણ તિવારીએ સર્વેલન્સ ટીમની મદદથી તપાસ શરૂ કરી. ટેક્નિકલ ટ્રેકિંગ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે રુચિ જીવિત છે અને ગ્વાલિયરમાં ગજેન્દ્ર યાદવ નામના વ્યક્તિ સાથે રહે છે. ત્યારબાદ, પોલીસ ટીમ ગ્વાલિયર પહોંચી અને 7 ઓક્ટોબરના રોજ તેને શોધી કાઢી.
પૂછપરછ દરમિયાન રુચિએ કબૂલાત કરી કે, રાજેન્દ્ર યાદવ સાથે તેના લગ્ન તેની ઇચ્છા વિરુદ્ધ નક્કી કરવામાં આવ્યા હતા. તેણે કહ્યું કે તે રેવઈ ગામના રહેવાસી ગજેન્દ્રને સ્કૂલના દિવસોથી પ્રેમ કરતી હતી અને આખરે તેની સાથે લગ્ન કરવા માટે તેની સાથે ભાગી ગઈ હતી. તો, રુચિના પતિ રાજેન્દ્ર યાદવે કહ્યું કે, ‘અમે નિર્દોષ હતા પરંતુ અમારા પર ખોટા આરોપ લગાવવામાં આવ્યા. મારી પત્ની ક્યારેય અમારી સાથે રહી નહોતી અને ઘણીવાર પરિવારના સભ્યો સાથે ઝઘડો કરતી હતી. તેના માતા-પિતા જાણતા હતા કે તે કોઈ બીજાને પ્રેમ કરે છે, છતા તેમણે અમને ખોટા કેસમાં ફસાવ્યા.’
CO તિવારીએ કરિયાવર હ*ત્યાના ખોટા આરોપોની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું કે, ‘અમારી તપાસમાં સાબિત થયું છે કે મહિલા જીવિત છે. કરિયાવર હત્યાનો કેસ બનાવટી હતો. હવે ખોટી ફરિયાદ નોંધાવનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે રુચિને મેડિકલ તપાસ બાદ કોર્ટમાં રજૂ કરી હતી.

