તમારા પેન કાર્ડમાં છુપાયેલી જાણકારી મેળવી છે? નહીં મેળવી હોય તો આ વાંચી લો

પેન કાર્ડ વર્તમાન સમયમાં નાણાકીય વહેવારો માટે મુખ્ય સાધન છે. પેન કાર્ડનો ઉપયોગ ઓળખ તરીકે પણ થાય છે. જો તમે ઓર્ગેનાઇઝ સેકટરમાં કામ કરતા હો તો પગાર મેળવવા માટે પેન કાર્ડ હોવું જરૂરી છે. કેન્દ્ર સરકારે પેન કાર્ડના નિયમોમાં એવા બદલાવ કર્યા છે કે આજના સમયમાં મોટાભાગના લોકોએ પેન નંબર લેવો જ પડે છે. પેન નંબર એ 10 ડિજિટનો અલ્ફાન્યૂમેરિક નંબર હોય છે. જેને દરેક વ્યકિત સમજવા માંગે છે. તમારી પાસે પણ પેન કાર્ડ હશે, જેમાં જન્મની તારીખની નીચે પેન (Permanent Account Number) લખ્યો હોય છે. પેન કાર્ડપરના અલ્ફાન્યૂમેરિક નંબરોનો ખાસ મતલબ હોય છે અને એમાં ઘણી માહિતીઓ છુપાયેલી હોય છે.

પેન કાર્ડ પર જન્મતિથિની નીચે એક અલ્ફાન્યૂમેરિક નંબર લખેલો હોય છે. પેનની શરૂઆત અંગ્રેજીના કેટલાંક લેટર્સ સાથે થાય છે, જે મોટા મોટા અક્ષરોમાં લખ્યા હોય છે. આવકવેરા વિભાગના જણાવ્યા મુજબ શરૂઆતના ત્રણ ડિજિટ અગ્રેંજી આલ્ફાબેટ સિરિઝને દર્શાવે છે. આ આલ્ફાબેટિક સીરિઝમાં AAAથી લઇને ZZZ સુધીમાં અંગ્રેજીના કોઇ પણ ત્રણ અક્ષરની સીરીઝ હોય શકે છે. એ આવકવેરા વિભાગ નક્કી કરે છે.

પેન કાર્ડમાં ચોથો અક્ષર કરદાતાના સ્ટેટસને દર્શાવે છે. મતલબ ચોથા સ્થાન પર જો  P લખ્યું હોય તો એ નંબર પર્સનલ છે એવું દર્શાવે છે એટલે કે વ્યકિતગત કાર્ડ છે. જો F લખ્યું હોય તો ફર્મનો પેન કાર્ડ છે. એ જ રીતે  C લખ્યું હોય તો કંપની, AOP  એટલે એસોસિયેશન ઓફ પર્સન,T એટલે ટ્રસ્ટ, H  અવિભાજીત હિંદુ પરિવાર (એચયુએફ),  B એટલે બોડી ઓફ ઇન્ડિવિઝયુઅલ, L  એટલે લોકલ, J   એટલે આર્ટિફિશિલ જયુડિશિયલ પર્સન,  G એટલે ગર્વમેન્ટ.

પેનનો પાંચમો ડિજિટ અંગ્રેજીનો એક અક્ષર હોય છે. એ પેન કાર્ડ ધારકની અટકનો પહેલો અક્ષર દર્શાવે છે. દા.ત. કોઇની અટક કુમાર કે ખુરાના હોય તો પેનનો પાંચમો ડિજિટ K  હશે.અટકના પહેલા અક્ષર પછી 4 અંક હોય છે. એ નંબર 0001થી 9999ની વચ્ચેનો કોઇ પણ આંકડો હોય છે. એ નંબર આવકવેરા વિભાગની ચાલી રહેલી સિરિઝને બતાવે છે.

પેન કાર્ડ ખુબ જ મહત્ત્વનો ડોકયુમેન્ટ છે, મોટે ભાગની જગ્યાએ પુરાવા તરીકે પાન કાર્ડ માંગવામાં આવે છે.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.