વરમાળા બાદ સ્ટેજ પર જ દુલ્હનની સામે પડી ગયો વરરાજો, થોડી જ વારમાં થઈ ગયું મોત

બિહારના સીતામઢી જિલ્લામાં ડીજેનો જોરદાર અવાજ વરરાજાના મોતનું કારણ બની ગયો. તેને બેચેની થવા માંડી અને પછી તે બેભાન થઈ ગયો હતો. જ્યાં સુધી વરરાજાને હોસ્પિટલ લઈ દવામાં આવ્યો. ત્યાં સુધીમાં તેનું મોત થઈ ગયુ હતું. ઘટના બાદથી વરરાજા અને દુલ્હનના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. જણાવવામાં આવ્યું કે, અહીં ડીજે પર પ્રતિબંધ છે. છતા ફુલ વોલ્યુમ પર ડીજે વગાડવામાં આવી રહ્યું હતું. રિપોર્ટ અનુસાર, બુધવારની રાત્રે ઈંદરવા ગામમાં રહેતી યુવતીના લગ્ન પરિહાર પ્રખંડના ધનહામાં રહેતા સુરેન્દ્ર કુમારના પુત્ર સ્વ. ગુદર રાય સાથે થવાના હતા. ઘરે વરઘોડો આવી ગયો હતો. જાનૈયાઓના સ્વાગત બાદ સ્ટેજ પર વરરાજા-વધુ હાજર હતા. સામે ઘરના સભ્યો અને મહેમાનો બેઠા હતા અને ફુલ વોલ્યુમમાં ડીજે પર ગીતો વાગી રહ્યા હતા.

સ્ટેજ પર આવેલી દુલ્હને વરરાજાની આરતી ઉતારી. પછી વરરાજા અને વધુએ એકબીજાને વરમાળા પહેરાવી. ત્યારબાદ ફોટો સેશન શરૂ થયુ. ઘણીવાર સુધી ફોટો સેશન ચાલતું રહ્યું. આ દરમિયાન ફુલ વોલ્યુમમાં ડીજે પણ વાગી રહ્યું હતું. વરરાજા સુરેન્દ્રને ડીજેના વધુ અવાજથી પ્રોબ્લેમ થઈ રહ્યો હતો. તે વારંવાર તેને બંધ કરવાનું કહી રહ્યો હતો. આ દરમિયાન, તેને બેચેની થવા માંડી અને થોડીવાર બાદ સુરેન્દ્ર અચાનક બેભાન થઈ ગયો. પહેલા તો લોકોએ સુરેન્દ્રને જગાડવાનો પ્રયત્ન કર્યો. પરંતુ, તેને જ્યારે હોશ ના આવ્યો તો પછી તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.

હોસ્પિટલ લઈ જવા પર સુરેન્દ્ર બેભાન હતો. ત્યાં તપાસ કર્યા બાદ ડૉક્ટરોએ તેને સીતામઢી રીફર કરી દીધો. પરંતુ, હોસ્પિટલ પહોંચતા પહેલા જ સુરેન્દ્રનું મોત થઈ ગયુ. સુરેન્દ્રના મોતના સમાચાર સાથે જ બંને પરિવારોમાં માતમ છવાઈ ગયો. જે યુવતી સાથે સુરેન્દ્રના લગ્ન થવાના હતા, તેનો સંસાર શરૂ થતા પહેલા જ વિખેરાઈ ગયો.

ઉત્તર પ્રદેશના લખનૌના મલિહાબાદના ભદવાના ગામમાં શિવાની નામની યુવતીનું સ્ટેજ પર જ મોત થઈ ગયુ હતું. શિવાનીએ વરરાજાને વરમાળા પહેરાવી હતી. જેવો વરરાજા દુલ્હનને વરમાળા પહેરાવવા ગયો એ જ સમયે શિવાની બેભાન થઈને પડી ગઈ હતી. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. તપાસ બાદ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધો હતો. જણાવવામાં આવ્યું હતું કે, શિવાનીને હાર્ટ એટેક આવ્યો હતો.

છોડાં મહિના પહેલા રાજસ્થાનના પાલી જિલ્લામાં લગ્નમાં યુવકના મોતની ઘટના સામે આવી હતી. સાળીના લગ્નમાં ડાન્સ કરતા જીજા અબ્દુલ સલીમ પઠાનનું હાર્ટ એટેકથી મોત થઈ ગયુ હતું. સ્ટેજ પર ડાન્સ કરતા અબ્દુલ અચાનક નીચે પડી ગયો હતો. તેને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ, ડૉક્ટરોએ અબ્દુલને મૃત જાહેર કરી દીધો હતો. ડૉક્ટરોએ કહ્યું હતું કે, તેને હાર્ટ એટેક આવ્યો હતો. ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

થોડાં દિવસ પહેલા હૈદરાબાદમાં ચોંકાવનારા મામલા સામે આવ્યા હતા. અહીં એક ઘરમાં લગ્નનો ઉત્સવ હતો. ઘરમાં ગીત-સંગીત વાગી રહ્યું હતું. આંગણામાં વરરાજા બેઠો હતો. હલ્દીની રસ્મ ચાલી રહી હતી. સામેથી એક સંબંધી ઉઠીને આવે છે, હલ્દી લગાવવા માટે વરરાજાના પેન્ટને ઉપર કરે છે. ત્યારે જ અચાનક તે અસહજ અનુભવ કરે છે. તે ઊભા થઈને બેસી જાય છે. આંખો બંધ થવા માંડે છે અને બીજી જ પળે તે નીચે પડી જાય છે. વરરાજા તેને ઊભો કરે છે. જોતજોતામાં બૂમાબૂમ થઈ જાય છે. તે વ્યક્તિને હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે. જ્યાં તેમનું મોત થઈ જાય છે. ડૉક્ટર જણાવે છે કે, હાર્ટ એટેકથી તેમનું મોત થઈ જાય છે.

નાંદેડનો એવો જ એક વીડિયો વાયરલ થયો હતો. એક યુવક તેલંગણામાં પોતાના સંબંધીના લગ્નમાં આવ્યો હતો. ઉત્સવના માહોલમાં તે યુવક તેલુગુ ગીત પર ડાન્સ કરી રહ્યો હતો. લોકો ખુશ થઈને તેને ચીયર કરી રહ્યા હતા. આશરે ત્રીસ સેકન્ડમાં જ તે યુવક ઊભા-ઊભા શાંત થઈ ગયો. લોકોને લાગ્યું કોઈ ડાન્સ મુવ છે. મ્યુઝિક વાગતું રહ્યું. આશરે વીસ સેકન્ડ સુધી યુવક એ જ રીતે પડી રહ્યો ત્યારે જઈને લોકોને શંકા ગઈ કે કંઈક ગડબડ છે. યુવકને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો. પરંતુ, હાર્ટ એટેકે તેનો જીવ લઈ લીધો.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.