સિક્કિમમાં વાદળ ફાટતા 4 આર્મી જવાનના મોત, CMએ પાછલી સરકારને જવાબદાર ઠેરવી

સિક્કિમમાં વાદળ ફાટવાથી પુરની સ્થિતિને કારણે મોટી તબાહી  થઈ હતી, તેમાં અનેક લોકો સહિત આર્મીના જવાનો પણ પાણીના વહેણમાં વહી ગયા હતા. આ ઘટનામાં 19 લોકોના મોત થયા છે, જેમાંથી 4 સેનાના જવાન પણ છે. હાલ સુધી 103 લોકો હજુ પણ ગુમ છે. NDRFની ટીમ શોધખોળમાં લાગેલી છે. એક સુરંગમાં પણ લોકો ફસાયેલા છે અને 60 જવાનોની ટીમને તેમના રેસ્ક્યૂ ઓપરેશનમાં લાગેલી છે.

સિક્કિમ CM: પાછલી સરકારે કરાવેલા ડેમના વાહિયાત નિર્માણને કારણે આપદા આવી

સિક્કિમમાં વાદળ ફાટવાને કારણે આવેલા ભયાવહ પૂરમાં ચુંગથાંગ ડેમના તૂટવા પાછળ રાજ્યની પાછલી સરકાર જવાબદાર છે. આવું સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગનું કહેવું છે. તેમણે કહ્યું કે, ચુંગથાંગ ડેમ તૂટવાનું કારણ પાછલી રાજ્ય સરકાર દ્વારા કરાવવામાં આવેલું ઘટિયા નિર્માણ છે. તીસ્તા નદીમાં પૂર આવવાને કારણે 1200 મેગાવોટનો હાઈડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ વહી ગયો છે. સિક્કિમના મુખ્યમંત્રીએ આ વિપદા માટે પૂર્વ CM પવન કુમાર ચામલિંગની સિક્કિમ ડેમોક્રેટિક ફ્રંટ સરકારને જવાબદાર ગણાવી છે. જણાવીએ કે, પવન ચામલિંગ સિક્કિમમાં 24 વર્ષોથી વધારે સમય માટે સત્તામાં રહ્યા હતા.

સીએમ પ્રેમ સિંહ તમાંગે કહ્યું કે, ચુંગથાંગ ડેમ સંપૂર્ણ રીતે વહી ગયો છે. આ કારણે રાજ્યના નીચલા બેલ્ટમાં વિપદા આવી છે. જણાવીએ કે, મંગળવારે રાતે સિક્કિમમાં વાદળ ફાટવાને કારણે આવેલા પૂરથી ભયંકર વિનાશ થયો છે. આ વિપદામાં અત્યાર સુધીમાં 19 લોકોના મોત થયા છે. જેમાં ઘણાં સૈન્ય જવાનો સામેલ છે. તો 16 જવાનો સહિત 103 લોકો ગુમ છે. દેશભરમાંથી આવેલા 3000થી વધારે પર્યટકો સિક્કિમમાં ફસાયા છે. અત્યાર સુધીમાં 2500 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે અને 6000 લોકોને રાહત શિવિરમાં મોકલી દેવામાં આવ્યા છે.

મંગળવારે રાતે વાદળ ફાટવાને કારણે તીસ્તા નદીમાં અચાનક પૂર આવવાથી ભયંકર વિનાશ થયો. લોકોના મનમાં એ સવાલ ઊભો થઇ રહ્યો છે કે આખરે, આ વિનાશકારી પૂરનું કારણ શું હતું. આનું સૌથી મોટું કારણ સિક્કિમમાં વધારે માત્રામાં વરસાદ પડવાનું છે. આ ઉપરાંત ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લટને કારણે અચાનક તીસ્તા નદીમાં પાણીની જળસપાટી વધી ગઇ અને નદીએ વિકરાળ રૂપ ધારણ કરી લીધું. આ વિનાશકારી પૂરમાં સિક્કિમનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંપૂર્ણ રીતે બર્બાદ થયું છે. નેશનલ હાઈવે 10 પણ ક્ષતિગ્રસ્ત થયો છે. સિક્કિમના મંગન, ગેંગટોક, પાકયોંગ, નામચી જિલ્લા સૌથી વધારે પ્રભાવિત થયા છે.

સિક્કિમના ઉપરી વિસ્તારોમાં એક ગ્લેશિયલ તળાવ ફાટવાથી અચાનક પૂર આવી ગયું અને અન્યમાં વિસ્ફોટ થયો. જેને કારણે ચુંગથાંગ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું અને બુધવારે તીસ્તા નદીના જળસ્તરમાં ભારે વધારો થયો. જેને લીધે સિક્કિમમાં મોટા સ્તરે વિનાશ થયો છે.

Related Posts

Top News

રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

દેશના 52માં CJI બી આર ગવઇને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શપથ લેવડાવ્યા હતા. હવે નવા CJIએ રાષ્ટ્રપતિના 14 સવાલોના...
Governance 
રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી અને તેમની તબિયત લથડી જતા અમદાવાદની હોસ્પિટલમાં...
Gujarat 
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

કચ્છ આહીર સમાજે એવો મોટો નિર્ણય લીધો છે જે બીજા સમાજના લોકોએ પણ અનુસરવા જેવો છે. બીજાની દેખા દેખીમાં લગ્નસરામાં...
Gujarat 
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે

માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના ફાઉન્ડર સૌરભ મુખરજીનું કહેવું છે કે, કોવિડ-19 પછી વર્ષ 2022, 2023 અને 2024નું વર્ષ શેરબજારમાં ભારે તેજીવાળા...
Business 
શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.