'ફ્લાઈંગ કિસ' પર IASનું ટ્વીટ, જરા વિચારો, મણિપુરની મહિલાઓને કેવું લાગ્યું હશે?

એક મહિલા અધિકારીએ ગૃહમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના કથિત 'અભદ્ર વર્તન'નો વિરોધ કરી રહેલી મહિલા સાંસદોને મણિપુરની ઘટના યાદ અપાવી છે. મધ્યપ્રદેશની વરિષ્ઠ મહિલા IAS અધિકારી શૈલબાલા માર્ટિને કહ્યું છે કે, મહિલા સાંસદો એ પણ વિચારે કે, મણિપુરની મહિલાઓને કેવું લાગ્યું હશે?

ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારી દેખીતી રીતે હિંસાગ્રસ્ત મણિપુરમાં સામે આવેલા એક વીડિયોનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જેમાં બે મહિલાઓને નગ્ન પરેડ કરતી જોઈ શકાય છે.

IAS અધિકારી શૈલબાલા માર્ટિને ટ્વિટર પર કહ્યું, 'જરા કલ્પના કરો કે મણિપુરની મહિલાઓને કેવું લાગ્યું હશે?' આ સાથે શૈલબાલા માર્ટિને ગૃહમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના કથિત 'અભદ્ર વર્તન'નો વિરોધ કરી રહેલી મહિલા સાંસદોએ લોકસભા અધ્યક્ષને સંબોધીને લખેલો પત્ર પણ પોસ્ટ કર્યો છે કે જેમાં ઘણી મહિલા સાંસદોના હસ્તાક્ષર છે.

અહીં તમને જણાવી દઈએ કે, મધ્યપ્રદેશ કેડરના આ નોકરશાહ હાલમાં ભોપાલમાં મંત્રાલય (રાજ્ય સચિવાલય)માં સામાન્ય વહીવટ વિભાગમાં વધારાના સચિવ તરીકે સેવા આપે છે.

હકીકતમાં, આરોપ છે કે, બુધવારે જ્યારે રાહુલ ગાંધી ચર્ચામાં ભાગ લઈને ગૃહની બહાર નીકળી રહ્યા હતા, ત્યારે કોંગ્રેસના સાંસદે શાસક પક્ષના કેટલાક સભ્યો દ્વારા કરવામાં આવેલી ટીકા ટિપ્પણીઓ પર 'ફ્લાઈંગ કિસ'નો ઈશારો દર્શાવ્યો હતો. જોકે, રાહુલની પ્રતિક્રિયાની તે ક્ષણ કેમેરામાં કેદ થઈ નથી.

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર ગૃહમાં 'ફ્લાઈંગ કિસ' ઈશારા બતાવીને મહિલા સાંસદો સાથે અભદ્ર વર્તન કરવાનો આરોપ લગાવ્યો. રાહુલ ગાંધીને મિસગોનિસ્ટ ગણાવતા ઈરાનીએ કહ્યું કે, આવું વર્તન ગૃહમાં પહેલા ક્યારેય જોવા મળ્યું નથી.

ત્યાર પછી, ભારતીય જનતા પાર્ટી (BJP)ની મહિલા સાંસદો લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને મળ્યા અને કેરળના વાયનાડના લોકસભા સભ્ય સામે કડક કાર્યવાહીની માંગ કરી. સહી કરનાર તમામ મહિલા BJP સાંસદો સ્પીકરના રૂમમાં પહોંચી હતી.

આ ક્ષણના સાક્ષી રહેલા લોકોના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધી જ્યારે અવિશ્વાસ પ્રસ્તાવના ભાષણ પછી લોકસભા પરિસરમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે તેમની કેટલીક ફાઇલો પડી ગઈ હતી. જેવા તેઓ તેમને લેવા માટે નીચે ઝૂક્યા કે તરત જ BJPના કેટલાક સાંસદો તેમના પર હસવા લાગ્યા. આના પર રાહુલ ગાંધીએ BJPના સાંસદોને ફ્લાઈંગ કિસ આપી અને હસતા હસતા બહાર નીકળી ગયા.

About The Author

Related Posts

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.