અમેઠીનું શૌચાલય નહીં જોયું હોય, દિવાલ વગર જ 4 ટોયલેટ સીટ, અધિકારી જુઓ શું કહે

On

ઉત્તર પ્રદેશના જનપદ અમેઠીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે. અહીં જાહેર શૌચાલય દરવાજા અને દિવાર વગર જ બનાવી દેવામાં આવ્યું છે. શૌચાલયમાં 4 સીટ આજુબાજુ લગાવી દેવામાં આવી છે અને વચમાં કોઇ દિવાર જ રાખવામાં નથી આવી. વીડિયો વાયરલ થયા પછી કોંગ્રેસે અમેઠીના સાંસદ અને કેન્દ્રીય નેતા સ્મૃતિ ઇરાની સામે નિશાન સાધ્યું છે.તો સોશિયલ મીડિયા પર હોબાળો મચી જવાને કારણે અધિકારીએ આનો પાંગળો બચાવ કર્યો છે.

જનપદની જગદીશપુર વિધાનસભાના કટેહટી ગામનો આ મામલો છે. આ ગામમાં જાહેર શૌચાલયમાં 4 ટોયલેટ સીટ છે, પરંતુ દિવાર બનાવવા નથી આવી કે કોઇ દરવાજો પણ નથી. કોઇએ વીડિયો ઉતારીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો છે.

આ વીડિયો સામે ઉત્તર પ્રદેશ કોંગ્રેસે ટ્વીટ કરીને કેન્દ્રીય નેતા અને અમેઠીના સાંસદ સ્મૃતિ ઇરાની સામે નિશાન સાધ્યું છે. કોંગ્રેસે લખ્યિ કે અમેઠીમાં બનેલા આ શૌચાલયને દુનિયાની આઠમી અજાયબી તરીકે જાહેર કરવામાં આવે તો કેવું રહેશે. જુઓ અહીં 5 બેઠકો રાખવામાં આવી છે, કોંગ્રેસે કટાક્ષમાં કહ્યું કે પરંતુ વચ્ચે કોઇ દિવાર નથી. ઊલટાનું એવું ગોઠવાયુ છે કે જાણે એક હોલમાં પાંચ ખાટલા પડ્યા હોય.હા ભાઈ, હવે આ એક્સિડેન્ટલ MP મેડમ, મહારાણી મેડમના વિસ્તારમાં , તો કંઈક જુદું જ હોવું જોઈએ ને. કોંગ્રેસે આરોપ લગાવતા કહ્યુ કે પૈસા તો દિવાલ બનાવવાના પણ આવ્યા હશે તો પછી એ પૈસા કોણ ખાય ગયું? કોન્ટ્ર્કાટર, અધિકારી, મંત્રી કે પછી બધા ભેગા મળીને.

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા પછી અધિકારીઓએ શૌચાલયની સાફસફાઇ કરાવી દીધી છે અને અધિકારીએ ક્હયું કે, એ તો નાના બાળકો માટે એક પ્રયોગ કરવા માટે આવું શૌચાલય બનાવવામાં આવ્યું છે.

ગ્રામ પ્રધાન જાવાદે કહ્યું કે આ શૌચાલય મારા સમયગાળામાં બન્યું નથી. અધિકારીઓ ગામ આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે કોઇ ખામી હશે તો સુધારી દેવામાં આવશે. ગામાના છોકરાઓ આવીને શૌચાલયમાં તોડફોડ કરી નાંખે છે.

પંચાયતી રાજ અધિકારી શ્રીકાંત યાદવે જણાવ્યું છે કે ગ્રામ પંચાયતમાં જાહેર શૌચાલય બનાવવામાં આવ્યા હતા, તે જ ક્રમમાં કાટેહટી ગામમાં જાહેર શૌચાલય બનાવવામાં આવ્યું છે. આ શૌચાલય તેમના માતાપિતા સાથે અહીં આવતા બાળકો માટે બનાવવામાં આવ્યું છે. અધિકારીએ કહ્યું કે આવા શૌચાલય માટે કોઈ સરકારી સૂચના નથી.

ગ્રામીણ દુર્ગેશ ઉપાધ્યાયે જણાવ્યું કે, શૌચાલય સુધી પહોંચવા માટે કોંક્રીટનો રસ્તો નથી. બાળકો માટે બનાવેલી સીટોમાં પડદો પણ નથી. અહીં છોકરીઓને મોકલવામાં ખચકાટ થાય છે. આજના યુગ પ્રમાણે આ રીતે શૌચાલય ન બનાવવું જોઈએ. શૌચાલયને બને તેટલી વહેલી તકે રીપેર કરાવવું જોઈએ.

Top News

સુધરે એ બીજા, ગુજરાતી પાકિસ્તાનીનો પાસપોર્ટ બનાવીને અમેરિકા ગયો પણ પકડાઇ ગયો

ડોનાલ્ડ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા પછી અમેરિકામાં રહેતા ગેરકાયદે લોકોને ખદેડી રહ્યા છે. અનેક ભારતીયોને પણ પાછા મોકલવામાં આવ્યા છે અને...
World 
સુધરે એ બીજા, ગુજરાતી પાકિસ્તાનીનો પાસપોર્ટ બનાવીને અમેરિકા ગયો પણ પકડાઇ ગયો

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 25-03-2025 દિવસ: મંગળવાર મેષ: આજે તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહેવું પડશે, કારણ કે તેમાં ઘટાડો થવાની સંભાવના છે....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ભાજપના ધારાસભ્ય પર સરકાર અને પાર્ટીને બદનામ કરવાનો છે આરોપ લાગ્યો, પાર્ટીએ માગ્યો જવાબ

ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર સિંહ ચૌધરીએ લોનીથી ભાજપના ધારાસભ્ય નંદકિશોર ગુર્જરને કારણ બતાવો નોટિસ જાહેર...
National  Politics 
ભાજપના ધારાસભ્ય પર સરકાર અને પાર્ટીને બદનામ કરવાનો છે આરોપ લાગ્યો, પાર્ટીએ માગ્યો જવાબ

HCLના શિવ નાદરે દીકરી માટે એવો નિર્ણય લીધો કે રોશની બની ગઈ બિલિયનર

દેશના જાણીતા દાનવીર અને ઉદ્યોગપતિ  HCLના સ્થાપક શિવ નાદરે તેમની એકની એક દીકરી માટે મોટો નિર્ણય લીધો છે. શિવ...
Business 
HCLના શિવ નાદરે દીકરી માટે એવો નિર્ણય લીધો કે રોશની બની ગઈ બિલિયનર
Copyright (c) Khabarchhe All Rights Reserved.