- National
- આ શહેરમાં બનશે દુનિયાના સૌથી ઊંચું રાવણનું પૂતળું, દહન સાથે નોંધાશે વર્લ્ડ રેકોર્ડ
આ શહેરમાં બનશે દુનિયાના સૌથી ઊંચું રાવણનું પૂતળું, દહન સાથે નોંધાશે વર્લ્ડ રેકોર્ડ
2 ઓક્ટોબરે દેશભરમાં દશેરાની ઉજવણી કરવામાં આવશે. તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. વિજયાદશમીના દિવસે દશેરા પર વિવિધ સ્થળોએ રાવણ દહનનું આયોજન કરવામાં આવે છે. જોકે, કેટલીક જગ્યાએ રાવણ દહન ચર્ચાનો વિષય હોય છે. એવી જ રીતે કોટાનું રાવણ દહન ચર્ચાનો વિષય છે કારણ કે અહીં રાવણનું વિશ્વનું સૌથી ઊંચું પૂતળું બનાવવામાં આવ્યું છે. કહેવામા આવી રહ્યું છે કે, આ ઉપલબ્ધિ માટે કોટાનું નામ એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ અને ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સામેલ કરવામાં આવશે.
2 ઓક્ટોબર 2025માં કોટાના 132મા રાષ્ટ્રીય દશેરા મેળામાં 215 ફૂટ ઊંચું રાવણનું પૂતળું દહન કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. આ વિશ્વમાં અત્યાર સુધીનું સૌથી ઊંચું રાવણનું પૂતળું છે. મેળા સમિતિના અધ્યક્ષ વિવેક રાજવંશીએ જણાવ્યું હતું કે, ‘લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાના સૂચનો અનુસાર, કોટા દશેરા મેળાને ભવ્ય અને આકર્ષક બનાવવા માટે અનેક નવીનતાઓ કરવામાં આવી છે. મેળામાં પરંપરા અને આધુનિકતાનું મિશ્રણ કરીને વિવિધ કાર્યક્રમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. દશેરા મેળામાં અત્યાર સુધી 72-75 ફૂટ ઊંચા રાવણના પૂતળા બનાવવામાં આવ્યા હતા. જોકે, લોકસભા સ્પીકર બિરલાની ઇચ્છા અનુસાર, આ વખતે રાવણનું 215 ફૂટનું પૂતળું બનાવવામાં આવ્યું છે. આ વિશ્વનું સૌથી ઊંચું રાવણનું પૂતળું છે. આ ઉપલબ્ધિ રેકોર્ડ બુકમાં નોંધાવવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે.
કોટાના નામે આ રેકોર્ડ સ્થાપિત કરવા માટે ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ અને એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સના પ્રતિનિધિઓ રાવણ દહનના દિવસે કોટા આવશે. તેઓ તેમના ધોરણો અનુસાર પૂતળાનું માપ લેશે અને તેજ દિવસે પ્રમાણપત્ર સોંપશે. પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના એન્જિનિયરોની એક ટીમે તેને બનાવતા પહેલા ડ્રોનથી પૂતળાનું મેનેજમેન્ટ કર્યું. પ્રારંભિક માપનથી તે 215 ફૂટથી વધુ ઊંચું હોવાનું જાણવા મળ્યું છે.

નોંધનીય છે કે, અત્યારે દિલ્હીના નામે 210 ફૂટનું રાવણનું પૂતળું બનાવવાનો રેકોર્ડ છે. અહીં 2024માં સળગાવવામાં આવેલા પૂતળાને વિશ્વનું સૌથી ઊંચું પૂતળું જાહેર કરવામાં આવ્યું છે. આ અગાઉ, 2019માં, ચંદીગઢમાં 221 ફૂટનું પૂતળું બનાવવામાં આવ્યું હતું, પરંતુ તે આ પૂતળું ઊભું ન થઈ શક્યું, જેના કારણે તેને વિશ્વ રેકોર્ડની યાદીમાં સ્થાન મળી શક્યું નહોતું.

