- National
- 'ગૃહ ચલાવતા સતીશ મહાના પાસેથી શીખો' UP વિધાનસભાના અધ્યક્ષની આટલી બધી પ્રશંસા કેમ થઇ રહી છે?
'ગૃહ ચલાવતા સતીશ મહાના પાસેથી શીખો' UP વિધાનસભાના અધ્યક્ષની આટલી બધી પ્રશંસા કેમ થઇ રહી છે?
UP વિધાનસભામાં ગયા અઠવાડિયા સુધી બજેટ સત્ર ચાલી રહ્યું હતું. આ સત્ર દરમિયાન બજેટ અને CM યોગી આદિત્યનાથ કરતાં સ્પીકર સતીશ મહાના પર વધુ ચર્ચા થઈ હતી. તેનું કારણ ગૃહ ચલાવવાની તેમની શૈલી છે. દરેક ગૃહમાં, વિપક્ષ સરકારને ઘેરવા માટે હોબાળો મચાવે છે. અધ્યક્ષ તેમને ઠપકો આપે છે અને તેમને બેસાડે છે. પરંતુ મહાના સમાચારમાં છે, કારણ કે તેમણે માત્ર વિપક્ષને જ શાંત પાડ્યો નહીં, પરંતુ સરકારના મંત્રીઓને પણ ઠપકો આપ્યો હતો.
મહાનાના વિધાનસભા ચલાવવાના વખાણ શાસક પક્ષથી લઈને વિપક્ષ અને સામાન્ય લોકો દરેક કરી રહ્યા છે. લોકોએ સોશિયલ મીડિયા પર તો લખ્યું કે સતીશ મહાના પાસેથી ગૃહ ચલાવતા શીખવાની જરૂર છે. મહાનાની પ્રશંસા એવા સમયે થઈ છે, જ્યારે વિપક્ષ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યો છે.
દિનેશ પ્રતાપ સિંહ UP સરકારમાં મંત્રી છે. તેમની પાસે બાગાયત, કૃષિ માર્કેટિંગ, કૃષિ વિદેશ વેપાર અને કૃષિ નિકાસ વિભાગોનો સ્વતંત્ર હવાલો છે. તેઓ વિધાનસભામાં બોલી રહ્યા હતા. આ દરમિયાન, સ્પીકર સતીશ મહાનાને સંબોધતા તેમણે કહ્યું, 'મેં તમને વ્યક્તિગત રીતે ફોન કરીને તમારા વિસ્તારમાં કામ કરાવવાનું માંગ્યું હતું, અને મેં તે પૂર્ણ પણ કરાવ્યું.'
શાસક પક્ષના ધારાસભ્યો ટેબલ થપથપાવવા લાગ્યા. પરંતુ મહાના ગુસ્સે થઈ ગયા. તેમણે કહ્યું, 'જો તમે કામ પૂરું કરાવવા માંગતા જ નથી, તો તમે ત્યાં કેમ છો? જો તમે કામ પૂર્ણ કરાવ્યું છે તો સારી વાત છે, તો તમે મને કેમ ગણાવી રહ્યા છો? બાકી બીજા લોકોને ગણાવો.'
સ્પીકર મહાનાના શબ્દો પછી દિનેશ સિંહ થોડા અટકી ગયા. તેમણે મહાનાને કહ્યું કે, તમે મને પુરી વાત તો કરવા દો. પરંતુ મહાનાએ તેમને ફરીથી ઠપકો આપ્યો. 'અરે આનો શું અર્થ છે? તમે મને ગણાવી રહ્યા છો. તમે કામ કરવા માટે જ તો ત્યાં બેઠા છો.' '...શું માઈક બંધ કરાવી દઉં?'
https://twitter.com/priyarajputlive/status/2024418909713998272
દિનેશ પ્રતાપ સિંહ એકમાત્ર મંત્રી નહોતા જેમને સ્પીકર દ્વારા ઠપકો આપવામાં આવ્યો હતો. મહાનાએ એક મંત્રીને તો કહી દીધું હતું કે માઈક બંધ કરાવી દઈશ. પ્રશ્નકાળ દરમિયાન, મંત્રી નરેન્દ્ર કશ્યપ ગૃહમાં જવાબ આપી રહ્યા હતા. કશ્યપ પછાત વર્ગ કલ્યાણ અને વિકલાંગતા સશક્તિકરણ વિભાગનો સ્વતંત્ર હવાલો સંભાળે છે. કશ્યપ પહેલેથી જ જવાબ આપી ચૂક્યા હતા અને વિરોધ પક્ષ વિશે કેટલીક ટિપ્પણીઓ કરી રહ્યા હતા. સ્પીકર સતીશ મહાનાએ તેમનો આભાર માન્યો અને કશ્યપને બેસવા કહ્યું. મહાનાએ કહ્યું, 'આભાર...આભાર. આગળનો પ્રશ્ન. આભાર, મંત્રી.'
પરંતુ કશ્યપ માન્યા નહીં. તેઓ બોલવાનું પૂરું કરતા પણ વિપક્ષને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. અંતે, સતીશ મહાનાએ તેમને ઠપકો આપ્યો. તેમણે કહ્યું, 'મંત્રીશ્રી, હું તમારો માઇક્રોફોન બંધ કરી દઉં તો સારું નહીં લાગે, બેસી જાઓ.'
https://twitter.com/shahnawazali_/status/2025149960124334348
જોકે, કશ્યપે તો પણ પોતાનું ભાષણ પૂરું કર્યું. તેમણે કહ્યું કે સરકાર બધું જ કામ કરે છે, છતાં જો વિપક્ષ આરોપો લગાવે છે, તો તમારે કાળજીપૂર્વક વિચારવું પડશે.
પ્રશ્નકાળ ચાલી રહ્યો હતો. વિધાનસભા અધ્યક્ષ સતીશ મહાનાએ સમાજવાદી પાર્ટીના કમાલ અખ્તરને પ્રશ્ન પૂછવા માટે આમંત્રણ આપ્યું. વિરોધ પક્ષના ધારાસભ્યો પહેલાથી જ પૃષ્ઠભૂમિમાં હોબાળો કરી રહ્યા હતા. મહાનાએ તેમને ઠપકો આપીને શાંત કરવાનો પ્રયાસ કર્યો.
એવામાં, શાસક પક્ષે હોબાળો શરૂ કર્યો. મહાનાએ તરત જ ચાર્જ સંભાળ્યો. તેમણે કહ્યું, 'આ તમારું કામ નથી, આ મારું કામ છે. બેસો. (BJP ધારાસભ્ય) કેતકી, બેસો, આ મારું કામ છે.'
મહાના સતત તેમને શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યા, પરંતુ ટ્રેઝરી બેન્ચના સભ્યોએ સાંભળવાનો ઇનકાર કર્યો. સ્પીકર ગુસ્સે ભરાયા. તેમણે લગભગ બૂમ બરાડા પાડીને કહ્યું, "શું તમે હવે ગૃહ ચલાવશો? શું તમારે ગૃહ ચલાવવું છે? શું તમારે બધા લોકોને ગૃહ ચલાવવું છે?'
https://twitter.com/UPVidhansabha/status/2024460863386882505
મહાનાના શબ્દો પછી સમગ્ર ગૃહમાં શાંતિ છવાઈ ગઈ. પરંતુ તેમ છતાં તેમનો ગુસ્સો શાંત ન થયો. તેમણે માઈક ઉતારીને ફેંકી દીધું, ગૃહને 10 મિનિટ માટે સ્થગિત કરી દીધું.
જોકે, સ્પીકર સતીશ મહાના ફક્ત શાસક પક્ષના ધારાસભ્યો અને મંત્રીઓને જ ઠપકો આપી રહ્યા ન હતા. તેમણે વિપક્ષના સભ્યોને પણ ઠપકો આપ્યો.
સમાજવાદી પક્ષના ધારાસભ્ય આશુ મલિક પ્રશ્ન પૂછવા માટે ઉભા થયા. તેઓ મોંઘવારી અને કાળાબજારી પર સરકાર પર પ્રહાર કરી રહ્યા હતા. આ દરમિયાન, તેમણે એક કવિતા વાંચવાનું શરૂ કર્યું.
દેશ પ્રદેશ મેં સતા રહી હૈ સભી કો યહ બીમારી;
કુછ મહંગાઇ લૂંટ રહી હૈ, કુછ કાલાબાજારી.
https://twitter.com/samajwadiparty/status/2024738390642704836
આશુ મલિકે આ બે પંક્તિઓ વાંચી. જ્યારે તેઓ ત્રીજા વાક્ય પર પહોંચ્યા, ત્યારે સતીશ મહાનાએ ધીરેથી તેમને કહી જ દીધું, 'અરે પ્રશ્નો પૂછો...' જોકે, મલિકે કાં તો સાંભળ્યું નહીં અથવા તેને અવગણ્યું હશે. તેમણે કવિતા ચાલુ રાખી. એક વાક્ય પછી, મહાનાએ કહ્યું, 'પ્રશ્નો પૂછો.' મલિકે હજુ પણ સાંભળ્યું નહીં. કવિતા બંધ થવાનું નામ જ નહોતી લઇ રહી.
તે સમયે, સતીશ મહાનાની ધીરજ આખરે તૂટી ગઈ. તેમણે કહ્યું, 'કવિતા ના સંભળાવો, પ્રશ્નો પૂછો.'
આશુ મલિકને આ ગમ્યું નહીં. તેમણે માનનીય અધ્યક્ષને કહ્યું, 'માનનીય, ફક્ત એક મિનિટ થઈ છે.' આ સાંભળીને મહાનનો ગુસ્સો વધુ ભડકી ગયો. તેમણે કહ્યું, 'એક મિનિટનો મતલબ શું? જે મરજી હોય તે ન કહો. પ્રશ્નો પૂછો.'
આશુ મલિક થોડા શર્મિંદા થઇ ગયા, પરંતુ તો પણ તેઓ કવિતા પૂરી ન થાય ત્યાં સુધી અટક્યા નહીં.
એક બીજી રમુજી ઘટના બની. બજેટ સત્રનો નવમો દિવસ હતો. કૃષિ મંત્રી સૂર્ય પ્રતાપ શાહી ચર્ચામાં ભાગ લઈ રહ્યા હતા. મંત્રી બોલી રહ્યા હતા ત્યારે વિપક્ષે હંગામો શરૂ કર્યો. ઘણા વિપક્ષી ધારાસભ્યો એક સાથે બોલવા લાગ્યા. સ્પીકર મહાના થોડીવાર ચૂપ રહ્યા. પછી, શાહીને વિશ્વાસમાં લઈને અને વિનંતી કરતા, તેમણે તેમને બેસવા કહ્યું. શાહી પહેલા ખચકાયા, પછી બેસી ગયા. તેમના બેસતાની સાથે જ, મહાનાએ વિપક્ષ તરફ વળ્યા અને એક પછી એક ઘણા ધારાસભ્યોના નામ બોલ્યા અને તેમને ઉભા થઈને બોલવા કહ્યું.
https://twitter.com/Sanjana4547/status/2022246821784059980
શરૂઆતમાં, કોઈ સમજી શક્યું નહીં. પછી મહાનાએ સૂચવ્યું કે, જો બીજા લોકો ઉભા રહેવા માંગતા હોય, તો તેઓ સાથે બોલી શકે છે. તેમણે કહ્યું, 'દરેક વ્યક્તિ સાથે બોલે; હું બધાને સાંભળી રહ્યો છું. હું કોઈને ના નથી પાડી રહ્યો.'
વિપક્ષના ધારાસભ્યોને ખ્યાલ આવી ગયો કે મહાનાએ કોઈ હોબાળો કર્યા વિના જોરદાર હુમલો કર્યો છે. બધા ધારાસભ્યો બેસી ગયા, અને મહાનાએ સૂર્ય પ્રતાપ શાહીને તેમનું ભાષણ આપવા કહ્યું.
આ ક્લિપ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ, જેમાં લોકોએ લખ્યું કે, ગૃહ કેવી રીતે ચલાવવું તે મહાના પાસેથી શીખવાની જરૂર છે.

