દિલ્હી પોલીસ Vs હિમાચલ પોલીસ: શિમલામાં હાઇવે પર બે રાજ્યોના અધિકારીઓ વચ્ચે કેમ થયું ઘર્ષણ?

AI સમિટ વિવાદ પર શિમલા અને દિલ્હી પોલીસ વચ્ચેનો હાઇ-વોલ્ટેજ ડ્રામા આખરે સમાપ્ત થઈ ગયા છે. કલાકો સુધી ચાલેલી નોકઝોક બાદ, દિલ્હી પોલીસ કોંગ્રેસના 3 કાર્યકરો સાથે શિમલાથી દિલ્હી રવાના થઈ ગઈ. આ અગાઉ બુધવારે રાત્રે દિલ્હી પોલીસ અને હિમાચલ પોલીસ અધિકારીઓ વચ્ચે શિમલામાં અથડામણ થઈ હતી. દિલ્હી પોલીસ અને શિમલા પોલીસ ટીમ વચ્ચે હાઇવે પર કલાકો સુધી હાઇ-વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યા. આ ઘટના AI સમિટ દરમિયાન શર્ટલેસ વિરોધ પ્રદર્શન સાથે જોડાયેલી છે, જ્યાં હિમાચલ પોલીસે  દિલ્હી પોલીસના 15 કર્મચારીઓની અટકાયત કરી હતી.

બે રાજ્યોની પોલીસ વચ્ચે વિવાદ કેમ?

દિલ્હી પોલીસને માહિતી મળી હતી કે વિરોધ સાથે સંકળાયેલા યુવા કોંગ્રેસના કાર્યકરો શિમલામાં છુપાયેલા છે. આ માહિતી બાદ, દિલ્હી પોલીસ શિમલા પહોંચી અને શિમલાના રોહડૂથી 3 કોંગ્રેસ કાર્યકરોની ધરપકડ કરી હતી. પોલીસે તેમને દિલ્હી લઇ જવા લાગી, પરંતુ આ વાતની જાણ થતા સોલન પોલીસ અધિકારીઓએ ધરમપુરમાં ચંદીગઢ-કાલકા-શિમલા હાઇવે પર બેરિકેડ ઉભા કરીને દિલ્હી પોલીસને રોકી દીધી. તેમણે આ કાર્યવાહીને ગેરકાયદેસર ગણાવીને FIR દાખલ કરી. હિમાચલ અને દિલ્હી પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ.

Delhi Police vs Himachal Police
news18.com

હિમાચલ પોલીસના જણાવ્યા મુજબ, દિલ્હી પોલીસે યોગ્ય પ્રક્રિયાઓનું પાલન કર્યા વિના વ્યક્તિઓની ધરપકડ કરી હતી. એવામાં, રાજ્ય પોલીસે દિલ્હી પોલીસ કર્મચારીઓ અને 3 ધરપકડ કરાયેલા યુવાનોને રોક્યા. તેમને શિમલા જિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, અને દિલ્હી પોલીસના 15 કર્મચારીઓ સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

ધરપકડ કરાયેલા ત્રણ યુવા કોંગ્રેસના કાર્યકરો હિમાચલ પ્રદેશના રહેવાસી નથી પરંતુ વિરોધ પ્રદર્શન બાદ રોહડૂ, શિમલામાં છુપાયેલા હતા. યૂથ કોંગ્રેસના 3 કાર્યકરો સૌરભ, અરબાઝ અને સિદ્ધાર્થને સવારે લગભગ 1:30 વાગ્યે મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. દિલ્હી પોલીસે સૌરભ સિંહ (અમેઠી, ઉત્તર પ્રદેશ), સિદ્ધાર્થ અવદૂત (તિલક નગર, મધ્ય પ્રદેશ) અને અરબાસ ખાન (સુલતાનપુર, ઉત્તર પ્રદેશ)ને કોર્ટમાં રજૂ કર્યા. ACJM કોર્ટે ત્રણેય આરોપીઓને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર દિલ્હી પોલીસને સોંપી દીધા છે. દિલ્હી પોલીસ હવે આરોપીઓને દિલ્હી લઈ જશે અને ત્યાંના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરશે. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે આ કેસ અંગે શુક્રવારે મીડિયા બ્રીફિંગ કરવામાં આવશે.

Delhi Police vs Himachal Police
indiatoday.in

બીજી તરફ, આ મુદ્દા પર રાજકારણ પણ રમાઈ રહ્યું છે. વિપક્ષી નેતા જયરામ ઠાકુરે આરોપ લગાવ્યો હતો કે, ‘હિમાચલ પ્રદેશ સરકાર આરોપીઓને બચાવવા માટે આ બધું કરી રહી છે. આ ઘટનાની જેટલી નિંદા કરવામાં આવે તેટલી ઓછી છે. પહેલીવાર, AI સમિટ યોજાઈ હતી, જેમાં વિશ્વભરના નેતાઓ હાજર રહ્યા હતા, અને દેશની પ્રતિષ્ઠાને કલંકિત કરવી એ રાજદ્રોહ સમાન છે. યુથ કોંગ્રેસે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના ઈશારે કામ કર્યું હતું; તેમની સામે કાર્યવાહી થવી જોઈએ.

ત્રણેય આરોપીઓને હવે દિલ્હીની કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જ્યાં FIR દાખલ કરવામાં આવી હતી. જોકે, હિમાચલ અને દિલ્હી પોલીસ વચ્ચે ગરમાગરમીથી પરિસ્થિતિ ગરમાઈ ગઈ છે. આ સમગ્ર ઘટનાએ બંને રાજ્યોની પોલીસ વચ્ચે ટકરાવની સ્થિતિ પેદા કરી દીધી છે, જેના કારણે રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા શરૂ થઈ છે.

About The Author

Related Posts

Top News

‘મેં 36 વર્ષમાં આવું નથી જોયું... ડર છે આ નીતિ ફેઇલ થઈ જશે’, રાજીવ બજાજ મહારાષ્ટ્રની EV નીતિથી નારાજ

ઓટો ઇન્ડસ્ટ્રીમાં ભાગ્યે જ કોઈ મોટા ઉદ્યોગપતિ દ્વારા સરકાર અને તેની નીતિઓની ખૂલીને ટીકા કરવામાં આવે છે. જોકે, રાજીવ...
Business 
‘મેં 36 વર્ષમાં આવું નથી જોયું... ડર છે આ નીતિ ફેઇલ થઈ જશે’, રાજીવ બજાજ મહારાષ્ટ્રની EV નીતિથી નારાજ

વિજય સાથે લગ્નના બંધને બંધાઈ રશ્મિકા, રોમેન્ટિક પોસ્ટ કરી વ્યક્ત કર્યો પ્રેમ

સાઉથ સુપરસ્ટાર વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાના ચાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયની અટકળો બાદ, આખરે...
Entertainment 
વિજય સાથે લગ્નના બંધને બંધાઈ રશ્મિકા, રોમેન્ટિક પોસ્ટ કરી વ્યક્ત કર્યો પ્રેમ

દિલ્હી પોલીસ Vs હિમાચલ પોલીસ: શિમલામાં હાઇવે પર બે રાજ્યોના અધિકારીઓ વચ્ચે કેમ થયું ઘર્ષણ?

AI સમિટ વિવાદ પર શિમલા અને દિલ્હી પોલીસ વચ્ચેનો હાઇ-વોલ્ટેજ ડ્રામા આખરે સમાપ્ત થઈ ગયા છે. કલાકો સુધી ચાલેલી નોકઝોક...
National 
દિલ્હી પોલીસ Vs હિમાચલ પોલીસ: શિમલામાં હાઇવે પર બે રાજ્યોના અધિકારીઓ વચ્ચે કેમ થયું ઘર્ષણ?

આને દીકરો કેમ કહેવો? પિતાનું કાસળ કાઢીને શરીરના ટૂકડા કરી ડ્રમમાં ભરી દીધા

UPની રાજધાનીના આશિયાના વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. આશિયાના સેક્ટર-Lના રહેવાસી વર્ધમાન પેથોલોજીના માલિક માનવેન્દ્ર...
National 
આને દીકરો કેમ કહેવો? પિતાનું કાસળ કાઢીને શરીરના ટૂકડા કરી ડ્રમમાં ભરી દીધા
Copyright (c) Khabarchhe All Rights Reserved.