મહારાષ્ટ્રમાં અત્યારે ચૂંટણી થઈ તો શું થશે ભાજપ અને કોંગ્રેસની હાલત, સરવેમાં જુઓ

જો મહારાષ્ટ્રમાં આજે વિધાનસભાની ચૂંટણી થાય તો કઈ પાર્ટીને કેટલી સીટ મળશે, એ સવાલ ઘણા લોકોના મનમાં ચાલી રહ્યો હશે. આ દરમિયાન એક ન્યૂઝ એજન્સીએ તેને લઈને સરવે કર્યો છે. આ સરવેમાં મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી (BJP) ગઠબંધનની સ્થિતિ ખૂબ સારી નજરે પડી રહી છે. તો સરવેમાં કોંગ્રેસ અને તેની સહયોગી પાર્ટી સત્તાથી દૂર નજરે પડી રહી છે. મહારાષ્ટ્રમાં હાલમાં ભાજપ અને શિવસેનાની ગઠબંધનની સરકાર છે. મહાવિકાસ અઘાડી (MVA) સરકાર પડી ગયા બાદ એકનાથ શિંદેએ શિવસેનાના એક પક્ષ સાથે હાથ મળાવી લીધો હતો. ત્યારબાદ કોર્ટે એકનાથ શિંદે ગ્રુપને જ અસલી શિવસેના માની લીધી.

એવું છે અનુમાન:

શિંદે સરકાર મહારાષ્ટ્રમાં એક વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરવાની છે. એવામાં એ ઓપનિયન પોલ ખૂબ જ મહત્ત્વપૂર્ણ થઈ જાય છે. Zee ન્યૂઝ અને મેટ્રીઝના આ ઑપિનિયન પોલ મુજબ, શિવસેનામાં તિરાડ બાદ કાર્યકર્તા મોટા પ્રમાણમાં શિંદે ગ્રુપ સાથે જોડાઈ રહ્યા છે. ઑપિનિયન પોલમાં જે આંકડા સામે આવ્યા છે તે મુજબ 288 સીટોવાળી મહારાષ્ટ્ર વિધાનસભામાં ભાજપ ગઠબંધનને 165-185, કોંગ્રેસ અને અન્યને 88-118, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ને 2-5  અને અન્યને 12 થી લઈને 22 સીટો મળવાનું અનુમાન છે.

વોટિંગ ટકાવારીની વાત:

જો વોટિંગ ટકાવારીની વાત કરીએ તો ભાજપ અને શિવસેના ગઠબંધનને અહીં 46 ટકા વોટ મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. એ સિવાય મહાવિકાસ અઘાડી ગઠબંધનને 35 ટકા વોટ મળવાનું અનુમાન છે. મહાવિકાસ અઘાડી ગઠબંધનમાં કોંગ્રેસ, નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) અને શિવસેના (ઉદ્ધવ ઠાકરે જુથ) સામેલ છે. અન્ય પાર્ટીઓની વાત કરીએ તો મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાને 3 ટકા અને અન્યને 16 ટકા વોટ મળવાનું અનુમાન છે.

જો એકલી પાર્ટીએની સીટોની વાત કરીએ તો ભાજપને 121-131, શિવસેના ગ્રુપને 39-49 સીટો મળી શકે છે. મહાવિકાસ અઘાડીની વાત કરીએ તો ઉદ્ધવની શિવસેનાને 8-18 સીટો, કોંગ્રેસને 39-49 સીટો અને નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટીને 41-51 સીટ મળવાનું અનુમાન છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાને 2-5 સીટો મળી શકે છે અને અન્યને 12-22 સીટ મળી શકે છે.

અત્યારે શું છે સ્થિતિ?

હાલમાં મહારાષ્ટ્રમાં NDA ગઠબંધન પાસે 162 સીટ છે. બીજી તરફ મહાવિકાસ અઘાડી ગઠબંધન પાસે 121 સીટ છે. તેમાંથી અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMના 2 ધારાસભ્ય પણ છે. NDAની કુલ 162 સીટોમાં ભાજપની 105, શિંદે ગ્રુપની 40, પ્રજાપાની 2 અને અન્યની 3 સીટો અને 12 અપક્ષ છે. વિપક્ષની વાત કરીએ તો કુલ 121 ધારાસભ્યોમાંથી NCPના 53, કોંગ્રેસના 45, ઉદ્ધવ ગ્રુપના 16, સમાજવાદી પાર્ટીના 2 અને અન્યના 5 ધારાસભ્ય છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.