માફિયા મુખ્તાર અંસારીને ગેંગસ્ટર કેસમાં MP-MLA કોર્ટે સંભળાવી આ સજા

ઉત્તર પ્રદેશના ગાઝીપુર જિલ્લાની MP-MLA કોર્ટે મુખ્તાર અંસારીને 10 વર્ષની જેલની સજા સંભળાવી છે. કોર્ટે મુખ્તાર અંસારી પર 5 લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. આ કેસમાં મુખ્તાર અંસારીના ભાઈ અને બહુજન સમાજ પાર્ટી (BSP)ના સાંસદ અફજાલ અંસારી પણ આરોપી છે. અફજાલ અંસારી પર આજે જ નિર્ણય આવવાનો છે. જો અફજાલ અંસારીને 2 વર્ષની સજા સંભળાવાય છે તો તેમની સાંસદ સભ્યતા પણ જઈ શકે છે.

હાલમાં મુખ્તાર અંસારી જેલમાં બંધ છે અને અફજાલ અંસારી ગાજીપૂરથી બહુજન સમાજ પાર્ટીના સાંસદ છે. મુખ્તાર અંસારી પર ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયની હત્યા સહિત ઘણા ગુનાહિત કેસ ચાલી રહ્યા છે. રિપોર્ટ્સ મુજબ, જે કેસોમાં મુખ્તાર અંસારીને સજા સંભળાવવામાં આવી છે તે કરંડા અને મોહમ્મદાબાદ પોલીસ સ્ટેશનથી બનાવવામાં આવેલા ગેંગચાર્ટ પર આધારિત છે.

કૃષ્ણાનંદ રાયની હત્યા અને વેપારી નંદકિશોર રુંગટાના અપહરણ કેસમાં મુખ્તાર અંસારી અને અફજાલ અંસારી વિરુદ્ધ કેસ નોંધાવવામાં આવ્યો હતો. વર્ષ 2007માં ગેંગસ્ટર એક્ટ હેઠળ નોંધાવવામાં આવેલા આ કેસમાં અંસારીના બનેવી અજાજુલ હકને પણ આરોપ બનાવવામાં આવ્યો હતો, પરંતુ એજાજુલ હકનું મોત થઈ ચૂક્યું છે. આ કેસમાં 1 એપ્રિલ 2023ના રોજ જ સુનાવણી પૂરી થઈ ગઈ હતી.

15 એપ્રિલના રોજ નિર્ણય સંભળાવવાનો હતો, પરંતુ નિર્ણયની તારીખ બદલીને 29 એપ્રિલના રોજ કરી દેવામાં આવી. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2012માં ગાઝીપુરની MP-MLA  કોર્ટમાં આ કેસનું ટ્રાયલ શરૂ થયું હતું. 11 વર્ષ બાદ નિર્ણય સંભળાવવામાં આવ્યો છે. તો કૃષ્ણાનંદ રાયની હત્યા 29 નવેમ્બર 2005ના રોજ થઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે, આ એક અત્યંત દૂસ્સાહસિક ઘટના હતી, જેમાં લગભગ 500 રાઉન્ડ ફાયરિંગ થઈ હતી.

કૃષ્ણાનંદની હત્યા એ સમયે કરવામાં આવી હતી, જ્યારે તેમને ભાંવરકોલ બ્લોકના સિયાડી ગામમાં આયોજિત એક ક્રિકેટ ટૂર્નામેન્ટમાં મુખ્ય અતિથિ તરીકે બોલાવવામાં આવ્યા હતા. મેચનું ઉદ્દઘાટન કરીને ફરતી વખત બસનિયા ચટ્ટી પાસે લાગ જોઈને બેઠા હુમલાખોરોએ તેમના કાફલા પર AK-47થી ધડાધડ ફાયરિંગ કરીને ધારાસભ્ય સહિત 7 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. કૃષ્ણાનંદે વર્ષ 2002માં મુખ્તાર અને અફજાલના પ્રભાવવાળી મોહમ્મદાબાદ વિધાનસભા સીટ પરથી જીત હાંસલ કરી હતી. કૃષ્ણનદ રાયની હત્યા પાછળ ચૂંટણીની અદાવત બતાવવામાં આવી હતી. તો કૃષ્ણાનંદ રાય રુંગટાનું અપહરણ અને હત્યા વર્ષ 1997માં થઈ હતી.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.