- National
- 'મારો ભાઈ પણ લોકો પાઇલટ છે...' ટિકિટ વગર ફર્સ્ટ ક્લાસ ACમાં ચઢેલી મહિલા TTEને દાદાગીરી બતાવવા લાગી!
'મારો ભાઈ પણ લોકો પાઇલટ છે...' ટિકિટ વગર ફર્સ્ટ ક્લાસ ACમાં ચઢેલી મહિલા TTEને દાદાગીરી બતાવવા લાગી!
હમણાં થોડા દિવસો પહેલા જ, એક વીડિયો વાયરલ થયો હતો જેમાં એક સરકારી શિક્ષિકા ટિકિટ વિના મુસાફરી કરતી દેખાઈ રહી હતી. જ્યારે TTEએ તેની પાસે ટિકિટ માંગી ત્યારે તેણે પોતાની દાદાગીરી બતાવવાનું શરૂ કર્યું. હવે આવો જ બીજો એક વીડિયો હવે સોશિયલ મીડિયા પર ફરતો થઈ રહ્યો છે. આ વીડિયોમાં, એક મહિલા, ટિકિટ માંગવામાં આવતા, કહી રહી છે કે, તેનો ભાઈ લોકો પાઇલટ છે અને આવી જ ટ્રેનો ચલાવે છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર @trainwalebhaiya હેન્ડલ દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. તેની સાથે, સમગ્ર ઘટનાની વિગતો આપતી એક લાંબી પોસ્ટ લખવામાં આવી છે. પોસ્ટમાં લખ્યું છે, 'મારો ભાઈ લોકો પાઇલટ છે, તેથી હું ટિકિટ વિના ફર્સ્ટ ACમાં મુસાફરી કરીશ... ગઈકાલે તે સરકારી શાળાની શિક્ષિકા હતી, આજે તે લોકો પાઇલટની બહેન છે. એવું લાગે છે કે સરકારી કર્મચારીઓ અને તેમના પરિવારો ભારતીય રેલ્વેને તેમની અંગત મિલકત માને છે.'
ટિકિટ વિના મુસાફરી કરવી, પકડાય ત્યારે TTE સાથે દલીલ કરવી, અને પછી TTE પર ગેરવર્તણૂક કર્યાનો આરોપ લગાવવો અને પોતાને પીડિત તરીકે દર્શાવવું એ એક સામાન્ય વાત બની ગઈ છે. પોતાની સંપત્તિ બતાવવા માટે, તેણે સ્ટારબક્સ મોબાઇલ કવર લગાવેલું છે, પરંતુ તેને 10 રૂપિયાની ટિકિટ ખરીદવી પડે તે માટે ખુબ ગરીબ બની જાય છે.
આ વીડિયોમાં એક મહિલા દેખાય છે. તેનો વીડિયો બનાવનાર કથિત TTE તેની પાસે ટિકિટ માંગે છે. મહિલા જવાબ આપે છે, 'ના, મારી પાસે ટિકિટ નથી. શું તમે મારો ફોટો લઈ રહ્યા છો? તમે કેમ મારો ફોટો પાડી રહ્યા છો?' જ્યારે TTE પૂછે છે કે, તમે ટિકિટ વિના ફર્સ્ટ ACમાં કેવી રીતે ચઢ્યા, ત્યારે મહિલા જવાબ આપે છે, 'મારુ આખું ખાનદાન રેલ્વેમાં છે. મારો ભાઈ પણ લોકો પાઇલટ છે અને આવી જ ટ્રેનો ચલાવે છે.'
પછી મહિલા કહે છે, 'તમે વીડિયો બનાવી રહ્યા છો, ખરું ને? હું પણ એક વીડિયો બનાવીશ. મને તમારી નેમપ્લેટ બતાવો.' ત્યારપછી મહિલા વીડિયો બનાવવાનું શરૂ કરે છે, અને બોલતી રહે છે કે, આ TTE તેને ટ્રેનના વોશરૂમનો ઉપયોગ કરવાની મનાઈ કરી રહ્યો છે. મહિલા આગળ કહે છે, 'માત્ર એટલા માટે કે મારી પાસે ટિકિટ નથી, શું તમે મને ટ્રેનમાં ચઢવા નહીં દો? હા, મેં ટિકિટ વિના ટ્રેનના વોશરૂમનો ઉપયોગ કર્યો. જેને જે કરવું હોય તે કરી લે.'
https://twitter.com/trainwalebhaiya/status/1976894545129254919
આ પછી, મહિલા અને તેની સાથે રહેલી બીજી છોકરી બીજા TTEને કહેવાનું શરૂ કરે છે કે, તેઓ બીજી બાજુથી જનરલ ડબ્બામાં નીકળી જશે. તેઓ ફક્ત વોશરૂમનો ઉપયોગ કરવા માટે ફર્સ્ટ ACમાં આવ્યા હતા. ત્યાર પછી, મહિલા ફરીથી TTEને ટિકિટ માંગવા માટે દાદાગીરી કરીને કહે છે કે, તમે ફક્ત તમારું નામ બતાવી દો.
ત્યાર પછી જ્યારે TTE તેનું પૂરું નામ જણાવે છે, ત્યારે મહિલા તેની જાતિ વિશે ટિપ્પણી કરવાનું શરૂ કરે છે. ત્યારે TTE ગુસ્સે થઈ જાય છે અને કહે છે, 'મને તમારી ટિકિટ બતાવો, અહીં જાતિવાદનો ઉપયોગ ન કરો.' તે જવાબ આપે છે, 'મને તમારી ટિકિટ બતાવો, અહીં જાતિવાદનો ઉપયોગ ન કરો.' મહિલા જવાબ આપે છે, 'તમને વ્યવસ્થિત રીતે વાત કરતા નથી આવડતું. બૂમો પાડીને વાત ન કરો. મને પણ બૂમો પાડીને વાત કરતા આવડે છે. તમે ચૂપ થઇ જાઓ.'
આ ટિકિટ વગરની મહિલાના એટીટ્યુડ અને TTE સાથેના ઝઘડાના વીડિયો પર ઘણા લોકોએ પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે લખ્યું છે કે, તેનો ભાઈ મફતમાં ટ્રેન ચલાવે છે અને રેલ્વે પાસેથી કોઈ પૈસા લેતો નથી. તેથી, તેને ટ્રેનમાં મફત મુસાફરી કરવાની મંજૂરી આપવી જોઈએ.
બીજા એક યુઝરે લખ્યું, 'મારો ભાઈ વાયુસેનામાં પાઇલટ છે, તેથી મારે ફાઈટર જેટથી દિલ્હી, પુણે, કોલકાતા અને પટના તો ફેરવી જ શકે છે.' તેવી જ રીતે, બીજા એક વ્યક્તિએ લખ્યું, 'મારા પિતા પણ વિમાન ઉડાવે છે, તેથી મને પણ અધિકાર છે કે હું પણ મફતમાં હવાઈ મુસાફરી કરું.'
નોંધ: આ સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયો પર આધારિત છે. KHABARCHHE.COM આ વીડિયોની સત્યતાની પુષ્ટિ કરતું નથી.

