નોકરીમાં પ્રમોશન મેળવવું હોય તો પહેલા સરકારને પોતાની સંપત્તિનું આખું વિવરણ આપો, આ રાજ્યમાં થયો આદેશ

ઓડિશા સરકારે પોતાના કર્મચારીઓને અપડેટેડ વાર્ષિક સંપત્તિ વિવરણ રજૂ કરવા કહ્યું છે. ત્યારબાદ જ તેમના પ્રમોશન પર વિચાર કરવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે સામાન્ય વહીવટ વિભાગે 27 નવેમ્બરના રોજ આ સંદર્ભમાં એક આદેશ જાહેર કર્યો હતો, જે રવિવારે સાર્વજનિક થયો હતો. એક અધિકારીએ જણાવ્યું હતું કે, ‘ઓડિશા સરકારી કર્મચારી આચાર (સંશોધન) નિયમો 2021 અનુસાર, અપડેટેડ સંપત્તિ વિવરણનો ફાઇલ કરવા એ પ્રમોશન માટે પૂર્વશરત છે. ઘણા વિભાગોએ અલગ-અલગ સમયે આ બાબતે સ્પષ્ટતા માંગી હતી, એટલે સ્પષ્ટિકરણ સાથે નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

તેમણે કહ્યું કે, ‘જે કોઈપણ સરકારી કર્મચારીએ ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટી (DPC) સમક્ષ અપડેટેડ સંપત્તિ વિવરણ જમા કર્યા નથી તેને પ્રમોશન માટે 'અયોગ્ય' ગણવામાં આવશે. જે કર્મચારીઓએ સંપત્તિ વિવરણ જમા કરાવ્યું નહીં હોય, તેમના કારણે ખાલી જગ્યાઓ અવરોધિત કરવામાં નહીં આવે. સરકાર સંપત્તિ વિગતોની આવશ્યકતાઓનું પાલન કરનારા કર્મચારીઓની લાયકાતના આધારે આવી જગ્યાઓ ભરશે.

promotion.jpg-2

પરિપત્ર મુજબ, જો કોઈ કર્મચારી ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટી (DPC)ની બેઠક બાદ સરકારના ગ્રેસ પીરિયડમાં જરૂરી સંપત્તિની વિગતો જમા કરે છે અને પ્રમોશન માટે લાયક ઠરે છે, તો આગામી DPC મીટિંગમાં તેમના પ્રમોશન પર વિચાર કરી શકાય છે.

તેમાં જણાવાયું છે કે, ‘તેમને તે જ તારીખથી રાષ્ટ્રીય પ્રમોશન મળી શકે છે, જે દિવસે તેમના સીનિયરને પ્રમોશન આપવામાં આવ્યું હતું અને તેમની સીનિયોરિટી અકબંધ રહેશે. અધિકારીએ જણાવ્યું હતું કે કર્મચારીઓએ સામાન્ય રીતે જાન્યુઆરીમાં સંપત્તિની વિગતો જમા કરવાની જરૂર હોય છે. સરકારે અવલોકન કર્યું છે કે ઉલ્લેખનીય સંખ્યામાં કર્મચારીઓએ નિર્ધારિત સમયમર્યાદામાં તેમની વિગતો જમા કરી નથી, જેના કારણે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

About The Author

Related Posts

Top News

300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

રણવીર સિંહની નવી જાસૂસી થ્રિલર ફિલ્મ 'ધુરંધર' ભારતમાં ધૂમ મચાવી રહી છે, પરંતુ તેની આંતરરાષ્ટ્રીય રિલીઝને ખાસ...
Entertainment 
300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર અને મર્યાદિત જાહેર સમર્થન છતાં, કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે તે 'મત...
કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

ભારત સરકારના બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડસ (BIS)એ તાજેતરમાં દેશભરના રાજ્યોમાં સીસ્મીક ઝોનિંગમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. ગુજરાતના અમદાવાદને ઉચ્ચ...
Business 
અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.