અજીત પવારના CM બનવાવાળા નિવેદન પર ફડણવીસની આવી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વરિષ્ઠ નેતા અજીત પવારે મુખ્યમંત્રી પદની મહત્ત્વકાંક્ષા જાહેર કરી હતી. જેને લઈને મહારાષ્ટ્રમાં જોરદાર રાજનીતિ શરૂ થઈ ગઈ છે. અજીત પવારના નિવેદન પર હવે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટી (BJP) નેતા દેવેન્દ્ર ફડણવીસનું નિવેદન સામે આવ્યું છે. તેમને કહ્યું કે, અમે તેમને શુભેચ્છા (NCP નેતા અજીત પવારને) પાઠવીએ છીએ. મેં અજીત પવારનું ઇન્ટરવ્યૂ જોયું નથી. તેની સાથે જ તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી બનાવવામાં કોઈ ખરાબી નથી.

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, ઘણા લોકો તેમને પસંદ કરે છે, પરંતુ દરેક મુખ્યમંત્રી નહીં બની શકતું નથી. અમે તેમને (અજીત પવારને) શુભેચ્છા પાઠવીએ છીએ. મહાવિકાસ અઘાડી (MVA)ને લઈને પણ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે, મને ખબર નથી કે મહાવિકાસ અઘાડીની અંદર શું ચાલી રહ્યું છે. મેં વારંવાર કહ્યું છે કે તેઓ પોતે ‘વજ્ર મૂઠ’ (મુઠ્ઠી) કહી રહ્યા છે, પરંતુ તેમાં ઘણી દરારો છે. એ મુઠ્ઠી ક્યારેય નહીં હોય શકે.

ઉલ્લેખનીય છે કે, અજીત પવારે કહ્યું હતું કે, તેમનું સંગઠન 2024માં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની રાહ જોવાની જગ્યાએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ માટે પણ દાવો કરી શકે છે. તેમણે સ્પષ્ટ કહી દીધું કે, તેઓ 100 ટકા મુખ્યમંત્રી બનવાનું પસંદ કરશે. તેને લઈને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)ના રાજ્યસભાના સભ્ય સંજય રાઉતની પણ પ્રતિક્રિયા આવી છે. સંજય રાઉતે કહ્યું કે, કોણ મુખ્યમંત્રી બનવા નહીં માગે? અને અજીત પવાર મુખ્યમંત્રી બનવા માટે સક્ષમ છે.

તેઓ ઘણા વર્ષોથી રાજનીતિમાં છે અને ઘણી વખત મંત્રી રહ્યા છે. તેમની પાસે સૌથી વધુ વખત નાયબ મુખ્યમંત્રી પદ પર રહેવાનો રેકોર્ડ છે. દરેક વિચારે છે કે તેણે મુખ્યમંત્રી બનવું જોઈએ. તેની સાથે જ તેમણે કહ્યું કે, તેમણે (અજીત પવારે) પહેલી વખત ઈચ્છા વ્યક્ત કરી નથી એટલે તેમને મારી શુભેચ્છા. અજીત પવારનું નિવેદન NCPમાં દરારોની અફવાઓ વચ્ચે આવ્યું છે, જેમાં અજીત પવારના ભવિષ્યના રાજનૈતિક પગલાંને લઈને અટકળો લગાવવામાં આવી રહી છે.

મહાવિકાસ અઘાડી ગઠબંધનની વાત કરતા અજીત પવારે કહ્યું કે, અમે ધર્મનિરપેક્ષ અને પ્રગતિશીલ થવા બાબતે વાત કરતા હતા, પરંતુ 2019માં અમે કોંગ્રેસ અને NCPએ સરકાર બનાવવા માટે શિવસેના સાથે ગઠબંધન કર્યું. એટલે અમે ધર્મનિરપેક્ષતાથી અલગ થઈ ગયા કેમ કે શિવસેના એક હિન્દુત્વવાદી પાર્ટી છે.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.