રાહુલના સમર્થનમાં પોસ્ટર અભિયાન, ‘મેરા ઘર રાહુલ ગાંધી કા ઘર’

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને તેમનું સભ્યપદ છીનવી લેવાયા બાદ તેમના સરકારી બંગલાને ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી છે. હવે દેશના ઘણા ભાગોમાં લોકો રાહુલ ગાંધીના સમર્થનમાં પોસ્ટર લગાવી રહ્યા છે, તેઓએ પોસ્ટરો પર લખ્યું  છે કે ‘મેરા ઘર રાહુલ કા ઘર’.  ઘણા નેતાઓ અને સામાન્ય લોકો ઘરે ઘરે પોસ્ટર લગાવીને રાહુલનું સમર્થન કરી રહ્યા છે.

ટ્વીટર પર પણ મેરા ઘર રાહુલ ગાંધી કા ઘર નામથી ટ્રેડ થઇ રહ્યું છે. અનેક લોકો પોતાના ઘર પર આવા પોસ્ટરો લગાવી રહ્યા છે.

રાહુલ ગાંધીએ એક પત્રમાં કહ્યુ હતું કે તેઓ પોતે જ નિયમ મુજબ સરકારી બંગલો ખાલી કરી દેશે. લોકો આ પોસ્ટરોના માધ્યમથી કહી રહ્યા છે કે, રાહુલ ગાંધીએ સરકાર સામે અવાજ ઉઠાવ્યો એટલે તેમનું સાંસદ તરીકેનું સભ્ય પદ છીનવી લેવાયું છે. લોકો એવો  આરોપ લગાવી રહ્યા છે  કે,PM મોદી બદલાંની ભાવનાથી કામ કરી રહ્યા છે, જ્યારે રાહુલ ગાંધી લોકોના દીલમાં વસેલા છે. રાહુલ ગાંધીએ ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવ્યો એટલે તેમની સામે પગલાં લેવાયા છે.

બનારસમાં કોગ્રેસના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય અજય રાયે પોતાના ઘર પોસ્ટર લગાવ્યું છે. તેમણે કહ્યુ કે, જે રીતે લોકતંત્રની હત્યા કરવામાં આવી રહી છે, પહેલા રાહુલ ગાંધીની લોકસભાનું સભ્ય પદ રદ કરી દેવામાં આવ્યું અને હવે સરકારી બંગલો ખાલી કરાવવામાં આવી રહ્યો છે. ગાંધી પરિવારે દેશ માટે પોતાનું બલિદાન આપ્યું છે. પ્રયાગરાજમાં આનંદ ભવનને સરકારને દાનમાં આપી દેવામાં આવ્યું છે. આજે એવા પરિવારમાંથી આવતા રાહુલ ગાંધી પાસે સરકારી બંગલો ખાલી કરાવાય રહ્યો છે.

રાહુલ ગાંધીની મુસીબતની શરૂઆત 23 માર્ચથી શરૂ થઇ હતી, જ્યારે સુરતની કોર્ટે એક માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને 2 વર્ષની સજા કરી હતી. એના બીજા જ દિવસે લોકસભામાં તેમનું સાંસદ તરીકેનું સભ્ય પદ રદ કરી દેવામાં આવ્યું. રાહુલ ગાંધી કેરળના વાયનાડથી સાંસદ હતા.

રાહુલનું સભ્ય પદ રદ થયા પછી કોંગ્રેસ આક્રમક મૂડમાં આવી ગઇ છે અને છેલ્લાં 6 દિવસથી સતત લડત આપી રહી છે. રાહુલ ગાંધીના બહેન પ્રિયંકા ગાંધી પણ ભાજપ સામે સતત પ્રહાર કરી રહ્યા છે. હવે કોંગ્રેસના નેતાઓ અને સામાન્ય લોકો પણ રાહુલ ગાંધીના સમર્થનમાં આવ્યા છે અને ઘરે ઘરે પોસ્ટર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

About The Author

Related Posts

Top News

એકાત્મભાવ સાથે ગુજરાતમાં ભાજપ સરકાર અને સંગઠનમાં અદભુત સંકલન

ભાજપ એક કેડર બેઝ પક્ષ તરીકે ઓળખ ધરાવે છે. હા એ વાત જુદી છે કે ગુજરાતમાં વર્ષ  2017 થી 2025...
Gujarat 
એકાત્મભાવ સાથે ગુજરાતમાં ભાજપ સરકાર અને સંગઠનમાં અદભુત સંકલન

શું યુદ્ધનો અંત આવવાનો છે? અફરાતફરી પછી શેરબજારમાં શાનદાર તેજી, આ છે 3 કારણો

છેલ્લા 3 ટ્રેડિંગ સત્રોમાં શેરબજારમાં ભારે ઘટાડો થયો હતો, પરંતુ ગુરુવારે શેરબજારમાં શાનદાર તેજી આવી છે. સેન્સેક્સ 440 પોઈન્ટ...
Business 
શું યુદ્ધનો અંત આવવાનો છે? અફરાતફરી પછી શેરબજારમાં શાનદાર તેજી, આ છે 3 કારણો

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રીનો ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
Opinion 
ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી

ઝોહોના ફાઉન્ડરના મતે આ 10 જોબ પકડશો તો AIની કોઇ અસર નહીં થાય

  આખી દુનિયામાં આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ (AI)ની ઇમ્પેક્ટથી ચિંતામાં છે કે, ભવિષ્યમાં મોટી મોટી નોકરીઓ છીનવાઇ જશે. એવા સમયે...
Business 
ઝોહોના ફાઉન્ડરના મતે આ 10 જોબ પકડશો તો AIની કોઇ અસર નહીં થાય

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રીનો ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.