સરકારે 2000થી વધુ કાયદાઓ રદ કર્યા છે જે આપણી સિસ્ટમ માટે હાનિકારક હતાઃ PM

PM  નરેન્દ્ર મોદીએ વીડિયો સંદેશ મારફતે અખિલ ભારતીય પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું. 75મા પ્રજાસત્તાક દિનની ઉજવણીને ધ્યાનમાં રાખીને આ સંમેલનના મહત્વ પર ભાર મૂકતાં PMએ કહ્યું હતું કે, આ પરિષદ 75માં પ્રજાસત્તાક દિન પછી તરત જ યોજાય છે, જે આપણા બંધારણના 75મા વર્ષની ઉજવણી છે, ત્યારે આ પરિષદનું વધારે મહત્વ છે.

બંધારણ સભામાંથી શીખવાના મહત્ત્વ પર વિચાર કરતાં PM મોદીએ જણાવ્યું હતું કે, આપણી બંધારણ સભામાંથી ઘણું બધું શીખવા જેવું છે. બંધારણ સભાના સભ્યોની જવાબદારી હતી કે તેઓ વિવિધ વિચારો, વિષયો અને અભિપ્રાયો વચ્ચે સર્વસંમતિ સાધે અને તેઓ તે પ્રમાણે જ ખરા ઊતરે. ઉપસ્થિત પ્રિસાઇડિંગ અધિકારીઓની ભૂમિકા પર પ્રકાશ પાડતા, PM મોદીએ તેમને ફરી એકવાર બંધારણ સભાના આદર્શોમાંથી પ્રેરણા લેવા વિનંતી કરી. તેમણે જણાવ્યું હતું કે, તમારા સંબંધિત કાર્યકાળમાં, ભવિષ્યની પેઢીઓ માટે વારસા તરીકે સેવા આપી શકે તેવો વારસો છોડવાનો પ્રયાસ કરો.

PM મોદીએ જણાવ્યું હતું કે, આજની પરિસ્થિતિમાં વિધાનસભાઓ અને સમિતિઓની કાર્યદક્ષતામાં વધારો કરવો મહત્ત્વપૂર્ણ છે, જેમાં જાગૃત નાગરિકો દરેક પ્રતિનિધિની ચકાસણી કરે છે. વિધાનસભાની અંદર શિષ્ટાચાર જાળવવાના મુદ્દાને સંબોધતા PM મોદીએ ટિપ્પણી કરી હતી કે, ગૃહમાં સભ્યોના આચરણ અને તેમાં અનુકૂળ વાતાવરણ વિધાનસભાની ઉત્પાદકતાને સીધી અસર કરે છે. આ પરિષદમાંથી પ્રાપ્ત નક્કર સૂચનો ઉત્પાદકતા વધારવામાં સહાયક બનશે. તેમણે ઉમેર્યું કે પ્રતિનિધિઓ દ્વારા ગૃહમાં આચરણ ગૃહની છબી નક્કી કરે છે. તેમણે એ હકીકત પર દુ:ખ વ્યક્ત કર્યું કે પક્ષો તેમના સભ્યોના વાંધાજનક વર્તનને ઘટાડવાને બદલે તેમના સમર્થનમાં બહાર આવે છે. તેમણે કહ્યું હતું કે, સંસદ કે વિધાનસભાઓ માટે આ સારી સ્થિતિ નથી.

જાહેર જીવનમાં વિકસી રહેલા ધારાધોરણો પર વિચાર કરતા PM મોદીએ જવાબદારીની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ભૂતકાળમાં, ઘરના સભ્ય સામે ભ્રષ્ટાચારના આરોપો તેમને જાહેર જીવનમાંથી હાંકી કાઢવા તરફ દોરી જતા હતા. જો કે, હવે આપણે દોષિત ભ્રષ્ટ વ્યક્તિઓનો જાહેરમાં મહિમા જોઈ રહ્યા છીએ, જે કારોબારી, ન્યાયતંત્ર અને બંધારણની અખંડિતતા માટે હાનિકારક છે, તેમણે ટિપ્પણી કરી.

ભારતની પ્રગતિને આકાર આપવામાં રાજ્ય સરકારો અને તેમની વિધાનસભાઓની મુખ્ય ભૂમિકાને બિરદાવતાં PM મોદીએ જણાવ્યું હતું કે, ભારતની પ્રગતિ આપણા રાજ્યોની પ્રગતિ પર નિર્ભર છે. અને રાજ્યોની પ્રગતિ તેમના વિકાસ લક્ષ્યોને સામૂહિક રીતે વ્યાખ્યાયિત કરવા માટે તેમની કાયદાકીય અને કાર્યકારી સંસ્થાઓના નિશ્ચય પર આધારિત છે.  આર્થિક પ્રગતિ માટે સમિતિઓને સશક્ત બનાવવાના મહત્વ પર બોલતા, PM મોદીએ જણાવ્યું હતું કે, તમારા રાજ્યની આર્થિક પ્રગતિ માટે સમિતિઓનું સશક્તીકરણ મહત્વપૂર્ણ છે. આ સમિતિઓ નિર્ધારિત લક્ષ્યાંકો હાંસલ કરવા માટે જેટલી વધુ સક્રિયતાથી કામ કરશે, તેટલી જ વધુ રાજ્ય પ્રગતિ કરશે.

કાયદાઓને સુવ્યવસ્થિત કરવાની જરૂરિયાતને સંબોધતા, PM મોદીએ નિરર્થક કાયદાઓને રદ કરવાના કેન્દ્ર સરકારના પ્રયત્નો પર પ્રકાશ પાડ્યો હતો. છેલ્લા એક દાયકામાં, કેન્દ્ર સરકારે બે હજારથી વધુ કાયદાઓ રદ કર્યા છે જે આપણી સિસ્ટમ માટે હાનિકારક હતા. તેમણે જણાવ્યું હતું કે, ન્યાયિક વ્યવસ્થાનાં આ સરળીકરણને કારણે સામાન્ય માનવી જે પડકારોનો સામનો કરી રહ્યો છે, તેને હળવો કરવામાં આવ્યો છે અને જીવન જીવવાની સરળતામાં વધારો થયો છે. PM મોદીએ પ્રિસાઇડિંગ અધિકારીઓને બિનજરૂરી કાયદાઓ અને નાગરિકોના જીવન પર તેની અસર પર ધ્યાન આપવા હાકલ કરી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમને દૂર કરવાથી નોંધપાત્ર હકારાત્મક અસર થશે.

નારી શક્તિ વંદન અધિનિયમનો ઉલ્લેખ કરીને PM મોદીએ મહિલાઓની ભાગીદારી અને પ્રતિનિધિત્વ વધારવાનાં ઉદ્દેશ સાથે સંબંધિત સૂચનો પર ચર્ચાને પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ભારત જેવા દેશમાં સમિતિઓમાં મહિલાઓને સશક્ત બનાવવા અને તેમનું પ્રતિનિધિત્વ વધારવાના પ્રયત્નોને વિસ્તૃત કરવા જોઈએ. એ જ રીતે તેમણે સમિતિઓમાં યુવાનોની ભાગીદારી વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આપણા યુવા પ્રતિનિધિઓને નીતિ નિર્માણમાં તેમના મંતવ્યો અને ભાગીદારી રજૂ કરવાની મહત્તમ તક મળવી જ જોઇએ.

અંતે, PM મોદીએ 2021માં પ્રિસાઇડિંગ અધિકારીઓને તેમના સંબોધનમાં રજૂ કરેલા વન નેશન -વન લેજિસ્લેટિવ પ્લેટફોર્મની વિભાવનાને યાદ કરી અને ખુશી વ્યક્ત કરી કે સંસદ અને રાજ્ય વિધાનસભાઓ ઇ-વિધાન અને ડિજિટલ સંસદ પ્લેટફોર્મના માધ્યમથી આ લક્ષ્ય પર કામ કરી રહી છે.

About The Author

Related Posts

Top News

આવકવેરા વિભાગે પોર્ટલ પર 'ઈ-પે ટેક્સ' સુવિધા શરૂ કરી, કરદાતાઓને મળશે આ સુવિધા

આવકવેરા વિભાગે મંગળવારે તેના પોર્ટલ પર ઇ-પે ટેક્સ સુવિધા શરૂ કરી. તેના શરૂઆત થવાથી કરદાતાઓ માટે કર ચૂકવવાનું ખૂબ સરળ...
Money 
આવકવેરા વિભાગે પોર્ટલ પર 'ઈ-પે ટેક્સ' સુવિધા શરૂ કરી, કરદાતાઓને મળશે આ સુવિધા

કેએલ રાહુલની વિસ્ફોટક ઇનિંગથી સંજીવ ગોએન્કાનું મોઢું ફૂલ્યું, મેચ બાદ રાહુલે ઉદાસીનતાથી હેન્ડસેક કર્યો, વીડિયો વાયરલ

IPL 2025મા કેએલ રાહુલનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. ગત સીઝન સુધી લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)નો હિસ્સો રહેલા...
Sports 
કેએલ રાહુલની વિસ્ફોટક ઇનિંગથી સંજીવ ગોએન્કાનું મોઢું ફૂલ્યું, મેચ બાદ રાહુલે ઉદાસીનતાથી હેન્ડસેક કર્યો, વીડિયો વાયરલ

તમારા Please અને Thank Youને કારણે ચેટ GPTને થઇ રહ્યું છે અબજોનું નુકસાન!

Please, Thank You અને Sorryએ ત્રણ શબ્દો આપણા જીવનનો એક ભાગ બની ગયા છે. આ વાત તમને કડવી જ...
Tech & Auto 
તમારા Please અને Thank Youને કારણે ચેટ GPTને થઇ રહ્યું છે અબજોનું નુકસાન!

બંને લીગોની તુલના કંઈ રીતે કરવી? PSLના ટોપ-10 ખેલાડીઓ જેટલી તો કોહલી એકલાની જ સેલેરી છે

T20 ક્રિકેટ લીગની વાત જ્યારે પણ આવે છે, ત્યારે સૌથી પહેલું નામ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નું આવે...
Sports 
બંને લીગોની તુલના કંઈ રીતે કરવી? PSLના ટોપ-10 ખેલાડીઓ જેટલી તો કોહલી એકલાની જ સેલેરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.