2029 સુધી પ્રાથમિકતા દેશ, તેના ગરીબો, ખેડૂતો, મહિલાઓ અને યુવાનો હોવા જોઈએઃ PM

PM નરેન્દ્ર મોદીએ બજેટ સત્રની શરૂઆત પહેલા મીડિયાને એક નિવેદન આપ્યું હતું. PMએ કહ્યું કે, ત્રીજી ટર્મની સરકાર દ્વારા બજેટને પ્રસ્તુત કરવાને દેશ એક ગૌરવશાળી ઘટના તરીકે જુએ છે. PMએ જણાવ્યું કે, બજેટ અમૃત કાલનું સીમાચિહ્નરૂપ બજેટ છે અને સરકાર આ અવધિમાં આપવામાં આવેલી ગેરંટીને જમીન પર ઉતારવા માટે કામ કરી રહી છે. તેમણે કહ્યું, આ બજેટ વર્તમાન સરકારનાં આગામી પાંચ વર્ષની દિશા નક્કી કરશે અને વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનાં સ્વપ્નનો મજબૂત પાયો નાખશે.

તેમણે તે વાત પર પ્રકાશ પાડ્યો કે છેલ્લા ત્રણ વર્ષમાં આશરે 8 ટકાની વૃદ્ધિ સાથે ભારત મુખ્ય અર્થવ્યવસ્થાઓમાં સૌથી ઝડપથી વિકસતો દેશ છે. તેમણે જણાવ્યું કે, આજે સકારાત્મક દૃષ્ટિકોણ, રોકાણ અને કામગીરીને કારણે તકો ટોચ પર છે.

PMએ કહ્યું કે હવે તમામ લડાઈઓ રાજકીય પક્ષો વચ્ચે થઈ રહી છે અને લોકસભાની ચૂંટણી સંપન્ન થયા પછી નાગરિકોએ સરકારને ચૂંટી છે. તેમણે તમામ સાંસદોને એકસાથે આવવા અને આગામી 5 વર્ષ સુધી દેશ માટે ખભેખભો મિલાવીને લડવાનો અનુરોધ કર્યો. તેમણે તમામ રાજકીય પક્ષોને તેમના સંગઠનોથી ઉપર ઉઠીને આગામી સાડા ચાર વર્ષ સુધી સંસદના પ્રતિષ્ઠિત મંચનો ઉપયોગ કરીને રાષ્ટ્ર પ્રત્યે પ્રતિબદ્ધ થવા પણ અનુરોધ કર્યો. તેમણે કહ્યું, જાન્યુઆરી 2029માં ચૂંટણીના યુદ્ધના મેદાનમાં જાઓ. ત્યાં સુધી દેશને, તેના ગરીબો, ખેડૂતો, મહિલાઓ અને યુવાનોને જ પ્રાથમિકતા મળવી જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે, વર્ષ 2047માં વિકસિત ભારતનાં સ્વપ્નો અને સંકલ્પોને સાકાર કરવામાં કોઈ કસર છોડવામાં આવશે નહીં.

PMએ તે વાત પર દુઃખ વ્યક્ત કર્યું કે, કેટલાંક રાજકીય પક્ષોનાં નકારાત્મક અભિગમને કારણે ઘણાં સાંસદોને તેમનાં અભિપ્રાયો રજૂ કરવાની અને તેમનાં મતવિસ્તાર સાથે સંબંધિત મુદ્દાઓ રજૂ કરવાની કોઈ તક મળી શકી નથી. તેમણે તમામ પક્ષોને અપીલ કરી કે તેઓ તમામ સભ્યોને, ખાસ કરીને પ્રથમ વખતના સભ્યોને તેમના મંતવ્યો રજૂ કરવાની તકો આપે. PM મોદીએ લોકોને ચૂંટાયેલી સરકાર અને સંસદમાં PMના ભાષણને દબાવવાના પ્રયાસો અંગે યાદ અપાવ્યું. PM મોદીએ ભારપૂર્વક કહ્યું, લોકશાહી પરંપરાઓમાં આને કોઈ સ્થાન નથી.

PMએ સાંસદોને યાદ અપાવ્યું હતું કે, દેશના લોકોએ રાજકીય પક્ષોના એજન્ડા નહીં પણ દેશની સેવા કરવાનો જનાદેશ આપ્યો છે. તેમણે ભાર આપતાં કહ્યું, આ ગૃહ રાજકીય પક્ષો માટે નથી, આ ગૃહ દેશ માટે છે. તે સાંસદોની સેવા કરવા માટે નથી પરંતુ ભારતના 140 કરોડ નાગરિકોની સેવા કરવા માટે છે. પોતાના સંબોધનના સમાપનમાં PMએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, તમામ સાંસદો સાર્થક ચર્ચાવિચારણામાં પોતાનું યોગદાન આપશે. તેમણે વધુમાં કહ્યું કે, દેશને સકારાત્મક વિચારોની જરૂર છે, જે તેને આગળ લઈ જાય. તેમણે ઉમેર્યું કે, વિરોધ કરનારાઓના વિચારો ખરાબ નથી, પરંતુ તે નકારાત્મક વિચારો જ વિકાસને અવરોધે છે. તેમણે વિશ્વાસ સાથે કહ્યું કે, લોકશાહીના આ મંદિરનો ઉપયોગ સામાન્ય નાગરિકોનાં સ્વપ્નો અને આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે થશે.

About The Author

Related Posts

Top News

શું ધોની વગર ચેન્નાઈ સુપર કિંગ્સ કંઈ નથી? ક્યાં સુધી આવું ચાલશે?

મુઝ સે પહલે કિતને શાયર આયે ઔર આ કર ચલે ગયે, કુછ આંહે ભર કર લૌટ ગયે, કુછ...
Sports 
શું ધોની વગર ચેન્નાઈ સુપર કિંગ્સ કંઈ નથી? ક્યાં સુધી આવું ચાલશે?

મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન ફરી મુશ્કેલીમાં, આ વખતે મામલો 2000 કરોડનો

કથિત દારૂ કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસમાં લાંબા સમયથી જેલમાં રહેલા દિલ્હીના ભૂતપૂર્વ DyCM મનીષ સિસોદિયા અને ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન...
National 
મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન ફરી મુશ્કેલીમાં, આ વખતે મામલો 2000 કરોડનો

કુલદીપે રિંકુ સિંહને 2 વખત લાફા ઝીક્યા, મેચ બાદ થઈ ઘટના, જુઓ વીડિયો

દિલ્હી કેપિટલ્સ (DC) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે 29 એપ્રિલે અરુણ જેટલી સ્ટેડિયમમાં મેચ રમાઇ હતી. જ્યાં...
Sports 
કુલદીપે રિંકુ સિંહને 2 વખત લાફા ઝીક્યા, મેચ બાદ થઈ ઘટના, જુઓ વીડિયો

પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?

કાશ્મીરના પહેલગામની ઘટના પછી કોંગ્રેસના કેટલાંક નેતાઓ પોતાની જ પાર્ટીની ફજેતી કરી રહ્યા છે. કર્ણાટકના મુખ્યમંત્રી અને સિનિયર નેતા સિદ્ધાર્થ...
National 
પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.