દિલ્હીમાં 'ભારત જોડો યાત્રા' પર બ્રેક, બજારમાં અચાનક પહોંચ્યા રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતા અને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં ચાલી રહેલી 'ભારત જોડો યાત્રા'એ દિલ્હી આવ્યા બાદ વિરામ લીધો છે. હવે ફરી આ યાત્રા થોડા દિવસો પછી શરૂ થશે. યાત્રાનો આગળનો તબક્કો 3 જાન્યુઆરી 2023ના લોની બોર્ડરથી શરૂ થશે. ત્યારબાદ 'ભારત જોડો યાત્રા' ઉત્તર પ્રદેશમાં પ્રવેશ કરશે. યાત્રા પર બ્રેક લાગવાના કારણે આ દિવસોમાં રાહુલ ગાંધી દિલ્હીમાં જ છે. આ દરમિયાન ગઈકાલે તેઓ દિલ્હીના માર્કેટમાં જોવા મળ્યા હતા.

વાસ્તવમાં રાહુલ ગાંધી મંગળવારે અચાનક દિલ્હીના વસંત વિહાર માર્કેટમાં પહોંચી ગયા હતા. રાહુલ ગાંધીને બજારમાં તેમની વચ્ચે જોઈને લોકો ચોંકી ગયા હતા. જેમ જેમ લોકોને ખબર પડી તો રાહુલ ગાંધીની આસપાસ ભીડ એકઠી થઈ ગઈ અને લોકો તેમની સાથે સેલ્ફી લેવા માટે ઉત્સુક દેખાયા હતા.

કોંગ્રેસ નેતા વીરેન્દ્ર ચૌધરીએ રાહુલ ગાંધીની દિલ્હીના વસંત વિહાર માર્કેટમાં ફરતા બે તસવીરો શેર કરી છે, જેમાં રાહુલ ગાંધી બ્લેક કલરના ટી-શર્ટમાં જોવા મળી રહ્યા છે. આ તસવીરોના કેપ્શનમાં કોંગ્રેસ નેતાએ લખ્યું, "દિલ્હીના રસ્તા પર જનતાની વચ્ચે અચાનક પહોંચેલા રાહુલ ગાંધીજી. સાંસદજીને આ રીતે જોઈને બીજેપી અને AAPના લોકોનું તાપમાન વધી ગયું હશે."

રાહુલ ગાંધી 'ભારત જોડો યાત્રા' દરમિયાન કંઈક ને કંઈક નવું કરતા જોવા મળી રહ્યા છે, જેનાથી તેઓ સામાન્ય જનતા સાથે સીધા જોડાઈ રહ્યા છે. અત્યારે રાહુલ ગાંધી એક લાંબી પદયાત્રા બાદ દિલ્હીમાં આરામ પર છે, પરંતુ તેમ છતાં તેઓ દિલ્હીના બજારોમાં ફરતા જોવા મળી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં રાહુલ ગાંધીની 'ભારત જોડો યાત્રા'ને બ્રેક આપવામાં આવ્યો છે. યાત્રામાં સાથે આવેલા કન્ટેનરનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. કન્ટેનર રિપેર થયા બાદ યાત્રા ફરી શરૂ થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા 3 જાન્યુઆરીથી 05 જાન્યુઆરી સુધી ઉત્તર પ્રદેશમાં રહેશે, ત્યારબાદ તે આગળ વધશે.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.