મોરારી બાપૂની કથામાં પહોંચ્યા બ્રિટનના પ્રઘાનમંત્રી ઋષિ સુનક, જુઓ Photos

બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનક મંગળવારે મોરારી બાપૂની રામકથામાં સામેલ થયા. મોરારી બાપૂની રામકથા કેમ્બ્રિજ યૂનિવર્સિટીમાં થઇ રહી હતી. આ દરમિયાન બ્રિટનના પ્રધાનમંત્રીએ મોરારી બાપૂના વ્યાસપીઠ પર જય સિયારામના નારા લગાવતા પુષ્પાંજલિ પણ અર્પિત કરી.

મોરારી બાપૂની રામકથા સાંભળવા પહોંચેલા ઋષિ સુનકે પોતાના સંબોધનમાં કહ્યું કે ભારતના સ્વતંત્રતા દિવસના અવસરે મોરારી બાપૂની રામકથામાં ઉપસ્થિત થવું સન્માન અને ખુશીની વાત છે. તેમણે કહ્યું કે તે અહીં પ્રધાનમંત્રીના રૂપમાં નહીં બલ્કે હિંદુના રૂપમાં સામેલ થયા છે.

સુનકે કહ્યું કે, મારા માટે આસ્થા ખૂબ જ નજીકની બાબત છે. આસ્થાએ મારા જીવનના દરેક તબક્કે માર્ગદર્શન પૂરુ પાડ્યું છે. પ્રધાનમંત્રી બનવું મોટા સન્માનની વાત છે. પણ આ કોઇ સરળ કામ નથી. અમારે ઘણાં મુશ્કેલ નિર્ણયો લેવા પડે છે અને આપણો આ વિશ્વાસ મને આપણા દેશ માટે વધારે સારું કરવા માટે સાહસ અને શક્તિ આપે છે.

તેમણે કહ્યું કે, જ્યારે હું ચાંસેલર હતો ત્યારે 11 ડાઉનિંગ સ્ટ્રીટ પર દિવાળી પર દીવા પ્રગટાવવા અદ્ભૂત અને વિશેષ ક્ષણ હતી. મને ગર્વ છે કે 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં મારા ટેબલ પર ભગવાન ગણેશની મૂર્તિ છે.

સુનકે કહ્યું કે, મને બ્રિટિશ અને હિંદૂ થવા પર ગર્વ છે. આ દરમિયાન તેમણે સાઉથ હેમ્પટમાં વિતેલા તેમના નાનપણને પણ યાદ કર્યું અને કહ્યું કે, તે પાડોશમાં બનેલા મંદિરમાં પોતાના ભાઈ-બહેનો સાથે ત્યાં જતા હતા. તે પરિવારની સાથે મંદિરમાં હવન, પૂજા, આરતીમાં સામેલ થતા અને પ્રસાદ પણ વહેંચતા હતા.

સુનકે કહ્યું કે આજે હું અહીંથી રામાયણની સાથે ભગવદ્ ગીતા અને હનુમાન ચાલીસાને પણ યાદ કરી જઇ રહ્યો છું. મારા માટે ભગવાન રામ જીવનના પડકારોને સામનો કરવા માટે એક પ્રેરણાત્મક વ્યક્તિ બની રહેશે. બાપૂ તમારા આશીર્વાદથી હું એવી રીતે જ નેતૃત્વ કરીશ જે આપણા શાસ્ત્રોમાં શીખવવામાં આવ્યું છે. તમે જે પણ કંઇ કરો છો, તેના માટે તમારો આભાર. સત્ય, પ્રેમ અને કરુણાની તમારી શિક્ષાઓ હવે પહેલાથી વધારે પ્રાસંગિક થઇ ગઇ છે.

જણાવીએ કે, પ્રધાનમંત્રી ઋષિ સુનકે મોરારી બાપૂને કાળી શાલથી સન્માનિત કર્યા અને ત્યાર બાદ મોરારી બાપૂએ પણ તેમને શાલ પહેરાવી અભિવાદન કર્યું. મોરારી બાપૂએ બ્રિટનના પ્રધાનમંત્રી સુનકને એક શિવલિંગ પણ ભેટમાં આપ્યું.

About The Author

Related Posts

Top News

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.