બોલિવુડ છોડનાર સના ખાને આપ્યો દીકરાને જન્મ, લખ્યું- અલ્લાહ આપે છે, ત્યારે...

વર્ષ 2020માં બોલિવુડ અને બિઝનેસને અલવિદા કહેનારી સના ખાન પહેલીવાર માં બની છે અને તેણીએ 3 વર્ષ પછી બાળકને જન્મ આપ્યો છે. સના ખાને સોશિયલ મીડિયા પર આ માહિતી શેર કરી છે. તેણીએ સરસ મેસેજ પણ લખ્યો છે. અલ્લાહ જ્યારે આપે છે ત્યારે રાજીખુશીથી આપે છે, અલ્લાહે અમને પુત્રની ભેટ આપી છે.

બોલિવૂડની પૂર્વ અભિનેત્રી સના ખાન પહેલીવાર માતા બની છે. તેણે એક પુત્રને જન્મ આપ્યો છે. આ વાતની જાણકારી ખુદ અભિનેત્રીએ સોશિયલ મીડિયા દ્વારા આપી છે. સના ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે પોતાના ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે ઘણીવાર ખાસ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. સના ખાને તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કરીને માતા બનવાની માહિતી આપી છે. સના ખાને આ પોસ્ટમાં પતિ અનસ સઈદને પણ ટેગ કર્યા છે.

 
 
 
View this post on Instagram

A post shared by Saiyad Sana Khan (@sanakhaan21)

સની ખાને વીડિયોની સાથે ઉર્દૂમાં એક પોસ્ટ પણ લખી છે. તેણે લખ્યું, 'અલ્લાહ અમને અમારા બાળક માટે સારા માતાપિતા બનાવે. અલ્લાહનો ભરોસો શ્રેષ્ઠ બનવાનો છે. કલ્યાણકારી અલ્લાહ, ખેર, તમારા પ્રેમ અને આશીર્વાદે અમારી યાત્રાને સુંદર બનાવી છે અને અમારા હૃદય અને આત્માને ખુશ કર્યા છે.

સના ખાને વીડિયોની અંદર લખ્યું, અલ્લાહ તાલાએ મુકદ્દરમાં લખ્યું, પછી તેને પૂર્ણ કર્યું અને તેને સરળ બનાવ્યું. અને જ્યારે અલ્લાહ આપે છે, ત્યારે તે ખુશીથી અને રાજીખુશીથી આપે છે. તેથી અલ્લાહે અમને પુત્ર આપ્યો.

સોશિયલ મીડિયા પર સના ખાનની આ પોસ્ટ ઝડપથી વાયરલ થઇ રહી છે અને અભિનેત્રીના ચાહકો તેને  કમેન્ટમાં પહેલી વાર માતા બનવા માટે શુભેચ્છા પાઠવી રહ્યા છે.

સના ખાન  બોલિવુડની અનેક ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. સલમાન થાનના રિયાલીટી શો બિગ બોસનો હિસ્સો પણ સના રહી ચૂકી છે. પરંતુ વર્ષ 2020માં સનાએ ધર્મનો હવાલો આપીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી પોતાને સાવ અલગ કરી દીધી હતી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અલવિદા કરી દીધા પછી સનાએ અભિનેતા અનસ સૈયદ સાથે નિકાહ કરી લીધા હતા.મેરેજ પછી પણ સના ખાન સોશિયલ મીડિયા પર એક્ટીવ રહે છે.

સના પહેલા બે બિઝનેસની ફાઉન્ડર હતી, Face Spa by Sana Khan and Haya By Sana Khan, ઉપરાંત હયાત વેલફેર ફાઉન્ડેશન પણ ચલાવે છે.

About The Author

Related Posts

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.