- National
- યુરિયા માટે કલાકો સુધી લાઇનમાં ઊભો રહ્યો ખેડૂત, નંબર આવતા 5 બેગ ખાતર માગ્યું તો પોલીસે ઢોર મા*ર માર્...
યુરિયા માટે કલાકો સુધી લાઇનમાં ઊભો રહ્યો ખેડૂત, નંબર આવતા 5 બેગ ખાતર માગ્યું તો પોલીસે ઢોર મા*ર માર્યો
મધ્ય પ્રદેશના રીવામાં પોલીસે એક આદિવાસી ખેડૂતને માત્ર એટલા માટે માર માર્યો કારણ કે તેણે 5 બેગ યુરિયા ખાતર માગ્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેના પર લોકોમાં ગુસ્સો જવા મળી રહ્યા છે અને પોલીસની આ કાર્યવાહી પર સવાલો ઉઠાવી રહ્યા છે. આ ઘટના રીવા જિલ્લાના તેરાઈ ક્ષેત્રના જવા વિકાસ ખંડ કિસાન સમૃદ્ધિ કેન્દ્રની છે.
અહીં સવારથી ખાતર વિતરણ ચાલી રહ્યું હતું, જેના માટે ખેડૂતોની લાઇન લાગી હતી. આ દરમિયાન ખેડૂત પ્રભુ દયાળ ટોકન લઈને યુરિયા લેવા પહોંચ્યો હતો. તેને પ્રશાસન દ્વારા 2 બેગ યુરિયા ખાતર આપવામાં આવી રહ્યું હતું. તેણે આ વાતનો ઇનકાર કર્યો અને 5 બેગ યુરિયા ખાતર માગ્યું, પરંતુ તેને વધુ યુરિયા ખાતર આપવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો. ત્યારબાદ ખેડૂત ગુસ્સે થઈ ગયો અને હોબાળો કરવા લાગ્યો. ત્યારે જ ઘટનાસ્થળ પર ઉપસ્થિત પોલીસ તેની પાસે પહોંચી અને તેને મારતા મારવાનું ચાલુ કરી દીધું.
https://twitter.com/MPTakOfficial/status/1966178674400530669
મારતા મારતી પોલીસ ખેડૂતને પોલીસ સ્ટેશન લઈ ગઈ. વાયરલ વીડિયોમાં ખેડૂતને માર મારતો જોઈ શકાય છે. SDM, મામલતદાર સહિત પ્રશાસનિક ટીમ ઘટનાસ્થળે ઉપસ્થિત હતી, પરંતુ કોઈએ પોલીસને રોકવાનો પ્રયાસ ન કર્યો. નોંધનીય છે કે મધ્ય પ્રદેશમાં ખાતરની સમસ્યા છે.ખાસ કરીને વિંધ્ય વિસ્તારના રીવા જિલ્લામાં તે વધુ છે. ખેડૂતોને 2-2 દિવસ લાઇનમાં ઉભા રહ્યા બાદ ખૂબ મહેનતથી યુરિયા ખાતર મળી રહ્યું છે, જેના કારણે તેઓ પહેલાથી જ પરેશાન છે. એવામાં પોલીસની આ પ્રકારની ક્રૂર કાર્યવાહી લોકોનો ગુસ્સો વધારવાનું કામ કરી રહી છે.
જોકે, રીવા પોલીસે આવી કોઈ ઘટનાનો ઇનકાર કરતા કહ્યું કે, ‘એક વ્યક્તિ દારૂ પીને હોબાળો કરી રહ્યો હતો. રીવાના એડિશનલ SP આરતી સિંહે આ મામલે કહ્યું છે કે કોઈ ખેડૂત સાથે મારામારી કરવામાં આવી નથી, પરંતુ એક વ્યક્તિ દારૂ પીને હોબાળો કરી રહ્યો હતો, તેને પોલીસ તેની અટકાયત કરીને પોલીસ સ્ટેશન લઈ ગઈ. ત્યારબાદ તેને તેના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યો હતો. બીજી તરફ પીડિત ખેડૂત પ્રભુ દયાળનું કહેવું છે કે, તેણે 5 બેગ યુરિયા માટે પૈસા ચૂકવ્યા હતા, પરંતુ અધિકારીઓએ તેને 5 બેગ આપવાનો ઇનકાર કરી દીધો. તેણે સ્થળ પર જ આ વાતનો વિરોધ કર્યો. ત્યારબાદ પોલીસે તેને માર માર્યો.

