- National
- મહારાષ્ટ્રનામાં નવો અધ્યાય લખશે સુનેત્રા પવાર, શું શાસક-વિપક્ષ બંને માટે ચેતવણીની ઘંટડી સાબિત થશે?
મહારાષ્ટ્રનામાં નવો અધ્યાય લખશે સુનેત્રા પવાર, શું શાસક-વિપક્ષ બંને માટે ચેતવણીની ઘંટડી સાબિત થશે?
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટું પરિવર્તન આવે તે અંગેની અટકળો ચાલી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રને આજે તેના પ્રથમ મહિલા DyCM મળશે. 1960માં મહારાષ્ટ્રની રચના થઈ ત્યારથી, ક્યારેય કોઈ મહિલા CM કે DyCM રહી નથી. ત્યાં સુધી કે, મહારાષ્ટ્ર કેબિનેટમાં પણ, કોઈ મહિલાએ ગૃહ મંત્રાલય કે નાણાં મંત્રાલય જેવો શક્તિશાળી પોર્ટફોલિયો સંભાળ્યો નથી. પરંતુ હવે, મહારાષ્ટ્રનું રાજકીય પરિદૃશ્ય આમાં પરિવર્તન થાય તેવો સંકેત આપી રહ્યો છે. અજિત પવારના નિધનથી મહારાષ્ટ્રના રાજકારણમાં એક ખાલીપો સર્જાયો છે, જેને ભરવું તો અશક્ય છે. જોકે, રાજકારણ ક્યારેય અટકતું નથી; તે સતત પલટાતું રહે છે. હવે, બધાની નજર તેમની પત્ની સુનેત્રા પવાર પર છે. રાજકીય નિષ્ણાતોના મતે, સુનેત્રા પવાર અજિત પવારના રાજકીય વારસાને આગળ વધારવા માટે તૈયાર છે.
શુક્રવારે, NCPના બંને જૂથોએ દિવસભર બેઠકો યોજી હતી. આ પછી, NCPના MLA આજે સાંજે, શનિવારે બપોરે 2 વાગ્યે વિધાનસભામાં મિટિંગ કરશે. સૂત્રો સૂચવે છે કે, આ બેઠકમાં સુનેત્રા પવારને NCP વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવશે. વિધાનસભા પક્ષની બેઠક પછી જાહેરાત થવાની અપેક્ષા છે. સુનેત્રા પવાર શનિવારે સાંજે 5 વાગ્યે DyCM તરીકે શપથ લે તેવી અપેક્ષા છે. જો આવું થાય, તો તે મહારાષ્ટ્રના રાજકારણમાં મોટું પરિવર્તન હશે.
મહારાષ્ટ્રના રાજકારણમાં, 'પવાર' શબ્દ ફક્ત અટક નથી, પરંતુ દાવપેચની એક આખી યુનિવર્સિટી છે. જો કે, તાજેતરમાં બનેલી ઘટનાઓ પરથી એ સ્પષ્ટ થયું છે કે રાજકીય લડાઈ હવે ફક્ત સંખ્યાઓ અને ધારાસભ્યો વિશે નથી, પરંતુ લાગણીના પ્રવાહ વિશે છે. જ્યારે રાજકીય ગલિયારાઓમાં સત્તાનું સંતુલન હચમચી જાય છે, ત્યારે 'લાગણીશીલતાનું કાર્ડ' ઘણીવાર સૌથી મોટું ટ્રમ્પ કાર્ડ સાબિત થાય છે. ભારતીય લોકશાહીનો ઇતિહાસ એ હકીકતનો સાક્ષી રહ્યો છે કે, જ્યારે પણ લાગણીઓનો પ્રચંડ વેગ આવ્યો છે, ત્યારે સૌથી મજબૂત ગણાતા કિલ્લાઓ પણ તૂટી પડ્યા છે. 1984માં ઇન્દિરા ગાંધીની હત્યા પછી ઉભી થયેલી લહેરે રાજીવ ગાંધીને જંગી બહુમતી અપાવી હતી.
અજિત પવારના મૃત્યુ પછીનો શોક પક્ષ માટે રાજકીય શક્તિમાં પરિવર્તિત થઈ રહ્યો હોય તેવું લાગે છે. સુનેત્રા પવારના DyCM તરીકે થનારા શપથ ગ્રહણ સૂચવે છે કે, પક્ષ આ સમયે કોઈ બહારના લોકો કે અન્ય ઉમેદવારોને જોખમમાં મૂકવા માંગતો નથી. ભારતીય રાજકારણમાં, કોઈ અગ્રણી નેતાના મૃત્યુ પછી ઉત્પન્ન થતી સહાનુભૂતિ ઘણીવાર ચૂંટણી જીતની ખાતરી આપે છે. સુનેત્રા પવારનું હવે સૌથી મોટું કાર્ય આ ભાવનાત્મક લહેરને પક્ષની શક્તિમાં પરિવર્તિત કરવાનું રહેશે. પક્ષના કાર્યકરો માટે, તે ફક્ત એક નેતા નહીં પરંતુ અજિત દાદાની યાદો અને તેમના અધૂરા કાર્યનો ચહેરો બનશે. આ ભાવનાત્મક જોડાણ મતદારોને જોડવા માટે એક બંધન તરીકે કામ કરી શકે છે.
પદ સંભાળવું સરળ છે, પરંતુ તેને જાળવી રાખવું અને અજિત પવારનો પ્રભાવ સ્થાપિત કરવો એ સુનેત્રા પવાર માટે સૌથી મોટો પડકાર હશે. તેમની સામે આ પ્રકારના અનેક મોટા પડકારો હશે...
અજિત પવાર મહારાષ્ટ્રના રાજકારણમાં એક એવા નેતા હતા જેમને તેમના ધારાસભ્યો પર સીધો નિયંત્રણ માનવામાં આવતો હતો. તેમના ગયા પછી, સુનેત્રા પવારનો મુખ્ય પડકાર ધારાસભ્યોને ખાતરી આપવાનો છે કે, તેમનું રાજકીય ભવિષ્ય તેમના નેતૃત્વ હેઠળ સુરક્ષિત છે. સુનેત્રાને ભલે પરિવારનું નામ મળ્યું છે, છતાં તેમણે પોતાના નેતૃત્વનો દબદબો બનાવવો પડશે.
મહારાષ્ટ્રના રાજકારણમાં ધારાસભ્યોનું પક્ષ બદલતા રહેવું સામાન્ય છે. વિરોધ પક્ષો પણ આ તકનો લાભ લઈને નારાજ ધારાસભ્યોને પોતાના પક્ષમાં લાવવાનો પ્રયાસ કરી શકે છે. સુનેત્રા પવારે તેમના ધારાસભ્યોને ભાવનાત્મક રીતે પક્ષ સાથે જોડાયેલા રાખવા પડશે એટલું જ નહીં, પરંતુ તેમને સામ, દામ, દંડ અને ભેદ જેવી રમતોથી બચાવવા પણ પડશે.
આ દરમિયાન, રાજકીય વર્તુળોમાં એ ચર્ચા વધી રહી છે કે, શું અજિત પવારનો પક્ષ અને શરદ પવારનો પક્ષ એક થશે. જો બંને પક્ષો ફરી એક થાય છે, તો મહારાષ્ટ્રનું આખું રાજકીય પરિદૃશ્ય બદલાઈ શકે છે. જેમ કે, જો બંને જૂથો એક થાય છે, તો તે મહાયુતિ હોય કે મહા વિકાસ આઘાડી, ગઠબંધનમાં સત્તા સંતુલનને સંપૂર્ણપણે બદલી નાખશે.
પક્ષના વિભાજન પછી વિભાજિત થયેલા પાયાના કાર્યકરોનું એકીકરણ સંગઠનની તાકાતને બમણી કરશે.
પવાર પરિવારનું ફરી વખત એક થવું મરાઠા રાજકારણમાં તેમના વર્ચસ્વને વધુ મજબૂત બનાવી શકે છે.
જો બંને પક્ષો એક થાય છે, તો સુનેત્રા પવારે શરદ પવારના અનુભવ અને કદ વચ્ચે પોતાની સ્વતંત્ર ઓળખ બનાવવી પડશે. શું તે ફક્ત એક રખેવાળ નેતા રહેશે કે અજિત પવારની જેમ, તેના કઠિન નિર્ણયો માટે જાણીતી બનશે? આ તેમનું રાજકીય ભવિષ્ય નક્કી કરશે.
સહાનુભૂતિની લહેર સુનેત્રા પવારને DyCM પદ પ્રાપ્ત કરાવી શકે છે, પરંતુ આ લહેર કાયમ માટે ટકતી નથી. આ રાજકીય સમુદ્રમાં ખરો પડકાર ત્યારે આવશે જ્યારે આવા લાગણીના મોજા શાંત થશે. તેમણે સાબિત કરવું પડશે કે, તે માત્ર અજિત પવારની પત્ની તરીકે જ નહીં પરંતુ એક કાર્યક્ષમ પ્રશાસક તરીકે મહારાષ્ટ્રનું નેતૃત્વ કરવા તૈયાર છે. આગામી થોડા મહિનાઓ નક્કી કરશે કે પવાર પરિવારની આ નવી ઇનિંગ મહારાષ્ટ્રની સત્તાને કઈ દિશામાં લઈ જશે.
વિપક્ષ માટે સૌથી મોટો પડકાર અજિત પવારના ચાલ્યા જવાથી ઉત્પન્ન થયેલી ભાવનાત્મક લહેર હશે. મહારાષ્ટ્રનું રાજકારણ હંમેશા લાગણીઓથી ચાલતું રહ્યું છે. સુનેત્રા પવારને મળનારી સહાનુભૂતિ વિપક્ષની પરંપરાગત વોટબેંકને નુકસાન પહોંચાડી શકે છે. એની સાથે સાથે, મહારાષ્ટ્રના ઇતિહાસમાં પહેલીવાર આટલા ઉચ્ચ પદ પર એક મહિલાની નિમણૂક કરીને, મહાયુતિ તેનો ઉપયોગ અડઘી વસ્તી (મહિલાઓને)ને આકર્ષવા માટે માસ્ટરસ્ટ્રોક તરીકે કરી શકે છે, જેનો સામનો કરવો વિપક્ષ માટે મુશ્કેલ બનશે.
જોકે સુનેત્રા પવાર હાલમાં શાસક પક્ષ સાથે છે, પરંતુ તેમનું વધતું કદ ગઠબંધન ભાગીદારોમાં અસ્વસ્થતાનું કારણ બની શકે છે. જો સુનેત્રા પવાર તેમની નેતૃત્વ ક્ષમતા સાબિત કરે છે, તો શરદ પવાર અને તેમના જૂથ સાથે ભવિષ્યમાં જોડાણ અન્ય મહાયુતિ પક્ષો, BJP અને DyCM શિંદેની સેના માટેના સમીકરણોને બગાડી શકે છે.
ભારતીય રાજકારણમાં સહાનુભૂતિ ક્યારે ગેમ-ચેન્જર બની છે?: ભારતીય ઇતિહાસમાં સૌથી મોટી સહાનુભૂતિ જીત 1984માં થઈ હતી. તત્કાલીન PM ઇન્દિરા ગાંધીની હત્યા પછી, દેશ શોક અને ગુસ્સાથી ભરાઈ ગયો હતો. આ પછી, રાજીવ ગાંધીએ માત્ર 40 વર્ષની ઉંમરે રાજકારણમાં પ્રવેશ કર્યો, અને કોંગ્રેસે 542 બેઠકોમાંથી 411 બેઠકો જીતી. આ અત્યાર સુધીનો સૌથી વધુ ચૂંટણી જીતનો રેકોર્ડ છે.
1991ની લોકસભા ચૂંટણી દરમિયાન, મતદાનનો પ્રથમ તબક્કો થઈ ચૂક્યો હતો, અને વલણો કોંગ્રેસના પક્ષમાં નહોતા. પરંતુ બીજા તબક્કા પહેલા રાજીવ ગાંધીની હત્યા થઇ ગઈ હતી. ચૂંટણીના ત્યાર પછીના તબક્કામાં, કોંગ્રેસમાં સહાનુભૂતિનું મોજું ફરી વળ્યું, અને તે બહુમતી નજીક પહોંચી ગયું અને તેમણે PV નરસિંહ રાવના નેતૃત્વમાં સરકાર બનાવી.
2009માં, હેલિકોપ્ટર દુર્ઘટનામાં CM Y.S. રાજશેખર રેડ્ડી (YSR)ના મૃત્યુએ આંધ્રપ્રદેશને હચમચાવી નાખ્યું. તેમના પુત્ર, જગન મોહન રેડ્ડીએ તેમની 'ઓદરપુ યાત્રા' (શોકગ્રસ્ત પરિવારોની મુલાકાત) દ્વારા આ શોકને રાજકીય શક્તિમાં પરિવર્તિત કર્યો. જગન કોંગ્રેસથી અલગ થઈ ગયા અને પોતાની પાર્ટી બનાવી અને સહાનુભૂતિ અને સખત મહેનત કરી 2019માં ક્લીન સ્વીપ જીતીને CM તરીકે શપથ લીધી હતી.

