કોણ કહી રહ્યું છે શિંદે-BJPથી અલગ થવાના હતા અજિત પવાર, આ દાવો કેમ કરવામાં આવી રહ્યો છે?

મહારાષ્ટ્રના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અજિત પવારે બુધવારે વિમાન દુર્ઘટનામાં અવસાન થયું. તેમના અકાળ અવસાનથી મહારાષ્ટ્રના સમગ્ર રાજનીતિ હચમચી ગઇ છે. તેમની પાર્ટી, NCP અનાથ થઈ ગઈ છે. તેમના નિધન બાદ પાર્ટીમાં કોઈ તેને સંભાળનારું નથી. આ દરમિયાન, સોશિયલ મીડિયા પર કેટલીક પોસ્ટ્સ પણ નજરે પડી રહી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે અજિત પવાર ભાજપ-શિવસેના ગઠબંધન સરકારથી અલગ થવાના હતા, પરંતુ તે અગાઉ જ તેમનું દુઃખદ નિધન થઈ ગયું.

ગુરુવારે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અજિત પવારના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે-સાથે મહારાષ્ટ્રના લગભગ દરેક મોટા નેતાઓએ તેમના અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી. તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે લાખો લોકોની ભીડ એકઠી થઈ હતી. દરેકની આંખો આંસુઓથી ભીની થઈ ગઈ હતી. પાર્ટી લાઇનથી ઉપર ઊઠીને અજિત પવાર બધાના ચાહિતા હતા.

ajit pawar
bbc.com

દાદાના ફડણવીસ સરકારમાંથી બહાર નીકળવાની અટકળો

ભાજપની આગેવાની હેઠળની મહાયુતિ સરકારમાંથી અજિત પવારના બહાર નીકળવાની શક્યતાની વાત કરીએ તો રાજકીય વર્તુળોમાં આવી અટકળો રોજ લગાવવામાં આવે છે. હા, એટલું જરૂર છે કે તાજેતરની સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓએ ભાજપ અને અજિત પવારની NCP વચ્ચે દૂરીઓ દેખાઈ હતી. અજિત પવારે પિંપરી ચિંચવાડ અને અન્ય કેટલાક વિસ્તારોમાં તેમના કાકા શરદ પવારની NCP સાથે ગઠબંધન પણ કર્યું હતું.

બંને જૂથોના તરફથી એવા નિવેદનો પણ આવવા લાગ્યા હતા કે, ‘પવાર પરિવાર ફરીથી એક થઇ જશે. અજિત પવારે જાહેરમાં કહ્યું હતું કે, બંને પાર્ટીઓના કાર્યકરો ઇચ્છે છે કે તેઓ ફરીથી એક થાય. અજિત પવારે તેમના કાકા શરદ પવાર સાથે ઘણી વખત મંચ શેર પણ કર્યું હતું. એટલે કે એ સ્પષ્ટ હતું અજિત પવાર અને શરદ પવાર જૂથ સાથે આવવાની સંભાવના વધી ગઈ હતી, પરંતુ  પ્રશ્ન એ હતો કે શું આ એકીકરણ બાદ NCP દેવેન્દ્ર ફડણવીસ સરકારમાંથી બહાર થઈ જતી?

ajit pawar
indianexpress.com

નહીં, આ રાજકારણ છે. આમાં કશું જ કાયમી નથી. અજિત પવારે છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં જનતામાં પોતાની તાકાત અને લોકપ્રિયતા સાબિત કરી હતી. જોકે, શરદ પવારે છેલ્લી લોકસભા ચૂંટણીમાં તેમના ભત્રીજા કરતા વધુ સારું પ્રદર્શન કર્યું હતું. અજિત પવારની NCP વિધાનસભામાં 41 બેઠકો જીતી હતી, જ્યારે તેમના કાકા શરદ પવારની NCP માત્ર 10 બેઠકો જીતી શકી હતી. આનાથી સાબિત થઇ ગયું કે કાકા અને ભત્રીજા વચ્ચે હવે ભવિષ્ય માત્ર ભત્રીજાનું હતું. પરંતુ, અજિત પવારના અવસાન સાથે આ બધી બાબતો એક ક્ષણમાં ખતમ થઈ ગઈ છે.

પાર્થ પવાર બની શકે છે મંત્રી

જ્યાં સુધી તાજેતરના સમયમાં દેવેન્દ્ર ફડણવીસ સરકારમાંથી NCPના બહાર થવાની શક્યતાની વાત તો આવું કશું જ થતું દેખાઈ રહ્યું નથી. તેમના અંતિમ સંસ્કારમાં જે રીતે ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ હાજરી આપી હતી, તે દૃશ્યને જોઈને તો એવું જરાય લાગતું નથી. NCPના એકીકરણની વાત કરીએ તો, આ પ્રશ્ન હાલમાં ભવિષ્યમાં પણ છે. અત્યારે પરિવાર પર ભારે સંકટ આવ્યું છે. એવામાં, પરિવારને આ સંકટમાંથી બહાર કાઢવાની જવાબદારી 85 વર્ષીય શરદ પવાર પર છે.

ajit pawar
theguardian.com

એવી શક્યતા છે કે અજિત પવારના મોટા પુત્ર પાર્થ પવારને હાલ પૂરતા ફડણવીસ મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવશે, જેથી પાર્ટી NCPના પ્રદેશ અધ્યક્ષ સુનીલ તટકરે અને પ્રફુલ્લ પટેલના હાથમાં રહે. જો બંને જૂથોનું વિલિનીકરણ થાય છે, તો શરદ પવારના બીજા પૌત્ર રોહિત પવારની ભૂમિકા વધી શકે છે. તેઓ રાજ્યમાં અજિત પવારના ગયા બાદ પડેલા ખાલીપણાને ઘણી હદ સુધી ભરી શકે છે. તેઓ જનતા વચ્ચે પણ ખૂબ સક્રિય છે.

About The Author

Related Posts

Top News

તે મોડું આવ્યું, પણ... CM સ્ટાલિને કેમ અચાનક ભાજપની પ્રશંસા શરૂ કરી

સુપ્રીમ કોર્ટ આજે UGC કેસની સુનાવણી કરવાની છે, ત્યારે તમિલનાડુના CM સ્ટાલિને UGCના નિયમોને ટેકો આપ્યો છે. તેમણે...
National 
તે મોડું આવ્યું, પણ... CM સ્ટાલિને કેમ અચાનક ભાજપની પ્રશંસા શરૂ કરી

AMC ફરી વિવાદમાં! દુકાનો ન વેચાઈ તો આખું મલ્ટીલેવલ પાર્કિંગ વેચવા કાઢ્યું

અમદાવાદ મહાનગરપાલિકા (AMC) પોતાની અણઘડ નીતિઓને કારણે ફરી એકવાર વિવાદોમાં આવી ગઈ છે. પ્રહલાદનગર વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવાના...
Gujarat 
AMC ફરી વિવાદમાં! દુકાનો ન વેચાઈ તો આખું મલ્ટીલેવલ પાર્કિંગ વેચવા કાઢ્યું

કોણ કહી રહ્યું છે શિંદે-BJPથી અલગ થવાના હતા અજિત પવાર, આ દાવો કેમ કરવામાં આવી રહ્યો છે?

મહારાષ્ટ્રના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અજિત પવારે બુધવારે વિમાન દુર્ઘટનામાં અવસાન થયું. તેમના અકાળ અવસાનથી મહારાષ્ટ્રના સમગ્ર રાજનીતિ હચમચી ગઇ છે....
Politics 
કોણ કહી રહ્યું છે શિંદે-BJPથી અલગ થવાના હતા અજિત પવાર, આ દાવો કેમ કરવામાં આવી રહ્યો છે?

માનસ સનાતન ધર્મ: ભારતના શાશ્વત ધર્મનું રક્ષણ કરવા માટે દિલ્હીમાં મોરારી બાપુનું શક્તિશાળી આહ્વાન

નવી દિલ્હી, 28 જાન્યુઆરી: પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ અને સનાતન ધર્મના અગ્રણી અવાજ, મોરારી બાપુએ 17 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સુધી રાષ્ટ્રીય...
Gujarat 
માનસ સનાતન ધર્મ: ભારતના શાશ્વત ધર્મનું રક્ષણ કરવા માટે દિલ્હીમાં મોરારી બાપુનું શક્તિશાળી આહ્વાન

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.