જે ટ્રેકનું સમારકામ ચાલી રહ્યું હતું ત્યાં સુપરફાસ્ટ ટ્રેનને વાળવામાં આવી! હવે રેલવેએ કાર્યવાહી કરી

આગ્રા રેલ્વે ડિવિઝને મંગળવારે દિલ્હી જતી જન શતાબ્દી એક્સપ્રેસને એ ટ્રેક કે જ્યાં પહેલાથી જ સમારકામ ચાલુ હતું તેના પર વાળવા બદલ એક સ્ટેશન માસ્ટર અને ટ્રાફિક કંટ્રોલરને સસ્પેન્ડ કરી દીધા હતા. આ ઘટના પછી સેંકડો મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ટ્રેનના સતર્ક ક્રૂએ ટ્રેકનું સંચાલન કરતા સ્ટાફ દ્વારા લાલ ધ્વજ લગાવેલો જોયો અને તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવી અને ટ્રેન તે ભાગ સુધી પહોંચે તે પહેલાં જ રોકી દીધી, જ્યાં સમારકામ ચાલી રહ્યું હતું.

ડિવિઝનલ ઓપરેશન્સ મેનેજર અને ડિવિઝનના અધિકૃત પ્રવક્તા, પ્રશસ્તિ શ્રીવાસ્તવે એક સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે, બે કર્મચારીઓ સામે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી છે. તેમણે કહ્યું, 'આ બે કર્મચારીઓના નબળા ઓપરેશનલ પ્લાનિંગનો મામલો છે. શિસ્તભંગના ભાગ રૂપે, તેમને તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.'

Janshatabdi Express
aajtak.in

સૂત્રોના જણાવ્યા અનુસાર, મંગળવારે સવારે 10:30 થી 11:00 વાગ્યાની વચ્ચે, એક મુસાફરની તબિયત બગડતી હોવાની માહિતી મળ્યા પછી, ટ્રેન ટિકિટ એક્ઝામિનર (TTE)એ આગ્રા કંટ્રોલ રૂમનો સંપર્ક કર્યો અને છાતા રેલવે સ્ટેશન પર ટ્રેન રોકવાની વિનંતી કરી.

એક સૂત્રએ જણાવ્યું હતું કે, 'જોકે, લોકો પાઇલટ પાસે સમયસર જરૂરી સૂચનાઓ પહોંચી ન શકી હોવાથી છાતા સ્ટેશન પણ નીકળી ગયું હતું. આ પછી, TTEએ ફરીથી સંપર્ક કર્યો અને મુસાફરને આગામી રેલવે સ્ટેશન કોસી પર ઉતારવાની પરવાનગી માંગી, કારણ કે તેની તબિયત વધુ બગડી ગઈ હતી.'

તેમણે કહ્યું, 'જ્યારે ટ્રેન કોસી પર પણ રોકાઈ નહીં, ત્યારે ટ્રેનમાં હાજર સ્ટાફે ફરી એકવાર વિનંતી કરી, ત્યારપછી હોડલ સ્ટેશન પર ટ્રેન રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો, પરંતુ સ્ટેશન માસ્ટરે ઉતાવળમાં સલામતીના ધોરણોને અવગણીને ટ્રેનને લૂપ લાઇન તરફ વાળી જેનું સમારકામ ચાલી રહ્યું હતું.'

Janshatabdi Express
livehindustan.com

ઘટનાથી વાકેફ અધિકારીઓએ જણાવ્યું હતું કે, ટ્રેકનું સમારકામ કરી રહેલા કામદારોએ લૂપ લાઇન શરૂ થાય તે પહેલાં લાલ ઝંડો લગાવ્યો હતો, જેને જોઈને સતર્ક ક્રૂએ તાત્કાલિક બ્રેક લગાવીને ટ્રેન રોકી દીધી હતી.

વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે, 'જો લોકો પાઇલટે સમયસર સમજદારી ન દાખવી હોત, તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. આટલી ગંભીર સલામતી ભૂલ માટે માત્ર નીચલા સ્તરના જ નહીં, પરંતુ વરિષ્ઠ રેલ્વે અધિકારીઓને પણ જવાબદાર ઠેરવવા જોઈએ.' તેમણે કહ્યું, 'જ્યારે એક મુસાફરના સ્વાસ્થ્યની જાણ કરવામાં આવી હતી, ત્યારે ટ્રેન રોકવા અંગે આટલી અનિર્ણાયકતાની સ્થિતિ કેમ હતી? વરિષ્ઠ અધિકારીઓ ક્યાં હતા?'

About The Author

Related Posts

Top News

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.