દીપક પ્રકાશ MLA નથી, MLC નથી, તો પછી 6 મહિનાથી મંત્રી કેવી રીતે છે? સુપ્રીમ કોર્ટના અનેક સવાલ

સુપ્રીમ કોર્ટે આજે ગુરુવારે બિહારના મંત્રી દીપક પ્રકાશ સંબંધિત અરજી પર સુનાવણી કરી. સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે બિહાર સરકારને પ્રશ્ન કર્યો કે, બિહાર સરકારમાં પંચાયતી રાજ મંત્રી દીપક પ્રકાશ રાજ્ય વિધાનસભા કે વિધાન પરિષદના સભ્ય નથી. છતાં પણ, તેઓ 6 મહિનાથી વધુ સમય સુધી તેમના મંત્રી પદ પર કેવી રીતે રહ્યા?

52

સુનાવણી દરમિયાન, અરજદારના વકીલે મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતને કહ્યું કે, 6 મહિનાથી વધુ સમય વીતી ગયો છે. દીપક પ્રકાશ ન તો ધારાસભ્ય છે કે ન તો MLC, છતાં તેઓ મંત્રી પદે બની રહ્યા છે. સુપ્રીમ કોર્ટને આ મામલે હસ્તક્ષેપ કરવાની અપીલ કરતા વકીલે કહ્યું, 'માય લોર્ડ, હવે 6 મહિનાથી વધુ સમય થઈ ગયો છે. તેઓ હજુ પણ મંત્રી પદે રહ્યા છે.'

મુખ્ય ન્યાયાધીશે (CJI) કહ્યું કે આ મામલો સંપૂર્ણપણે કાયદાનો વિષય છે. રાજ્ય સરકારે એ જણાવવું જોઈએ કે, વિધાનસભા કે વિધાન પરિષદના સભ્ય ન હોવા છતાં, દીપક પ્રકાશ કુશવાહા કયા બંધારણીય આધારો પર 6 મહિનાથી વધુ સમય સુધી મંત્રી બની રહ્યા છે. તેમને મંત્રી બન્યા રહેવા દેવાનો બંધારણીય આધાર શું છે?

53

આ અરજી દીપક પ્રકાશ રાજ્ય વિધાનસભા કે વિધાન પરિષદના સભ્ય ન હોવા છતાં બિહારના પંચાયતી રાજ મંત્રી તરીકે ચાલુ રહેવાની બંધારણીય માન્યતાને લગતી છે.

આ અગાઉ, સુપ્રીમ કોર્ટે સામાજિક કાર્યકર અને વ્હિસલબ્લોઅર રાકેશ કુમાર સિંહ દ્વારા દાખલ કરાયેલી જાહેર હિતની અરજી (PIL) પર બિહાર સરકારને નોટિસ મોકલી આપી હતી. કરાયેલી અરજીમાં બિહારમાં નવી સરકારની રચના પછી દીપક પ્રકાશની મંત્રી તરીકે પુનઃનિયુક્તિને પડકારવામાં આવી હતી.

54

અરજી બંધારણની કલમ 164(4) અંગે એક મહત્વપૂર્ણ બંધારણીય પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે, જે ધારાસભ્ય ન હોય તેવી વ્યક્તિને વધુમાં વધુ 6 મહિના માટે મંત્રી તરીકે સેવા આપવાની મંજૂરી આપે છે, આ સમયગાળા દરમિયાન, વ્યક્તિએ વિધાનસભાના સભ્ય બનવું જરૂરી હોય છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 09-08-2026 દિવસ: રવિવાર મેષ: મનની મુરાદ પૂર્ણ થતી જણાય, પ્રવાસ ફળે, સ્વાસ્થ્ય સારું રહે. વૃષભ: ઇચ્છીત ફળમાં વિલંબ પડે,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

ઉત્તર પ્રદેશથી મધ્ય પ્રદેશ સુધી, તમારા રસોડામાં બનતા ખાવામાં નફાખોરીનું ધીમું ઝેર પીરસવામાં આવી રહ્યું છે. ખાદ્ય સુરક્ષા વિભાગ...
National 
નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

તમિલનાડુના CM C. જોસેફ વિજય અને તેમની પત્ની સંગીતા વચ્ચે ચાલી રહેલા છૂટાછેડાના કેસમાં મોટો વળાંક આવ્યો છે. તેમના અલગ...
Entertainment 
CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રયાગરાજ ખાતે યોજાયેલા ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમમાં 20 મિનિટ સુધી દેશભરમાંથી આવેલા વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા...
National 
છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...
Copyright (c) Khabarchhe All Rights Reserved.