- National
- કરિયાણાના દુકાનદારને મળી 141 કરોડની ટેક્સ નોટિસ, પાન કાર્ડથી આ રીતે થઈ છેતરપિંડી
કરિયાણાના દુકાનદારને મળી 141 કરોડની ટેક્સ નોટિસ, પાન કાર્ડથી આ રીતે થઈ છેતરપિંડી
ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં એક નાની કરિયાણાની દુકાનના માલિકને ત્યારે ઝટકો લાગ્યો, જ્યારે તેને સરકારી નોટિસ મળી. આ એક ટેક્સ નોટિસ હતી, એ પણ કુલ 141 કરોડ રૂપિયાની હતી. તેમણે આરોપ લગાવ્યો છે કે દિલ્હીમાં 6 કંપનીઓ સ્થાપવા માટે તેમના પાન કાર્ડનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. આ જ કારણ છે કે તેમને આ પ્રકારની નોટિસ મળી છે.
ખુર્જાના નયાગંજ વિસ્તારમાં રહેતા સુધીરે જણાવ્યું કે, તે પોતાના ઘરમાં એક નાની કરિયાણાની દુકાન ચલાવે છે. તેણે દાવો કર્યો કે તેને પહેલી વખત વર્ષ 2022માં નોટિસ આપવામાં આવી હતી, ત્યારબાદ તેણે ટેક્સ અધિકારીઓને જણાવ્યું હતું કે તેનો આ કંપનીઓ સાથે કોઈ સંબંધ નથી.

સુધીરે કહ્યું કે, ‘આ વર્ષે 10 જુલાઈએ, મને વધુ એક નોટિસ મળી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, મેં 1,41,38,47,126 રૂપિયાના વેચાણની જાણ કરી છે, જેથી હું હેરાન રહી ગયો. તેણે આરોપ લગાવ્યો કે દિલ્હીમાં ઘણી કંપનીઓ ઊભી કરવા માટે તેના પાન કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ખુર્જા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પંકજ રાયે જણાવ્યું કે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે, PAN કાર્ડની છેતરપિંડી ત્યારે થાય છે, જ્યારે કોઈ વ્યક્તિના પાન કાર્ડની માહિતી બેંક ખાતા ખોલવા, નકલી કંપનીઓ બનાવવા, લોન મેળવવા અથવા કરચોરી કરવા માટે ઉપયોગ કરે છે.

પીડિતો ઘણી વખત અણધારી ટેક્સ નોટિસ અથવા વસૂલીનો કોલ પ્રાપ્ત થયા બાદ જ છેતરપિંડીની જાણકારી મળે છે. વિશેષજ્ઞ જોખમ ઘટાડવા માટે નિયમિતપણે ક્રેડિટ રિપોર્ટ તપાસવાની અને PANને આધાર સાથે લિંક કરવાની ભલામણ કરે છે.

