પિતા સવારે દીકરીને વિદાય આપવા ગયા, સાંજે સાસરેથી લાશ લાવ્યા; મા-ભાઈનું આક્રંદ

ઉન્નાવ જિલ્લાના સિવિલ લાઇન મોહલ્લામાં રહેતી એક પરિણીત મહિલાનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું હતું. સાસરિયાઓ પર હત્યાનો આરોપ લાગ્યો છે. પોલીસે મૃતકના પરિજનોની ફરિયાદ પર FIR નોંધી છે. પોલીસે જણાવ્યું કે, તપાસમાં જે પણ તથ્યો બહાર આવશે, તે મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

કોતવાલી વિસ્તારના રામદેઈ ખેડાના રહેવાસી મૃતકના પિતા ઉદયભાન અવસ્થીએ જણાવ્યું કે, શુક્રવારે સવારે 11 વાગ્યે અમે દીકરીને લેવા આવ્યા હતા. પરંતુ સાસરીયાઓએ મોકલી ન હતી. ત્યાર બાદ સાંજે 4 વાગ્યે ફોન કર્યો કે, તમારી દીકરીએ ઝેર પી લીધું છે. અમે ફરી વખત આવ્યા ત્યારે ઘરનો  દરવાજો બંધ હતો. પછી, જેમ તેમ કરીને દરવાજો ખોલીને, હું અને મારા દીકરાએ અમારી દીકરીને લઈને હોસ્પિટલમાં ભરતી કરાવવા માટે દોડી ગયા હતા.

મહિલાના પરિવારનો આરોપ છે કે, સાસરિયાઓ દીકરીને સારવાર માટે પણ લઈ ગયા ન હતા. પિયરિયાઓ તેને બેભાન અવસ્થામાં કબાખેડાના ખાનગી નર્સિંગ હોમમાં લઈ ગયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. પુત્રીના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી. રડી રડીને તેઓની હાલત ખરાબ છે.

બીજી તરફ સદર કોતવાલી પોલીસને પરિણીતાના ઝેરથી મોતની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે પરિવારજનો પાસેથી ઘટના અંગે માહિતી મેળવી હતી. પોલીસે મૃતકના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

મૃતકના પિતાનો આરોપ છે કે, જમાઈ અને સાસુ તેમની દીકરીને નોકરાણીની જેમ રાખતા હતા. તેને તેના પિયરના ઘરે પણ મોકલવામાં આવતી ન હતી. આ પહેલા એકવાર અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે થોડા દિવસો સુધી બધું બરાબર ચાલ્યું હતું, તે પછી તેને ઝેર આપીને મારી નાખવામાં આવી. જમાઈએ ઝેર ખવડાવ્યું હતું. ઘટનાના એક દિવસ પહેલા પુત્રીને માર મારવામાં આવ્યો હતો. અમે FIR નોંધાવી છે. જ્યારે, પોસ્ટમોર્ટમ પછી, તેઓ દીકરીના મૃતદેહને લઈને ઘરે પહોંચ્યા છે.

ઘટનાની માહિતી મળતા ઉન્નાવના CO સીટી આશુતોષ કુમાર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. COએ આ બાબતે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. ઉન્નાવ સદર કોતવાલી પોલીસે મૃતકના પિતાની  અરજી પર સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે.

CO સિટીએ કહ્યું કે, મૃતકના પિતાની અરજી પર સંબંધિત કલમો હેઠળ કેસ નોંધીને અન્ય તથ્યોની તપાસ કરવામાં આવી રહી છે. તપાસમાં જે પણ તથ્યો બહાર આવશે તે મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

Top News

કંગના રણૌતે એમ કેમ કહ્યું કે- 'સંસદની હાલત એવી થઈ ગઈ છે કે ત્યાં બેસવું મુશ્કેલ છે'

આજે સંસદના ચોમાસુ સત્ર 2025ની કાર્યવાહીનો 10મો દિવસ છે અને આજે પણ ગૃહમાં સતત હોબાળો ચાલી રહ્યો છે. ગુરુવારે પણ...
National 
કંગના રણૌતે એમ કેમ કહ્યું કે- 'સંસદની હાલત એવી થઈ ગઈ છે કે ત્યાં બેસવું મુશ્કેલ છે'

'મતની ચોરી કરાવી રહ્યું છે ચૂંટણી પંચ, નિવૃત્ત થઇ જાય તો પણ છોડીશું નહીં'; રાહુલ ગાંધી થયા ઉગ્ર

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે ચૂંટણી પંચ પર મોટો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે...
National 
'મતની ચોરી કરાવી રહ્યું છે ચૂંટણી પંચ, નિવૃત્ત થઇ જાય તો પણ છોડીશું નહીં'; રાહુલ ગાંધી થયા ઉગ્ર

CM યોગી પર બનેલી ફિલ્મ 'અજેય'ની રીલિઝ કેમ રોક લાગી ગઈ? સેન્સર બોર્ડે સર્ટિફિકેટ જ ન આપ્યું

'અજેય ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી'ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) એ  પ્રમાણપત્ર આપવાનો ઇનકાર કર્યો છે, ત્યારબાદ...
Entertainment 
CM યોગી પર બનેલી ફિલ્મ 'અજેય'ની રીલિઝ કેમ રોક લાગી ગઈ? સેન્સર બોર્ડે સર્ટિફિકેટ જ ન આપ્યું

હવે રાહુલ ગાંધીની પણ ચાપલૂસી શરૂ થઈ

રાહુલ ગાંધીની અત્યાર સુધી કોંગ્રેસ નેતાઓએ ચાપલૂસી કરી હોય તેવી વાત સામે નહોતી આવી, પરંતુ લાગે  છે કે સામાન્ય...
Politics 
હવે રાહુલ ગાંધીની પણ ચાપલૂસી શરૂ થઈ
Copyright (c) Khabarchhe All Rights Reserved.